________________
પુણ્યશ્લોક મહામાત્ય વસ્તુપાલના અપ્રસિદ્ધ શિલાલેખા તથા પ્રાતિલેખા
[ ૩૨૩
આજે પ્રચુરમાત્રામાં ઉપલબ્ધ થતી પુણ્યલેાક મહામાત્ય વસ્તુપાલસ ંબંધિત સમગ્ર સામગ્રીને જોતાં તે વીરગાથા, દાનગાથા, ધર્મગાથા અને વિદ્યાગાથાના સાચે અધિકારી હતા એમ સ્પષ્ટ જણાય છે. આ હકીકતને ટૂંકમાં પરિચય આ પ્રમાણે છે :
અન્યાન્ય યુદ્ધમાં સફળ યેદ્દા તરીકેની કામગીરી, શ`ખનૃપ આદિ રાજાઓને પરાજય કરવા તેમ જ બુદ્ધિ-શક્તિથી રાજ્યવહીવટનુ' સ`ચાલન : આ વસ્તુને વસ્તુપાલની વીરગાથા કહી શકાય.
દીન-હીન-દુઃખી જનોને અનુકપાાન આપવું, સાર્વજનિક ઉપયાગ થાય—લાભ લેવાય—તેવાં સ્થાના દા.ત., કૂવા, વાવા, તળાવા, પરા, સત્રાગારે-સદાત્રતા વગેરે બધાવવાં અને વિદ્યાના બહુમાનરૂપે વિદ્વાનેાને પુરસ્કારરૂપે ભક્તિભાવપૂર્વક દાન આપવું...આ વસ્તુને વસ્તુપાલને દાનધર્મ
હી શકાય.
આબુ-દેલવાડાનાં વિશ્વવિખ્યાત 'દિરનું નિર્માણુ; શત્રુંજય ઉપર ઇન્દ્રભ’ડપ, નંદીશ્વરાવતાર, રત’ભ નકતીર્થંવતાર, શકુનિકાવિહારાવતાર, સત્યપુરતીર્થાંવતાર, ઉજ્જય તાવતાર, અવલોકન સાંભ-પ્રદ્યુમ્નઆંબાનામકગિરનારશિખરચતુષ્ટાવતારનાં પ્રતીકરૂપે તે તે તીર્થાદિનું નિર્માણ; ગિરનાર ઉપર અષ્ટાપદાવતાર, સમ્મેતશિખરાવતાર, શત્રુજયાવતાર. સ્તંભનકતીર્થાંવતારના પ્રતીકરૂપે તે તે તીર્થનું નિર્માણ; ધાળકા વગેરે થળેામાં નવીન જિનમંદિરનું નિર્માણ, શ્રીપ ચાસરપાજિનમંદિર (પાટણ), શ્રીપા જિનમંદિર તથા શ્રીયુગાદિજિનમંદિર (ખંભાત); વ્યાઘ્રપલ્લી-વાઘેલનું જિનમંદિર, શ્રીદીધરજિનમંદિર તથા અંબિકામ`દિર (કાસદ્ધદતી); વલભી(વળા)નું શ્રીયુગાદિજિનમંદિર આદિ અનેક જિનમદિરાને જર્ણોદ્વાર; અનેક જિનમદિરામાં વિવિધ જિનબિએનું પ્રતિષ્ઠાપન; ધોળકા, ખંભાત વગેરે સ્થળામાં નવા ઉપાશ્રયેાનું નિર્માણુ; ભરૂચ વગેરે થળેાનાં મંદિરમાં સુવર્ણદંડાદિ ચડાવવા; શત્રુંજય, ઉજ્જય તાર્દિક અનેક તીર્થંની અનેકશઃ યાત્રાએ કરવી; સાત ગ્રંથભંડારા લખાવવા——આ બધી હકીકતાને વસ્તુપાલની ધર્મગાથા કહી શકાય.
માળવા સુભટવર્મા નામના રાજા ડભોઈના વૈદ્યનાથના શિવાલયના સુવર્ણ કલશે! લઈ ગયા હતા તેના સ્થાનમાં વસ્તુપાલે નવા સુવર્ણ કલશ સ્થાપ્યા↑ હતા; ખંભાતમાં ભીમનાથના શિવાલયમાં સુવર્ણ - દંડ અને સુવર્ણ કલશ ચઢાવ્યા?; ભટ્ટાદિત્ય-સૂર્યની પ્રતિમાના સુવર્ણ મુકુટ કરાવ્યા અને તે જ ભટ્ટાદિત્યની પૂજા માટે વક નામના વનમાં ફૂંા કરાવ્યા; સ્વયંભૂ વૈદ્યનાથનું અખ`ડમંડપવાળુ શિવાલય બંધાવ્યું;પ બકુલાદિત્ય-ના મદિરમાં ઊંચા મંડપ કરાવ્યો; ધાળકામાં રાણકભટ્ટારકના મદિરા Íહાર કરાવ્યો;૭ પ્રભાસમાં સામનાથની ભક્તિપૂર્વક પૂજા કરી;૯ નગરા ગામમાં સંવત ૯૦૩ની સાલમાં અતિવર્ષાને લીધે પડી ગયેલા સૂર્યમંદિરમાં પત્ની રત્નાદેવીની મૂર્તિ તૂટી ગઈ તાષ્ટિતેથી તેના સ્થાને પેાતાની પત્ની લલિતાદેવીના પુણ્યસૌભાગ્યનિમિત્તે સંવત ૧૨૯૨માં રત્નાદેવીની
તિ બનાવી, જે સંબધી શિલાલેખ' આજે પણ સુરક્ષિત છે, તેમ જ વસ્તુપાલ તરફથી રાજ ૧--૭. આ સાત ટિપ્પણીઓવાળી હકીકતા ઠક્કર અરસિંહકૃત સુકૃતસંકીર્તન, આચાર્યશ્રી ઉદ્યપ્રભસૂરિરચિત કીર્તિ કલ્લોલિની, શ્રીનરેન્દ્રપ્રભસરિરચિત વસ્તુપાલપ્રશસ્તિ આદિ વસ્તુપાલના સમયની જ રચનાઓમાં સવિસ્તર વર્ણવેલી છે.
૮. આ હકીક્ત ગૂર્જરેશ્વરપુરાહિત સામેશ્વરદેવરચિત કાર્તિકૌમુદીમાં મળે છે.
૯. જુએ એનાફ્સ આક્ શ્રી ભાંડારકર એરિએન્ટલ રિચર્સ ઇન્સ્ટિટયૂટ-પૂના : વા. ૯, પૃષ્ઠ ૧૮૦, લેખ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org