SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ લીંબડી જ્ઞાનભંડારનું અવલોકન” પ્રસ્તુત પુરાતન હસ્તલિખિત જૈન જ્ઞાનભંડારનું અવલેાકન લખવા પહેલાં તેવા પ્રાચીન જ્ઞાનભુંડારાની સ્થાપના અને તેના રક્ષણને લગતા કેટલાક પરિચય આપવા એ અસ્થાતે ન જ ગણાય. જ્ઞાનભંડારાની સ્થાપના પુરાતન હસ્તલિખિત તાડપત્રીય, ૧કપડાનાં તેમ જ કાગળનાં રપુસ્તકોના અંતમાં દષ્ટિગૅાચર થતા અનેક નાના-મેટા ઉલ્લેખા તથા આચાર્યં ઉદયપ્રભકૃત ધર્માભ્યુદય ( વરતુપાલચરિત્ર ), પ્રભાવચરિત્ર, જિનકૃત વસ્તુપાલચરિત્ર, કુમારપાલપ્રભધ, સુકૃતસાગર મહાકાવ્ય, ઉપદેશતર’ગિણી આદિ ઐતિહાસિક ચરિૠથા, કુમારપાલરાસ, વસ્તુપાલ-તેજપાલરાસ આદિ ઐતિહાસિક રાસાએ તેમ જ છૂટક જૂનાં પાનાંઓમાં મળતી વિવિધ નાંધાને આધારે સ્પષ્ટ રીતે જાણી શકાય છે કે દરેક ગચ્છના સમર્થ જ્ઞાનપ્રિય આચાર્યાદિ મુનિવના ઉપદેશથી કે પેાતાના * સદ્ગત પૂ. મુનિ શ્રી ચતુરવિજયજી મહારાજે સ’પાદિત કરેલ ‘ લીંબડીના જૈન જ્ઞાનભંડારાની હસ્તલિખિત પ્રતિઓના સૂચિપત્ર'ના પરિચય-લેખ. ૧. કપડા ઉપર લખાયેલ પુસ્તક વિરલ જ જોવામાં આવે છે. પાટણુના સંધના ભડારમાં કપડા ઉપર લખેલ એ પુસ્તકા છે, જેમાંનું એક સંવત ૧૪૧૮માં લખેલું ૨૫×૫ ઇંચના કદવાળાં ર પાનાંનુ છે. સામાન્ય ખાદીના કપડાના બે ટુકડાને ચાખાની લહીથી ચાડી તેની બન્ને બાજુએ લહી ચાપડી અકીકના અગર તેવા કોઈ પણ ધૂટાથી ઘૂંટી તેના ઉપર લખવામાં આવેલ છે. આ સિવાય અન્ય ભંડારામાં કવચિત્ કવચિત્ તે તે ગામના સંધે તે તે સમયમાં વિદ્યમાન આચાર્યાદિ ઉપર મેાકલાવેલ ચામાસાની વિજ્ઞપ્તિના તેમ જ સાંવત્સરિક ક્ષમાપનાના સચિત્ર પટા, કર્મગ્રથનાં યા, નવપદ-પંચપદની અનાનુપૂર્વી, સૂરિમંત્રાદિના પટા આદિ પણ કપડા ઉપર લખેલ જોવામાં આવે છે. આ સર્વે એકવડા કપડાને ઉપરની જેમ તૈયાર કરી લખેલ હેાય છે. ૨. જૈન પુસ્તકો તાડપત્ર, કાગળ અને કપડા ઉપર જ લખાયેલાં મળે છે; તે સિવાય ભેાજપત્ર, કુળપત્ર આદિ ઉપર લખાયેલ મળતાં નથી; તેમ તેના ઉપર લખાયાને સંભવ પણ નથી, માત્ર યતિના . . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy