SearchBrowseAboutContactDonate
Page Preview
Page 552
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન પટે આ પાણીથી એ મગ ચઢશે નહિ” એ શબ્દપ્રયોગ ગૂજરાતીમાં જાણીતો છે. બીજુ એક દષ્ટાંત આપું છું, જેમાં શ્રી હેમચંદ્રાચાર્યે એમના અપભ્રંશ વ્યાકરણમાં આપેલું દુહાનું ઉદાહરણ જરા જુદી રીતે દેખા દે છે : રુકિમણીનું હરણ કરીને કૃણ આવ્યા છે. તેને મૂકીને તે એકલા રુકમીના વિશાળ સૈન્ય સામે લડવા જાય છે. તે સમયની સકિમણીની વિમાસણ અને કૃષ્ણનો ઉત્તર નીચેની કડીમાં છેઃ किपि हविहइ तं न याणामि तयाँतरु विहसिउण भणइ कण्हु-मा लाहि भामिणि । अवलोइसु एक खणु कि-पि जमिह वट्टइ रणंगणि॥ अम्हे थोडा रिउ वहु य एहु कायर पंति । नियसु नियंविणि गयण-यलि रवि कित्तिय दिप्पंति ।। [[રુકિમણી બોલીઃ “ કાંઈક અપૂર્વ થઈ જશે—હું તે જાણતી નથી !” એટલે હસીને કૃણ બેલ્યા: “હે ભામિની, એમ ન સમજતી; આ રણાંગણમાં જે કાંઈ થાય તે એક ક્ષણ માટે તું જો ! અમે થોડા અને રિપુ બહુ છે એ તો કાયરો બોલે છે. હે નિતંબિની, તું જે; આકાશમાં કેટલા સૂર્ય પ્રકાશે છે? (એટલે કે, એક જ સૂર્ય પ્રકાશે છે.)] આ જ પ્રકારનો દુહ સિ. હે. ૪. ૪૭૬ના ઉદાહરણ તરીકે આપવામાં આવે છે: अम्हे थोवा रिउ वहु य कायर एम्व भणंति।। ____ मुद्धि णिहालहि गयणयलु कइ जण जोण्ह करंति ॥ [ અમે ચેડા અને રિપુ બહુ એમ કાયર જનો બેલે છે. હે મુગ્ધ, આકાશને તું નિહાળઃ કેટલા જણ (ત્યાં) ના કરે છે ? (અર્થાત કે-એક ચંદ્ર જ ચંદ્રિકાને પ્રસારે છે.)]. આ દુહે પ્રચલિત હોય અને તે જુદા જુદા સ્વરૂપે તે કાળે યોજાતો હોય; અથવા તો પ્રેમચંદ્રાચાર્યો ને હરિભદ્રસૂરિએ એ ડેવતો ફેરફાર કર્યો હોય એમ પણ બને. ઉપરની મેં તો સ્વલ્પ છે. ને. .માં ગુજરાતી ભાષાના પરિમાપક પ્રયોગ ઘણું નોંધપાત્ર છે. વ્યાકરણ તથા ભાષા બંનેય દૃષ્ટિએ ને. ૨. નું સંપાદન અને પ્રકટીકરણ આવશ્યક હતું: અને તે મહારાજશ્રીએ તાડપત્રની તે ગ્રંથની પ્રત પ્રાપ્ત કરાવી આપી શક્ય બનાવ્યું છે તે આ તેમના પ્રશસ્તિગ્રંથમાં નોંધ પામે તે આવશ્યક છે. આ ઉપરાંત અપભ્રંશ અને પ્રાકૃતના અભ્યાસમાં, ગ્રંથની હસ્તપ્રત પ્રાપ્ત કરવામાં, પાટણના ભંડાર બતાવવામાં અને કેટલાંક અપભ્રંશ કાવ્યો જેવાં કે ઘરમfસરિ૩, સુનવાણુ, વરસાનિવરિ૪ વગેરે તૈયાર કરવામાં તેમણે મને ખૂબ જ મદદ કરી હતી. તેમના વિષે આ સ્મરણ કરતાં મેં મારા હેમસમીક્ષા” નામે ગ્રંથમાં તેમને કરેલા ગ્રંથસમર્પણની કલેકત્રયી અહીં પુનરંકિત કરવા મારું મન હું રોકી શકતો નથીઃ लोकोपकारकरणकविनिश्चयों विद्वद्वरैः प्रतिभया श्रतप्रतचित्तः। निष्ठापितो विविधसुन्दरतालपत्राबद्धेषु बोधनिकरः खलु पुस्तकेषु ॥१॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy