SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨] જ્ઞાનાંજલિ અર્થશાસ્ત્રમાં મળતું ન હોવાથી આપણે એ માનવું જ રહ્યું, કે આપણે ત્યાં પ્રાચીન કાળમાં કૌટિલીય અર્થશાસ્ત્ર ઉપરાંત પ્રાકૃત ભાષામાં રચાયેલું “અર્થશાસ્ત્ર” પણ હતું. આવો જ એક બીજો પ્રાકૃત ઉલ્લેખ, આચાર્ય શ્રી અભયદેવસૂરિકૃત નવાંગીત્તિ આદિ ગ્રંથોનું સંશોધન કરનાર શ્રી દ્રોણાચાર્યવિરચિત મોવનિયુધિત વૃત્તિમાં પણ આવે છે, જે પ્રાકૃત ભાષામાં કોઈ બીજુ “અર્થશાસ્ત્ર” હોવાની માન્યતાને દઢ કરે છે. આ ગ્રંથના ત્રીજા ગંધર્વદત્તા લંબકમાં ચારુદત્તની વેપાર માટેની મુસાફરીનું વર્ણન છે. તેમાં અજપથ, શંકુપથ, પક્ષિપથ આદિ જેવા માર્ગો આવે છે, જેનું વિસ્તૃત વર્ણન સૂત્રકૃતાંગસૂત્રના અગિયારમા અધ્યયનમાં તે તે માર્ગોનું એના સ્થળનિર્દેશ સાથે વર્ણન છે. ચારુદત્તની આ મુસાફરીનું વર્ણન ઘણું રસપૂર્ણ છે, જે જાણવા ઇચ્છનારે વછુટી ગ્રંથ અથવા ડે. સાંડેસરાએ કરેલું એનું ભાષાંતર જોવું જોઈએ. આ કથા-ગ્રંથ હિંડ-મુસાફરીને લગતો હોઈ એમાં જુદી જુદી ઘણી જાતની માહિતી છે. mવિના ગ્રંથ સાંસ્કૃતિક દૃષ્ટિએ ઘણો જ મહત્ત્વનો છે. આ ગ્રંથ માનવઅંગેની વિવિધ ચેષ્ટાઓ અને ક્રિયાઓને આધારે ભૂત-ભવિષ્ય-વર્તમાન પ્રશ્નાદિ અંગે ફલાદેશ કરતો હોઈ એમાં માનવઅંગોનું સેંકડો રીતે સૂક્ષ્મ વિભાજન અને વર્ણન કરવામાં આવ્યું છે, એટલે અંગશાસ્ત્રના જ્ઞાતાઓની દષ્ટિએ આ ગ્રંથ મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત માનવની પલાંઠી વાળવી, બેસવું, ઊઠવું, જવું, ઊભા રહેવું, નીકળવું, પડવું, સુવું, પ્રશ્ન કરો, નમન કરવું, રેવું, હસવું, શોક કરે, આક્રંદ કરવું આદિ વિવિધ ક્રિયાઓના પ્રકારે દર્શાવેલા છે. અર્થાત પલાંડીને બાવીસ, બેસવાના બત્રીસ, ઊભા રહેવાના અઢાવીસ ઇત્યાદિ પ્રકારો બતાવેલા છે. મનુષ્યજાતિ સાથે સંબંધ ધરાવતા ગોત્ર, નામ, સગપણ, રતિવિલાસ, વેપાર, ગામ, નગર, પ્રાકાર, ઘર, શાલા, જલયાન, થલયાન વાહન. શયન, આસન, ભાજન, ભોજન, પેય, વસ્ત્ર, આભૂષણ, અલંકાર, તેલ, ઉત્સવ, રેગ, સિક્કાઓ આદિ વિશે વિભાગશઃ વિસ્તૃત ઉલ્લેખો છે, જે આપણને કેટલીયે નહિ જાણેલી વિગતો સ્પષ્ટ રીતે પૂરી પાડે છે. દા.ત., સિક્કાઓમાં વત્તા સિક્કાનું નામ આવે છે; તે આજ સુધી બીજે ક્યાંય જોવામાં નથી આવ્યું. આવામાં વપરાયેલે માયા શબ્દ આ ગ્રંથમાં મળી આવે છે. તિર્યજાતિ સાથે સંબંધ ધરાવતા પશુ-પક્ષી, સૂક્ષ્મ જીવજંતુ અને વૃક્ષ-લતા-ગુલ્મ-ફલ-ધાન્ય આદિ વનસ્પતિના વિવિધ પ્રકાર અને નામો પૂરાં પાડે છે. પ્રાચીન કાળમાં આપણે ત્યાં પ્રાણીશાસ્ત્રીઓ અને વનસ્પતિશાસ્ત્રીઓ આ વિશેનું કેવું જ્ઞાન ધરાવતા હતા, એ આપણને આથી જાણવા મળે છે. પ્રજ્ઞાવનોવાં સૂત્રમાં પણ આ વિષયને લગતી ઘણી જ માહિતી છે. અહીં ઉદાહરણ તરીકે ત્રણ ગ્રંથોમાંની વિગતો નોંધવામાં આવી છે. આ જ રીતે પ્રત્યેક જૈન આગમમાંથી આપણને અનેક વિષયને લગતી વિવિધ સામગ્રી મળી આવશે. જૈન કથાસાહિત્ય આપણા ચાલુ જીવન-વ્યવહાર સાથે સંબંધ ધરાવતી અનેક વસ્તુઓ પૂરી પાડે છે. તે તે યુગની પ્રજાની સાંસ્કૃતિક સંપત્તિ શી હતી, રીત-રિવાજે કેવા હતા, જીવનસરણી કેવી હતી, તે તે યુગની પ્રાદેશિક વ્યવસ્થાઓ, રાજ્યવ્યવસ્થાઓ, લેકવ્યવસ્થાઓ કેવી હતી, એની માહિતી આપણને આમાંથી મળી આવે છે. આપણે ત્યાં પ્રાચીન કાળમાં જન્મોત્સવ, વિવાહોત્સવ આદિ વિશે શી શી રીત હતી, વિવાહિત વરકન્યા, ઘરને વહીવટ સ્વીકારતા પુત્રો, રાજ્યારોહણ કરતા રાજપુત્રો અને પ્રજા, આચાર્યપદ સ્વીકારતા આચાર્યો અને મુનિગણ આ સર્વને માટે શિક્ષાના પ્રકારો શા હતા વગેરે ઘણું ઘણું મળી આવે છે. આજની આપણી પ્રજાના જીવનઘડતર માટેની ઘણી સામગ્રી આ કથાસાહિત્યમાં વર્તમાન છે, જેનું સાંસ્કૃતિક દૃષ્ટિએ અધ્યયન કરી નવીન દષ્ટિએ આલેખવામાં આવે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy