________________
૨૮ ].
જ્ઞાનાંજલિ ગચ્છ અને સંઘાડાઓ વચ્ચે, એક યા બીજા કારણે, નાની કે મોટી ખટપટ ચાલતી મેં જોઈ છે. પણ મુનિ શ્રી પુણ્યવિજયજીને મેં ક્યારેય કોઈના પ્રત્યે કટુતા અનુભવતા જોયા નથી. જેઓ સાવ રૂઢિચુસ્ત અને સંકુચિત વૃત્તિના હોય તેમના પ્રત્યે પણ તેમના મનમાં ડંખ મેં જોયો નથી. અને જેઓ વધારે પડતી છૂટ લેનાર હોય તેમના પ્રત્યે પણ તુચ્છતાની લાગણું સેવતા મેં તેમને અનુભવ્યા નથી. ઊલટું પિતાની પાસે કાંઈને કાંઈ આશ્રય લેવા આવનારને એમણે ઉદાર દષ્ટિએ નભાવ્યા છે, અને ધર્મના ઉપબૃહણ. અંગનું પોષણ જ કર્યું છે. આ રીતે જોતાં હું એમને “પુણ્યચરિત” એવું સાર્થક વિશેષણ આપવા લલચાયો છું.
સત્ત્વગુણપરિપૂર્ણ સમદર્શી જીવન
મુનિ શ્રી જિનવિજયજી, ચંદેરિયા મુનિવર શ્રી પુણ્યવિજયજી મહારાજના એકાંત જ્ઞાનોપાસક પુષ્યમય જીવનના સહવાસનો વિશેષ લાભ મને ઘણું લાંબા સમય સુધી મળે છે. પરંતુ એ બધાં સ્મરણો એટલાં બધાં વિસ્તૃત છે કે જેમનું આલેખન કરવાને અહીં અવકાશ નથી. એક પ્રકારે મહારાજશ્રી અને હું નાનપણના સાથી છીએ. જે મહાન સાધુ શ્રેષ્ઠ, સ્વ. પૂજ્યપાદ, પ્રવર્તક શ્રી કાતિવિજયજી મહારાજના પરમપ્રિય પ્રશિષ્ય હોવાને કારણે શ્રી પુણ્યવિજયજી મહારાજે એમના વાત્સલભર્યા જે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે, તે જ પૂજ્યપાદ પ્રવર્તકજી મહારાજના કરણપૂર્ણ આશીર્વાદ મેળવવાનું મને પણ કિંચિત સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. અમે બન્ને વર્ષો સુધી સાથે રહ્યા છીએ, સાથે વિહાર કર્યો છે, સાથે વિદ્યાધ્યયન પણ કર્યું છે; અને પાટણના જેન ભંડારોમાં રહેલા ગ્રંથોનું અવલોકન, પ્રશસ્તિ લેખન આદિ કાર્ય પણ સાથે રહીને કર્યું છે. પ્રાચીન ગ્રંથોના સંશોધન અને સંપાદન આદિનું પ્રારંભિક કાર્ય પણ અમે સાથે જ રહીને આરંવ્યું હતું.
શ્રી પુણ્યવિજ્યજી મહારાજના આંતર અને બાહ્ય બને દૃષ્ટિએ સમાન રૂપે નિર્મળ, નિવ્યંજ, વિશુદ્ધ, અનાડંબર અને સર્વગુણપરિપૂર્ણ જીવનનો હું વિશિષ્ટ સાક્ષી છું. એમના પરમસૌજન્યભરેલા સ્વભાવથી એમના સંપર્કમાં આવનાર જૈન અને અર્જુન એવા અનેક વિદ્વાનો પૂર્ણ પરિચિત છે. એમના જીવનનું એકમાત્ર પરમ લક્ષ્ય જ્ઞાનની ઉપાસના કરવાનું રહ્યું છે. એમણે નથી ક્યારેય કોઈપણ પદવી પ્રાપ્ત કરવાની અભિલાષા સેવી કે નથી ક્યારેય કોઈ સંઘ કે સમાજ તરફથી સંમાન પ્રાપ્ત કરવાની આકાંક્ષા રાખી. નથી એમણે કોઈ ધનવાનોને પોતાના ખાસ અનુરાગી બનાવવાની કશી લાલસા બતાવી કે નથી કોઈને પોતાના શિષ્યો બનાવવાની ભાવના વ્યક્ત કરી. બાહ્ય આચારની દૃષ્ટિએ પણ વર્તમાન સાધુસમાજમાં હું એમને એક શ્રેષ્ઠ સાધુ તરીકે માનું છું, તેમ જ પરમજ્ઞાન પાસક તરીકે પણ હું એમને સર્વશ્રેષ્ઠ વિધાન મુનિ સમજું છું.
આ પંક્તિઓ લખનાર વ્યક્તિએ પણ બરાબર ૬૦ વર્ષ પહેલાં અર્થાત મુનિ શ્રી પુણ્યવિજયજીએ જ્યારે દીક્ષા લીધી તેના બે માસ પૂર્વે એમના જ સંપ્રદાયના એક વૃદ્ધ મુનિ પાસે રાજસ્થાનના પાલી ગામમાં સાધુવેશ ધારણ કર્યો હતો.
જોકે એની અગાઉ, સાત વર્ષ પહેલાં, મેં ૧૩–૧૪ વર્ષની નાની વયમાં, માતાનો અને પરિવારનો મોહ છોડી, ત્યાગી જીવનની બે દીક્ષા લઈને મૂકી દીધી હતી. સર્વપ્રથમ વેદાદિ શાસ્ત્રોનું અધ્યયન કરવાની તેમ જ યોગાભ્યાસી બનવાની ઘેલછાને લીધે વિ. સં. ૧૯૫૮ના વૈશાખ માસમાં એક શૈવ સંન્યાસી મનાતા, કેવળ કાપીનને ધારણ કરનાર ખાખી બાવા પાસે ભૈરવી દીક્ષા લીધી હતી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org