SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨] જ્ઞાનાંજલિ પણ કરાવાય છે, જે એક જાતની પ્રાચીન કાળની પ્રકાશનપ્રવૃત્તિ કહેવાય. ઘણો નષ્ટ થઈ જતો ભારતીય પ્રાચીન વિદ્યાને વારસો આથી જ સચવાઈ રહ્યો છે. આજના યુગમાં મુનિ શ્રી પુણ્યવિજયજીની આ ક્ષેત્રમાં પ્રવૃત્તિ બહુમાન યોગ્ય થઈ છે. તેમની ગુરુ પરંપરામાં પ્રવર્તક મુનિ શ્રી કાન્તિવિજ્યજી, મુનિ શ્રી ચતુરવિજયજીએ આ દિશામાં જે પ્રવૃત્તિ આદરી હતી તે મુનિ શ્રી પુણ્યવિજયજીએ યશસ્વી રીતે આગળ વધારી છે. લીંબડી, પાટણ, ખંભાત, છાણું આદિના ભંડારોની વ્યવસ્થિતતા એમને આભારી છે. આ ભંડારોનાં વર્ણનાત્મક કેટલોગ, જે એમને હાથે તૈયાર થઈ પ્રકાશિત થયાં છે કે થવાની તૈયારીમાં છે, એ એમની ભારતીય પ્રાચીન વિદ્યાની એક મેટી સેવા છે. મુનિ શ્રી પુણ્યવિજ્યજીની આ પ્રવૃત્તિનું નવું ફળ તે અમદાવાદમાં શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ અને એમના બીજા ભાઈઓની ઉદાર સખાવતથી સ્થપાયેલું અને ચાલતું શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર છે. જેમાં એમના પિતાના ગ્રંથભંડાર ઉપરાંત બીજા અનેક હસ્તલિખિત ગ્રં સંગૃહીત થયા છે. ઉપરાંત, મહાને અને વિરલ ગણાય એ પુરાવતુસંગ્રહ પણ એમાં એમની દ્વારા થયેલ છે. મુનિ શ્રી પુણ્યવિજ્યજીને હાથે આટલી એક સેવા પણ વિદ્યાક્ષેત્રે મટી ગણાય. પરંતુ એથી પણ અદકી સેવા, એ જે રીતે પોતાની ઉદાર અને સૌજન્યભરી રીતે બીજા અભ્યાસીઓને અને સંશોધકોને આ બધી સામગ્રી સુલભ કરી આપે છે અને એમાં માર્ગદર્શન આપે છે એ છે. આ એમનું સંરક્ષણકાર્ય થયું. એમનું સંવર્ધનકાર્ય પણ એટલું જ ઉજજવલ છે. પ્રાચીનશિલીના અભ્યાસમાં નિષ્ણાત હોઈ પોતે આધુનિક સંશોધન અને વિવેચનની પદ્ધતિમાં પણ નિપુણ છે. એમનાથી થયેલાં પ્રાકૃત, સંસ્કૃત ગ્રંથોના સંપાદનોને, તેમાંના વિવિધ પ્રકારના શબ્દાનુક્રમોનો અને સંધનદષ્ટિથી તટસ્થભાવે લખાયેલા વિદ્વત્તાપૂર્ણ ઉપદ્યાતોને જે કઈ લાભ ઉઠાવે છે, તેનું માથું સહજ રીતે તેમના તરફ નમી પડે છે. આવી વિરલ વિભૂતિની દષ્ટિને લાભ વિદ્યાક્ષેત્રને સમૃદ્ધ બનાવ્યા કરે એ જ આ પ્રસંગે પ્રાર્થના હોય, અને સાથે સાથે એ પ્રાર્થને પણ હોય, કે એમની પરંપરા સાચવે એવા બીજા મુનિઓ પોતે તૈયાર કરતા રહે ! શ્રી પુણ્યને પુણ્યપરિચય પંડિત શ્રી બેચરદાસ જીવરાજ દોશી, અમદાવાદ જીવનમાં કેટલાક પરિચય વિશેષ સુખદાયક અને ચિરંતન સમય સુધી અવિસ્મરણીય કોટિના નીવડે છે, ત્યારે કેટલાક પરિચય જીવનને ધન્ય બનાવવાના સામર્થ્યવાળા પણ હોય છે. મારે માટે અને મારા કુટુંબ માટે શ્રી પુણ્યનો (એટલે કે આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજી મુનિરાજનો પરિચય ઉપર જણાવેલી બંને કોટિને એકસાથે સ્પર્શે એવો છે, એ મારો પોતાને જાત અનુભવે છે. આ વાત કાંઈ લેકમાં માત્ર જાહેર કરવાના રસથી નથી લખતો, પરંતુ શ્રી પુણ્યનો દીક્ષા પર્યાય ૬૧માં વર્ષમાં પ્રવેશે છે, એ પ્રસંગ માટે વડોદરામાં એક સુંદર સમારોહ થવાને છે. તે સમારોહ સમિતિના ઉત્સાહી વિદ્વાન ભાઈઓએ મને પત્ર લખીને સૂચવેલ છે કે આ પ્રસંગે તમારે જરૂર કંઈક લખી મોકલવું જોઈએ. એટલા માટે જ જે વાતને મારા પોતાના હૃદયમાં અત્યાર સુધી સંઘરી રાખી સંતોષ અને પ્રસાદ અનુભવતો રહ્યો છું, તેને અહીં શબ્દના રૂપમાં આલેખવા થોડોઘણે પ્રયાસ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy