________________
અભિવાદન
[ ૨૭ સમાન લાગે છે. તેમણે શાસ્ત્રો અને ભંડારોના મુખ્ય કેન્દ્ર ગણાતા ગુજરાત અને રાજસ્થાનનાં કેવળ પ્રસિદ્ધ શહેરોમાં જ જઈ તેમ જ રહી તે અંગે વ્યવસ્થિત કામ નથી કર્યું, પણ નજીક કે દૂર જ્યાં નાના ગામડામાં કે ઉપેક્ષિત એવાં સ્થળોમાં નાના-મોટા શાસ્ત્રસંગ્રહની વાત સાંભળી, ત્યાં પણ જાતે પહોંચીને તે શાસ્ત્રસંગ્રહ અંગે બધું જ ઘટતું કર્યું છે. આ બધું કામ અંગત શાસ્ત્રસંગ્રહ વધારવા માટે નહિ પણ તે તે ભંડાર અને શાસ્ત્રો વધારે સુરક્ષિત કેમ રહે અને વધારે સુલભ કેમ બને અને છતાંયે એમાંથી કશું ગુમ ન થાય એ દૃષ્ટિએ તેઓએ કામ કર્યું છે. અને આ કામ એટલું બધું વિશાળ, મસાધ્ય અને કંટાળો ઉપજાવનારું છે, છતાં એમણે એ પ્રસન્ન ચિત્તે કર્યું છે. સ્થાનકવાસી, મૂર્તિપૂજક કે ઇતર પરંપરાના અનેક સાધુઓએ કે વિદ્વાનોએ મળીને પણ જે, જેવું અને જેટલું કામ નથી કર્યું છે, તેવું અને તેટલું કામ એકલે હાથે મુનિશ્રી પુણ્યવિજયજીએ કર્યું છે; અલબત્ત, પ્રારંભિક વર્ષોમાં તેમના ગુરુશ્રી મુનિ ચતુરવિજયજી અને દાદાગુરુશ્રી પ્રવર્તક શ્રી કાંતિવિજયજી સહાયક અને માર્ગદર્શક હતા જ.
સૂચિપત્રો–મુનિશ્રીએ નાનામોટા સંખ્યાબંધ ભંડારોની હસ્તલિખિત પ્રતિઓનું એક એક પાનું જોઈ એ અસ્તવ્યસ્ત પ્રતિઓને પણ સુસંગત કરી છે. તેના યોગ્ય સંરક્ષણ માટે વેન્ટનો અને ડાબડાઓની સગવડ પણ કરી છે. વધારામાં, એ અનુભવના આધારે, તેમણે અનેક તા કાગળની પ્રતિઓનાં આધુનિક ઢબે, ઉપયોગિતાની દૃષ્ટિએ, અનેક સૂચિપત્રો તૈયાર કર્યા છે અને કેટલાંક છપાવ્યાં પણ છે, જેને લાભ દેશવિદેશના વિદ્વાને અને કેલરે સરળતાથી લે છે.
આધુનિક સગવડને ઉપયોગ–પ્રાચીન કે અર્વાચીન લિખિત હજારો પોથીઓ મૂળ સ્વરૂપમાં દષ્ટિ સમક્ષ આવે અને એને વ્યાપક ઉપયોગ થઈ શકે એ દૃષ્ટિથી તેમણે માઇક્રોફિલ્મ અને ફોટોસ્ટેટકૅપી દ્વારા સંખ્યાબંધ પ્રતિઓને સર્વસુલભ બનાવવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે, જે સુવિદિત છે.
સંગ્રહવૃત્તિ–આ ઉપરાંત એમણે જ્યાંથી પણ લભ્ય હોય ત્યાંથી નવનવાં શાસ્ત્રો અને નવનવા વિષયોના ગ્રંથને (પછી તે લિખિત હોય કે મુકિત) સંગ્રહ પણ સારી પેઠે કર્યો છે.
ઔદાર્ય–આ સંગ્રહ ઉપર પણ એમણે અંગત માલિકીને ભાવ પડ્યો નથી, પણ જેને જેને ઉપયોગ હોય, તે બધાને ઉદારતાપૂર્વક પૂરા પાડવાની વૃત્તિ સતત પોષી છે, જે મેં અન્યત્ર ભાગ્યે જ જોઈ છે.
સપણ–આજ સુધીના પોતાના અંગત સંગ્રહનો મહામૂલ્ય અને દુર્લભ જેવો ભાગ એમણે સર્વ ઉપગની દષ્ટિએ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જેવી સાર્વજનિક સંસ્થાને અર્પિત કર્યો છે, અને તેમાં સતત ઉમેરે કરતા જ જાય છે.
સંપાદન અને ધીરજ-મુનિશ્રી પુણ્યવિજ્યજીએ એકલા અને બીજાના સોગમાં અનેક ગ્ર પ્રકાશિત કર્યા છે. એમના સંપાદનની વિશેષતા એ છે કે તેમાં આધુનિક સ્કોલરને જોઈતું બધું જ સરળતાથી મળી આવે એવાં પરિશિષ્ટ હોય છે. આ કામ જેટલી ધીરજ અને સ્પષ્ટ દૃષ્ટિની અપેક્ષા રાખે છે. તેટલી ધીરજ અને તેટલી સ્પષ્ટ દૃષ્ટિ તેમને સ્વાભાવિક છે. તેથી તેમની પાસેથી કામ લેવું હોય તો એ કામ લેનારે પણ એટલી જ ધીરજ અને એટલી જ ઉદારતા કેળવવાનું કઠણ કાર્ય કરવું જોઈએ, એ સહેજે ફલિત થાય છે.
સદા પ્રસન અને નિર—તમે જ્યારે પણ મુનિશ્રીને મળો ત્યારે તમને એક જ વાત દેખાશે કે તેઓ સમ-વિષમ બધી પરિસ્થિતિમાં પ્રસન્ન યા અન્તર્મુખ દષ્ટિ હેય એવા જ જણાવાના. અનેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org