SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન [ ૪૭ લિપિશાસ્ત્રના તેમ જ અન્ય અનેક કળાઓના પારગામી અને પરીક્ષક એવા આ મુનિશ્રીમાં જ્ઞાનની ગંભીરતા સાથે વિનમ્રતા અને ઋજુતા એવી તો જામી ગઈ છે કે એક નાના બાળકને પણ એમની સાથે બેસી વાત કરતાં સંકોચ થતો નથી. એમનું વાત્સલ્ય અને કામ કરવાની અને ખી રીત કઈ પણ વિદ્વાનનો કે મળવા જનાર વ્યક્તિનો સંકેચ ક્ષણમાત્રમાં દૂર કરે છે. તેઓ સંપ્રદાયે જૈન હોવા છતાં સાંપ્રદાયિક સંકુચિતતાથી પર હોવાને કારણે વિશ્વમાં સૌ સંશોધક વિદ્વાનોનો પ્રેમ સંપાદન કરી શક્યા છે અને એ રીતે તેઓ એક વિશ્વમાનવ છે. આજે પણ ભારતના કે અન્ય પૂર્વ કે પશ્ચિમના કોઈ પણ વિદ્વાનને એમની સહાય મળવામાં કોઈ પણ જાતને અંતરય નથી નડતો. આવા માત્ર જૈન સંપ્રદાયના જ નહિ પણ આપણા દેશના અને અતિશયોક્તિ વિના આખા વિશ્વના પ્રાય વિદ્યા સંશોધનના રત્નને પરમકૃપાળુ પરમાત્મા સ્વાર્થ અને દીર્ઘ આયુષ્ય આપે એ જ પ્રાર્થના. તિ શમ્ | પૂ. પુણ્યવિજયજીની વિદ્યા સાધના ડૉ. પ્રબોધ બેચરદાસ પંડિત, દિલ્હી આપણી સાધુસંસ્થાના સભ્યો સાથે મારો પરિચય નહિવત ; જે થોડે પરિચય તેને સંદર્ભ પણ જુદો : બાળપણથી અમે સાધુઓને મારા પિતાજી પાસે અભ્યાસ કરવા આવનાર વ્યક્તિ તરીકે છે. એમને વિદ્યાપ્રેમી અને સંશોધક તરીકે જ ઓળખવાને અમારા બાળપણના સંસ્કાર; સ્વાભાવિક રીતે જ, બહુ ઓછા સાધુઓ સાથે આ ભૂમિકાએ પરિચય કેળવી શકાય. મેં પૂ. પુષ્યવિજયજી મહારાજને એક વિદ્યાપ્રેમી અને સંશોધક તરીકે જ જોયા અને ઓળખ્યા છે. હું હાઈસ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા પિતાજી સાથે પાટણ જવાનું બન્યું. ઐતિહાસિક નગર, પ્રાચીન અવશેષો અને જ્ઞાનભંડારો એવાં અનેક આકર્ષણ. પિતાજીને પૂ. ચતુરવિજયજી અને પૂ. પુણ્યવિજયજી મહારાજને મળવાનું કામ. આચાર્ય હેમચંદ્રની પરંપરા અને જ્ઞ સંદર્ભમાં એ વિશિષ્ટ સાધુઓ સાથે મારો પ્રથમ પરિચય. પછી તો, મારા પિતાજી સાથે અને એકલા, પૂ. પુણ્યવિજયજી મહારાજને મળવાનું અનેક વાર થયું છે; મારામાં પરંપરામાન્ય ધાર્મિક સંસ્કારોનો અભાવ, વંદના કરતાં કે સુખશાત પૂછતાં પણ આવડે નહીં, છતાં પૂ. પુણ્યવિજયજી મહારાજે મને કદાપિ એવું લાગવા દીધું નથી કે હું બહારનું છું કે મારા વર્તનમાં કંઈ ઊણપ છે. મારા વિદ્યાભ્યાસમાં એમણે રસ લીધે છે એટલું જ નહિ, પણ એમએ. થયા પછી ભાષાવિજ્ઞાનના અભ્યાસાર્થે વિલાયત જવા માટે એમના થકી મને સહાય પણ મળી છે. આ બધું, વિદ્યાના તાંતણે જ બંધાયેલું; આગમોના સંપાદનમાં, સંપાદન પદ્ધતિમાં, શબ્દોના અર્થો અને વ્યુત્પત્તિઓમાં એમની દષ્ટિ અને મારી દૃષ્ટિમાં ઘણો ફરક અને એમને એની જાણ, છતાં ઉદારભાવે એમણે મારી પ્રવૃત્તિને હંમેશાં વેગ અને ટેકો આપ્યાં છે. વિદ્યાધનોમાં પણ આવી ઉદારતા વિરલ હોય છે. વિદ્યાક્ષેત્રે પૂ. પુણ્યવિજયજી મહારાજની કેટલીક નોંધવા જેવી–ગુજરાત જેને માટે ગૌરવ લે અને ઋણી રહે તેવી–સિદ્ધિઓનો ઉલ્લેખ અસ્થાને નહીં ગણાય; હું અહીં એમાંની બેનો ઉલ્લેખ કરું છું. જેસલમેરના ભંડારોની હાથપ્રતોની યાદીનું સંપાદન અને મધ્યકાલીન ગુજરાતી લખાવટનું અધ્યયન. જેસલમેરના જર્જરિત ભંડારો અને વેરવિખેર થઈ ગયેલી પોથીઓના ઢગલા–કોઠીઓમાં ભરેલી –જેણે જોયા હોય એમને જ પૂ. પુણ્યવિજયજી મહારાજના આ મહાભારત કામનો અંદાજ આવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy