SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [૫૧ અથાગ પરિશ્રમ અને વિદ્યોપાસનાનો ખ્યાલ મળે. અવાવરુ ઘરે અને ભંડારોમાંથી એકત્ર કરેલા સહસ્ત્રાવધિ વિષયોની વિરલ હસ્તપ્રતો અને ગ્રંથોની સુવિગતે સૂચિપત્રક તૈયાર કરી સમુચિત વ્યવસ્થાવાળા મહાલયમાં પુનઃ સ્થાપિત કરી ગુજરાતના યુગપુરુષ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના સ્મારકનું ઉદ્ઘાટન થયું તે વેળા મેં એ ગ્રંથભંડારોનું દર્શન કર્યું. ગ્રંથની ચિત્રસામગ્રીમાં ગુજરાતની કલાનો ઇતિહાસ જોયો અને પૂર્ણ જિજ્ઞાસુભાવે મુનિશ્રીના વાર્તાલાપો સાંભળ્યા ત્યારથી જેનાશ્રિત કલાઓનો હું ભાવિક બની ગયે; કલા દ્વારા ધર્મભાવના કેવી રીતે વિકાસ પામી છે તેનું દર્શન કરી શક્યો અને કલાની આધ્યાત્મિક પ્રકૃતિ પણ સમજી શકો. પૂજ્ય પુણ્યવિજયજી જયારે અમદાવાદ પધારતા અને ઘણા મહિના મારા ઘરની નજીકના ઉપાશ્રયમાં નિવાસ કરતા ત્યારે કોઈ ને કોઈ સજન મુલાકાતી સાથે તેમનાં દર્શને જતો તે દરેક પ્રસંગે તેમના સંશોધનની પ્રક્રિયા અને શુદ્ધિ માટે સાવધાનીની વાતો સાંભળતો; તેમાંથી તેમના પરિશ્રમ અને વિદ્વત્તાના નવા પ્રદેશનું ભાન મેળવતો. એક વાર તેમણે તાજેતરમાં હાથ લાગેલી “અંગવિદ્યા' નામના ગ્રંથની પ્રકીર્ણ માહિતી આપવા માંડી, જેમાં મનુષ્યનાં અંગ-ઉપાંગેના ઉપરથી તેની પ્રકૃતિનું નિદાન કેમ થઈ શકે તેનું શાસ્ત્ર વર્ણવ્યું હતું. તેને અંગે મને વિસ્મય થયું કે પ્રાચીન વિદ્વાનોએ કેવી સૂક્ષ્મતાથી પ્રત્યેક સ્વરૂપ અને લહાણું માટે કેવા સૂચક પર્યાયે કેન્યા હતા. આ મેઘેર ગ્રંથ ઘણે ભાગે ભારતની મધ્યસ્થ સરકાર તરફથી પ્રસિદ્ધ થયો છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન અને સંરક્ષણ માટે કેવાં સાધનો આજે ઉપલબ્ધ છે તેની માહિતી તેમણે દેશ-પરદેશો પાસેથી મેળવી તેને પ્રયોજી છે! તૂટી જતાં પાનાંને પ્લાસ્ટિકના અસ્તરમાં સાચવી લેવાનું, ફોટોસ્ટાટ નકલ લેવાનું, માઈક્રોફિલ્મો કરાવી લેવાનું અને સંરક્ષણનાં સાધનો લગાડવાનું તેમનું જ્ઞાન મને આશ્ચર્યમુગ્ધ કરતું. જૈન સંપ્રદાયની પ્રથા પ્રમાણે ઉપાશ્રયમાં રાત્રિ દીપોત રખાય નહીં, કારણ કે તેનાથી હવામાં કરતાં અસંખ્ય જીવ-જીવાતની હિંસા થાય છે. પરંતુ મુનિશ્રીને તેમના કાર્ય માટે દિવસનો સમય ઓછો પડતો એટલે તેમણે શંકુ આકારના પૂંઠાના ભૂંગળા નીચે વીજળી ગોળો રાખી નીચે પડતા પ્રકાશથી રાતના લગભગ એક વાગ્યા સુધી તેમનું સંશોધન-લેખનકાર્ય ચાલુ રાખ્યું હતું, જેમાં અહિંસાવ્રતનો જરાય ભંગ થવા દીધા વિના વિદ્યોપાસના અખંડ જાળવી હતી. એમણે એક પછી એક જૈન ગ્રંથભંડારોની હસ્તપ્રતોની વ્યવસ્થા કરી તેના ગ્રંથકાર અને વસ્તુવિષયની વિગતોવાળી સૂચી (કેલિફોન) તૈયાર કર્યા છે તે એમનું યુગવત મહાભારત ધર્મકાર્ય છે અને તે માટે સમગ્ર ગુજરાત તેમનું ઋણું રહેશે. પ્રસન્નતા અને પૂર્વગ્રહરહિત અભેદભાવે વિશ્વને જેનારા મુનિવરમાં તેઓશ્રી અનન્ય છે. તેમને ભાવપૂર્વક મારી વંદના અર્પતાં હું ધન્યતા અનુભવું છું. પ્રાચીન ભારતીય સાહિત્ય દ્ધારક મુનિશ્રી ડો, નગીન જી. શાહ, અમદાવાદ વિદત્તા અને વિનમ્રતાનો સુભગ સંયોગ એટલે મુનિશ્રી પુણ્યવિજયજી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલ ભારતીય અસ્મિતાના પ્રાણભૂત પ્રાચીન સાહિત્યની ગુણવત્તા અને ઇયત્તાને પ્રગટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy