________________
મહેપાધ્યાય શ્રી યશોવિજજીને સ્વર્ગવાસ-સંવત
ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજના સ્વર્ગવાસ-સંવતના વિષયમાં આજે વિદ્વાનોમાં મતભેદ પ્રવર્તે છે. તેનું મુખ્ય કારણ તેમની રચનાઓમાં અંતમાં શબ્દાંક દ્વારા ઉલ્લિખિત રચના-સંવત છે. અગિયાર અંગની સજઝાય અને હેતુગર્ભપ્રતિક્રમણ સજઝાય, આ બે સજઝાયોની છેલી ઢાળ લગભગ સમાનાર્થક છે, એટલું જ નહિ, પણ ગાથાઓ પણ લગભગ સરખી જ છે અને આ બન્નેય સજઝાયે સુરતમાં જ રચેલી છે. આ બન્નેય સઝાયોની છેલી ગાથા નીચે પ્રમાણે છે :
યુગ યુગ મુનિ વછરે રે, શ્રી જ સ વિ જ ય ઉવજઝાય, સુરત ચોમાસુ રહી રે, કિયો એ સુપસાય વૈરાગ.
અગીઆર અંગ સજઝાય. સુરતિ ચોમાસુ રહી રે, વાચક જસ કરિ જોડિ, યુગ યુગ મુનિ વિધુ વછરે રે, દેવો મંગળ કેડિ વૈરાગ.
હેતુગર્ભ પ્રતિક્રમણ સજઝાય. ઉપરની બેય સઝાયમાં તેઓશ્રીએ જે રચના-સંવતને શબ્દાંક દ્વારા નિર્દેશ કર્યો છે તેમાંના * યુગ” શબ્દાંકથી બે સંખ્યા ગણવી કે ચાર સંખ્યા ગણવી, એ વિષયમાં આજે વિદ્વાનોમાં મતભેદ ચાલુ છે. જે “યુગ” શબ્દાંકથી બે સંખ્યા લેવામાં આવે તે ઉપર્યુક્ત બનેય સઝાયની રચના વિક્રમ સંવત ૧૭રરમાં થઈ એમ ગણાય. અને જે ચાર સંખ્યા માનવામાં આવે તો આ બનેય સજઝાયોની રચના વિક્રમ સંવત ૧૭૪૪માં થઈ મનાય. મુનિવર શ્રી કાંતિવિજયજી કે જેઓ સંભવતઃ મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજના ગુરુભાઈ જ હતા, તેમણે શ્રી યશોવિજપાધ્યાયના સંક્ષિપ્ત ચરિત્રરૂપ “સુજસલિભાસ'ની રચના કરી છે, તેમાં તેઓશ્રીએ યશોવિજપાધ્યાયના સ્વર્ગવાસન સંવત ૧૭૪૩ આપે છે. આ કારણને લઈ કેટલાક વિદ્વાનો “યુગ” શબ્દથી બે સંખ્યા માને છે, જેથી “સુજસેવેલિભાસના કથનમાં વિરોધ ન આવે. અને એ રીતે પં. શ્રી ભદ્રકવિજયજીએ યશોવિજપાધ્યાયવિરચિત ગૂર્જર સાહિત્ય સંગ્રહના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં સં. ૧૭રરનો જ નિર્દેશ કર્યો છે, જ્યારે કેટલાક વિદ્વાને સંવત ૧૭૪૪ જ માને છે. આ સ્થિતિમાં વાસ્તવિક નિર્ણય કરવા માટે કોઈ બીજા પ્રમાણની આવશ્યકતા ઊભી થાય છે. કેટલાક મહિના પહેલાં અમારા હાથમાં
હેતુગર્ભ પ્રતિક્રમણ સઝાય”ની એક પ્રતિ આવી, જે સંવત ૧૭૪૩માં લખેલી છે. એના અંતની લેખકની પુષ્પિકા નીચે પ્રમાણે છે:
॥ इति श्री पडिकमण हेतुगर्भ समुध्रित स्वाध्याय जसविजयगणिकृत संपूर्णमिदम् समाप्त। संवत् १७४३ वर्षे चैत्र वदि २ दिने वार रविदिने लषितं ॥ छ ॥ भद्र संघस्य । सुश्रावक साहा मकलसी लषावीत श्री राजनगरमध्ये । वाचनार चीरं जीवीत् ॥ ग्रंथ ३४० ॥
આ પુપિકા જતાં “યુગ” શબ્દાંકથી ચાર સંખ્યા ન લેતાં બે સંખ્યા જ ગણવી એ નિર્ણય થઈ જ જાય છે, અને આથી શ્રી કાંતિવિજયજીએ નિર્દેશ કરેલા સંવતમાં બાધ આવતો નથી.
[ “જૈન” સાપ્તાહિક, પર્યુષણક, સં ૨૦૨૧]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org