SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ ] જ્ઞાનાંજલિ ગુરુશ્રી અને ગુરુશ્રીએ આપેલ ત્યાગ-વૈરાગ્યના બળે મેં મારા મનને રવસ્થ કરવાનો અને યથાશક્તિ સંયમમાર્ગની આરાધના કરવા સાથે જ્ઞાનભકિત અને અધ્યયન-સંશોધનની સાધના દ્વારા ચિત્તને એકાગ્ર અને ગ્લાનિમુક્ત કરવાનો પ્રયત્ન કર્યો. શાસનના પ્રાણ સમા અને જૈન સંસ્કૃતિના અમૂલ્ય વારસા સમા આપણું પ્રાચીન શાસ્ત્રગ્રંથ તેમ જ આપણા દેશના પ્રાચીન સાહિત્યની સાચવણી, એના સંશોધન-સંપાદન અને જ્ઞાનભંડારોની સુવ્યવસ્થા અને સ્થાપનાનું કામ મારા આ બંને ઉપકારી વડીલને કેટલું પ્રિય હતું, તે કેવળ હું કે અમારા સમુદાયનાં સાધુ-સાવીઓ જ નહીં, પણ તેઓના પરિચયમાં આવનાર જૈન-જૈનેતર વિકાને પણ સારી રીતે જાણે છે. મારે કહેવું જોઈએ કે જ્ઞાનસેવા અને જ્ઞાનોદ્ધારના તેઓના આ વારસાએ મને જીવનમાં ખૂબ સધિયારો આપ્યો છે, અને મારા ચિત્તને સદા પ્રસન્ન રાખ્યું છે. એક અદનો વારસદાર પોતાના વડીલે કે પૂર્વપુરુષ પાસેથી આથી વધારે સારો વારસો મેળવવાની શી અપેક્ષા રાખી શકે ? મને તો એમ જ લાગે છે કે આજે પણ એ બન્ને પુણ્યચરિત પૂજ્યની કૃપા મારા ઉપર સતત વરસી રહી છે. જ્ઞાનેદ્ધારનું કાર્ય પૂજ્ય દાદાગુરુશ્રી શાસ્ત્રોદ્ધારના કામમાં એવા તો ઓતપ્રોત બની ગયા હતા કે જાણે એ એમનું જીવનકાર્ય કે એમને જીવન-આનંદ જ ન હોય ! પૂર્વાચાર્યો અને અન્ય વિદ્વાનોએ મહાશ્રમ અને સાધનાપૂર્વક રચેલ પ્રાચીન-અર્વાચીન સ્વદર્શનના કે ઇતર ગ્રંથોની રક્ષા, એના મૂલ્યાંકન, લેખન આદિ બાબતમાં તેઓ ખૂબ ઊંડા ઊતર્યા હતા. એમની આવી અવિહડ જ્ઞાનપ્રીતિને લીધે જ આજથી આશરે પોણોસો વર્ષ પહેલાં (વિ. સં. ૧૯૫૨માં) વડોદરામાં શ્રી આત્માનંદ જેન જ્ઞાનમંદિરનીઅને કેટલાંક વર્ષે છાણીમાં છીણી જ્ઞાનભંડારની સ્થાપનાની પ્રેરણા આપી હતી. આ જ્ઞાનભંડારોમાં નવ હજાર ઉપરાંત ગ્રંથેનો સંગ્રહ છે, જેમાં તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી, એમ બંને પ્રકારની પ્રતો છે. એમાં પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, રાજસ્થાની, ગુજરાતી આદિ ભાષામાં રચાયેલ શાસ્ત્રીય ગ્રંથો ઉપરાંત વ્યાકરણ, કાવ્ય, કેષ, છંદ, અલંકાર, નાટક, આયુર્વેદ, શિલ્પ, જ્યોતિષ જેવા વિવિધ વિષયના તેમ જ જુદાં જુદાં દર્શને આવરી લેતા ગ્રંથોનો વિપુલ અને બહુમૂલ સંગ્રહ છે. આ ભંડારોમાં આવી નિર્ભેળ જ્ઞાનોપાસનાની વ્યાપક દૃષ્ટિએ જ ગ્રંથેનો સંગ્રહ કરવામાં આવેલ હોવાથી એ દેશ-વિદેશના જૈન અને જૈનેતર વિદ્વાનોને માટે સમાન રીતે ઉપયોગી અને ઉપકારક બની શક્યા ૧. આ જ્ઞાનમંદિરની સ્થાપના અંગે પ્રોસિડિંગ બુકમાં જે નોંધ સચવાઈ રહી છે, તે નીચે મુજબ છે : અહ. પરમપૂજ્ય જૈનધર્માચાર્ય ૧૦૦૮ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી-આત્મારામજી મહારાજ કૈલાસવાસી થવાથી તેમની યાદગીરી રાખવા માટે વડોદરામાં થયેલી જાહેરસભા-સં. ૧૯૫રના જેઠ સુદિ ૧૧ રવિવાર તા. ૨૧ જૂન સને ૧૮૯૬ના રોજ પૂજ્ય મુનિરાજ શ્રી કાંતિવિજયજી મહારાજની અધ્યક્ષતામાં જૈનો (અ) જૈનેતરો, વડોદરા શહેરમાં વિદ્યાધિકારી, વિદ્વાનો, નાગરિકોની જાહેરસભા જાનીશેરીની પૌષધશાળામાં મળી હતી. તે સભામાં તે વખતના પૂજ્ય મુનિરાજ શ્રી કાંતિવિજયજી મહારાજની પ્રેરણાથી શ્રી આત્મારામજી મહારાજના નામથી ફ્રી જૈન લાયબ્રેરી સ્થાપવામાં આવે તે તેમાં મગનલાલ ચુનીલાલ વૈધે પોતાને સરકારમાંથી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ મહારાજે કુમારપાળપ્રબંધનું ભાષાંતર તેમના ફરમાન મુજબ કરવાથી પરિતોષિક-ઇનામ દાખલ ભળેલી રકમમાંથી રૂ. ૫૦૧) આપવાની ભાવના તેમના પિતાશ્રીની સંમતિથી દર્શાવી તે વધાવી લેવામાં આવી, અને આત્માનંદ જૈન જ્ઞાનમંદિરની સ્થાપનાનો નિર્ણય કરવામાં આવ્યો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy