SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ વિહારવર્ણન-૨ [ ૨૩ વિજયજીના અથાન્ત શ્રમને જ આભારી છે અને એમનાથી જ આ સંસ્થા સજીવન થઈ છે અને થવાની છે. સંસ્થામાં અત્યારનો એમનો નિવાસ એક કુલપતિની ગરજ સારે છે. જે સંસ્થામાં એઓશ્રી ન હોય તો મારવાડી હઠીલા મા-બાપ બાળાશ્રમના બંધારણનો અનાદર કરી બાળકોને પરીક્ષા આદિ જેવા ખરા મોકાના વખતે લગ્ન આદિ પ્રસંગોનું બહાનું કાઢી ઘેર લઈ જવાનો જે દુરાગ્રહ લઈ બેસે છે એમને સમજાવી સંસ્થા અને બાળકનું ભાવી સુધારવાનું મુશ્કેલ બને તેમ જ સરકારી અમલદારો દ્વારા બાળાશ્રમ ઉપર આવી પડતી અનેક મુશ્કેલીઓ પાર કરવી એ બધું એમની પ્રતિભાસંપન્ન વાણીના પ્રભાવથી જ થઈ શકે છે. તેમ જ વિદ્યાર્થીઓને અવસરે અવસરે ધાર્મિક ઉપદેશને પણ લાભ મળતો રહે છે. | ગુજરાતી પ્રજા કેળવાયેલી અને સહનશીલ છે જ્યારે અહીંની પ્રળ અ૮૫ કેળવાયેલી છે. એ લગભગ પરદેશમાં વસનારી છે એટલે અહીં વસનારી પ્રજા સામાન્યતયા મેંથે' કરનારી એવં જ કી હેવાથી જે અત્યારે સાધુની છાયા ન હોય તે સંસ્થાનું જીવન ટુંકાઈ જ જાય એ સ્થિતિ છે. અતુ. મેં તો મારી ભૂલ દષ્ટિએ જે જોયું-જાણ્યું તે લખ્યું છે, બાકી આવી સંસ્થાઓનું વાસ્તવિક અવલોકન તેના જાણકારો કરે અને તેનો પરિચય આપે એ જ ઉચિત કહેવાય. ઉમેદપુરથી વિહાર કરી અમે આહાર ગયા. આહાર એ ત્રિસ્તુતિઓનું કેન્દ્રસ્થાન છે. ત્યાં શ્રીમાન રાજેન્દ્રસૂરિ મહારાજનો વિશાળ જ્ઞાનભંડાર છે એમ મેં સાંભળ્યું હતું. મારી ઈચ્છા એ ભંડાર જોવાની હતી પણ ત્યાં કોઈ પરિચિત ન હોવાથી અમે લેટા ગામ ગયા. ત્યાં રસ્તામાં જ શ્રીમાન ભૂપેન્દ્રસૂરિજી મહારાજ તથા ઉપાધ્યાય શ્રી યતીન્દ્રવિજયજી મહારાજ આદિ ભેટી ગયા. શ્રીમાન યતીન્દ્રવિજયજીને હું ઓળખતો હોવાથી મેં ભંડાર દેખાડવા માટે તેમને જણાવ્યું. તેઓશ્રીએ કહ્યું કે જાલેરથી પાછી વળતાં તમે અહીં આવશે ત્યારે જરૂર ભંડાર દેખાડીશ. અમારે લાંબે જવાનું હોવાથી પાક કલાક ઊભા ઊભા વાત કરી આગળ ચાલ્યા અને લેટા પહોંચ્યા. લેટામાં અમે જ્યાં ઊતર્યા હતા ત્યાં ગામઠી નિશાળ ચાલતી હતી ત્યાંના માસ્તર પાસેથી બાળકેને પ્રારંભમાં જે IITo 3 નમઃ સિદ્ધFઆદિ પાટીઓ ભણવવામાં આવે છે તેમજ ચાણક્ય નીતિના કે જે રીતે ભણાવવામાં આવે છે તેને મેં ઉતારો કર્યો. અહીંના દરેકે દરેક બાળકને એ પાટી આદિ ગેખાવવામાં આવે છે. બાળકની જીભ છૂટી થાય તેમ જ તેને નીતિનું જ્ઞાન મળે એ માટે જે કાતંત્ર વ્યાકરણનું પ્રથમ પાદ ચાણક્યનીતિ આદિના પાઠો અપાતા એ બધાય આજે એવા વિકૃત થઈ ગયા છે, જે સાંભળતાં આપણને હસવું જ આવે. IITo હું નમઃ સિદ્ધ હું ૩ ૪ ૫ – તૃ તૃg છે ગ ગ ગ : આ પાણીને ઉચ્ચાર આ પ્રમાણે કરે છે – બે લિટિ, ભલે, મીઠું, બડબીલીઆરી, ઉગણ ચોટીઓ, માથે પોઠીઓ, નાનો વટલો, મામે માવળો, માંમારે હાથમેં દેય લાડુ, સીરાંવાળી છોકરી, પાછી વાળી કુંડાળી, ધામે ઢાયો ધેકલે, માથે ચડીઓ છોકર, હાથમાં ડોગ લી, આઈડા દો ભાઈડા, બડો ભાઈ કાનો, એઈ બેઈ ઈ. બડીને ઉકાય. આઉ આઉ આંકડા, બડે પાંખડ કાંટેલા લીલી નરવી કાંટેલા બડી લીલી કાંટેલા. લીલા હુતા હાપ, વડા હાપા વેલે, એન મેન ગાડી, વડી ગાડી ભાગે, ઓલગવાળા બળદીયા, બડે બેંગણ જોતરીઆ, અમીઆ દે આસરી, એક સાથે એક દે, દૂજ આગળ દે દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy