________________
જ્ઞાનાંજલિ કાતંત્ર વ્યાકરણના પ્રથમ પાટની પાટી આ રીતે ગઠવવામાં આવે છે –fસો વરા, સમमनाया, त्रे चतुर कदसिया, दौ सवेश, दशे समाना, तेखु दुघवा, वरणो वरणो, नशि सवरणो, पुरवोरक्खा, पारो दर्धा, सारोवरणो, विणजे नाभि, इकरादेणि, संध्य कशंणि, कादि नाउं, विण जे नाभि, ते वरगा पंचो पंचिआ, वरगां णाउ, प्रथम दिवटिया, श्री शखो सारांशिया, गोरागोख, वतोरणे, अनुसार शंखा, निनांपिनमः अंघासंधा, जेरेलव्वा, उखमण शंखोषाहा ।
ઉપર ITએ ૩ નમ: સિદ્ન આદિની જે પાટી જણાવી છે તેને સૌ કેઈ ગેખે ગેખાવે જાય છે, પણ કોઈને આખી જિંદગીમાંય ખબર નથી પડતી કે આ શું છે ? આ પાટીમાં કોઈ કઈ અંશ મને સ્પષ્ટ નથી સમજાતો તેમ છતાં એ પાટી જોડણીરૂપ છે એ સ્પષ્ટ દેખાય છે. જેમ કે– પ્રારંભમાં બે લીટી છે, તે પછી ભલે મીંડું અને બે પાણ છે. પછી ચોટલીવાળે ઉકાર છે. (દેવનાગરી લિપિમાં ઉકાર ઉપર પાંખડું તાણવાથી એકાર બને છે. જેમ કે ૩. તેના ઉપર અર્ધચંદ્રાનુસ્વારરૂપ પોઢિયે બેઠો છે. તે પછી વીંટલારૂપ ન છે, આગળ જ છે અને તેને આગળ બે લાડવારૂપ વિસર્ગ છે. પછી સુ છે અને તેની પાછળ કુંડાળીરૂપ હસ્વ પ્રકાર છે, તે પછી માં ઘ જોડેલો છે. એના ઉપર અનુસ્વારરૂપ છોકરો બેઠે છે. આગળ પૂર્ણવિરામસૂચક લીટી છે જે ઢંની સાથે જોડાઈ ગયેલ હેવાથી ઉપર બેઠેલ અનુસ્વારરૂપ છોકરાએ હાથમાં ડાંગ પકડેલી હોય તેવી લાગે છે. ઇત્યાદિ વિચાર કરતાં એ સ્પષ્ટ જણાય છે કે આ પાટી જોડણીરૂપ અને લિપિના આકારસૂચક છે.
કાતંત્ર વ્યાકરણનાં સુવાળી પાર્ટી મૂળ સૂનું રૂ૫ વિકૃત થઈને બનેલી છે. વાસ્તવમાં એ सिद्धो वर्णसमाम्नायः । तत्र चतुर्दशादौ स्वराः । दश समानाः । तेषां द्वौ द्वावन्योन्यस्य સવળી તે પૂર્વે શ્રદ્ધઃ | ઇત્યાદિ સત્રો છે.
ઉપર સ્વરની પાટી આપી છે તેમ વ્યંજનની પાટી પણ છે. એને સ્વરની સાથે જ શીખવવામાં આવે છે. ગૂજરાતની ગામઠી નિશાળમાં આ પાટી તો ભણાવવામાં આવે છે. એમાં અને મારવાડની પાટીમાં સહેજ અંતર હશે ખરું. એ પાટી આ પ્રમાણે છે:–
કક્કો કેવડો, ખખે ખાજેલા, ગગા ગોરી ગાય વીયાણી, ઘઘા ઘરટ પલાણ્યો જાય, નનીઓ (ડ ડ એ) આમણ દમણું, ચચ્ચા ચીની ચેપડી, છછા વદિયા પોટલા, જજો જેસલવાણીએ, ઝઝ ઝોળી સારીખે, બગીઓ ખાંડે, ટટ્ટો પિલિખાપુ, ઠઠા ઠેબર ગાડુઓ, ડફ ડામર ગાંઠ, ઢઢા સંગે પૂછે, ગુણો તાણ સેલે, તત્તો તાવે તે લે, થથા થૈ રખવાલી, દદીએ દીવો, ધધીઓ ધાણકે, નનીઓ ઘુલાયસે, પપા પિલી પાટે, ફિફા ફગડે જેડે, બમ્બા માંહે ચાંદણું, ભભીઓ ભાટ ભૂલે નરે, મમીઓ મોચક, યયીઓ જાડે પેટકે, રાયરે કટારમલ, લલ્લા ઘડે લાતવા, વવા વિંગણ વાસ દે, શશા કોટા મરડીઆ, ષષે ખૂણે ફાડીઓ, સાસે દંતી લેક, હાહાલા હરિણેકલે, લાવે લછિ દે પણિહાર, ખણીઆ ખાટક મેર, પાલે બાંધ્યા બે ચોર, મંગલ મહાશ્રી, દે વિદ્યા પરમેસરી.
શ્રીમાન રાજેન્દ્રસૂરિએ કલ્પસૂત્રના ભાષાંતરમાં ઉપરોક્ત પાટીઓના અર્થો આપ્યા છે, એ મેં જોયા, પણ મને એ બધા બંધબેસતા લાગ્યા નથી. કેટલાય તાણુ તૂસીને કાઢેલા એ અર્થો છે. - પહેલી પાટીને અર્થ આ પ્રમાણે એમાં આપો છે. બે લીટી-જીવની બે રાશિ છે સિદ્ધ સંસારી. ભલે–અરે જીવતું સિદ્ધની રાશિમાં ભળવા ઈચ્છે છે. મીંડું-સંસાર ઊંડે કૂવો છે. તેમાંથી તું નીકળવા ઇચ્છે છે. બડ બિલાડી–સંસારમાંથી જીવને કાઢવા માટે બે બિલાડી છે. ઓગણ ચેટીઓ માથે પોઠીઓ -ચૌદ રાજલકની પેટી ઉપર સિદ્ધના જીવ રહેલ છે. નિને વટલે-જીવ તું કામભોગથી વિંટળાયેલે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org