SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમકુમાર સંવત (૧૭૬ પ્રસ્તુત પ્રતિમાલેખમાં મળતા શ્રીfસદ્ધ-મ-કુમાર સંવતમાં ગુજરાતની મહાવિભૂતિસ્વરૂપ ત્રણ વ્યક્તિઓનાં નામનો સમાવેશ થાય છે: એક, ગૂર્જરેશ્વર મહારાજ શ્રી સિદ્ધરાજ જયસિંહદેવના નામનો; બીજે, કલિકાલસર્વજ્ઞ સ્યાદ્વાદવિજ્ઞાનમૂતિ ગૂર્જરેશ્વરયુગલના મિત્ર અને ગુરુ આચાર્ય પ્રવર શ્રી હેમચંદ્રસૂરિના નામને અને ત્રીજે, ગુર્જરેશ્વર પરમાર્હત મહારાજ શ્રી કુમારપાલદેવના નામને. આ રીતે ગુજરાતની મહાપ્રભાવસંપન્ન આ ત્રણ વિભૂતિઓનાં નામના આદ્ય આદ્ય અંશના સંકલન દ્વારા પ્રસ્તુત સંવતને ઉપન્ન કરવામાં આવ્યું છે એમાં લેશ પણ શંકાને સ્થાન નથી. આ સંવતની ઉત્પત્તિ વ્યવસ્થિત રીતે થઈ હોય તેમ માનવાને આપણી સમક્ષ અત્યારે એક પણ પ્રમાણ કે સાધન નથી, એ દશામાં આપણે એટલું જ માનવું જોઈએ કે પ્રસ્તુત ધાતુપ્રતિમાલેખમાં મળતો શ્રી સિદ્ધહેમકુમાર સંવતનો ઉલ્લેખ ભગવાન શ્રી હેમચંદ્ર પ્રત્યે અતિબહુમાનની લાગણી ધરાવનાર કોઈ વ્યક્તિએ કર્યો છે, અને એ ઉલ્લેખ, મારી સમજ પ્રમાણે, ત્રણે મહાત્માઓના સ્વર્ગવાસ પછી જ થયો હશે. પ્રસ્તુત સંવત ચલાવવા પાછળ કોઈ સબળ વ્યક્તિઓનો હાથ દેખાતો નથી. નહિ તો એ સંવતનો ઉલેખ કેટલાક ગ્રંથોની પ્રશસ્તિઓમાં અને પુપિકામાં તેમ જ કેટલાક પ્રાચીન શિલાલેખમાં જરૂર આપણને મળી શક્ત. પરંતુ હજુ સુધી ક્યાંય પણ એ સંવતનો ઉલ્લેખ વિદ્વાનની નજરે ચડ્યો નથી. ફક્ત કઈ મહાનુભાવના હૃદયમાં ગૂજરાતની આ વિભૂતિઓ પ્રત્યે ભક્તિ ઊભરાઈ આવી હશે, જેને પરિણામે એણે આટલો ઉલ્લેખ કરી પોતાની કર્તવ્યપરાયણતા રજૂ કરી પોતાની જાતને ધન્ય અને કૃતકૃત્ય કરી છે, એ સિવાય વિશેષ કશું લાગતું નથી. નહિતર આજના અમુક વર્ગ જ ચલાવેલા આત્મસંવત અને ધમ સંવત જેવા સંવતે પણ અમુક વર્ષે પર્યંત ચાલુ રહેશે અને એના ઉલ્લેખ અમુક અમુક સ્થાન માં ઉલિખિત મળશે, જ્યારે ગૂજરાતની ત્રણ સમર્થ મહાવિભૂતિઓના નામથી વિભૂષિત પ્રસ્તુત સિદ્ધહેમકુમાર સંવત પાછળ સબળ તો શું પણ ઉપર જણાવ્યા મુજબનો આભસંવત અને ધર્મ સંવતના અનુયાયી વર્ગ જેવો સામાન્ય વર્ગ પણ હશે કે કેમ એ કહેવું કે સમજવું મુશ્કેલ નથી. અતુ. પ્રસ્તુત “સિદ્ધહેમ-કુમાર” સંવત પાછળ સબળ વ્યક્તિઓનો હાથ હો અગર ન હૈ, અથવા એને સબળ વ્યક્તિઓએ કદાચ (?) ટેકે ન પણ આ હેય; તેમ છતાં આપણે સૌએ આનંદ જ માનવો જોઈએ કે, તે જમાનામાં એવી કઈ વ્યક્તિઓ હતી જ કે જેમને એમ લાગ્યું હતું કે ગૂજરાતની આ ત્રણ મહાપ્રભાવક મહાવિભૂતિઓની યાદગીરીની નિશાની તરીકે તેમના નામનો સંવત જરૂર ચાલો જોઈએ અને તે માટે પ્રયત્ન પણ કર્યો. ખરે જ, તે યુગની જનતાએ એકમત થઈ આ મહાવિભૂતિઓની યાદગારીમાં સંવત ચલાવ્યો હોત તો આજે ગુજરાત અને ગુજરાતની પ્રા જગતની નજરે સવિશેષ ગૌરવવંતી લેખાત. અંતમાં આ ઠેકાણે જેન પ્રજાનું અને ખાસ કરી અત્યારે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું એક વસ્તુ તરફ ભારપૂર્વક લક્ષ્ય દરવું ઉચિત માનું છું કે આપણે ત્યાં મહત્ત્વની વસ્તુઓના સંરક્ષણ અને સાચવણી તરફ જે લક્ષ્ય હોવું જોઈએ તે રાખવામાં નથી આવતું. એટલે અહીં હું પેઢીને કાર્યકર્તાઓને ભારપૂર્વક જણાવું છું કે, ચોમુખજીની ટૂંકમાં રહેલી આ ગૌરવવંતી ધાતુની પ્રતિમાને એવા સ્થાનમાં રાખવામાં આવે કે જ્યાંથી એ પ્રતિમા–જેમ વિમવસીમાંથી પાજનો લેખ ગુમ થયે તેમ જ વિમલશાના મંદિરમાંથી અજએ કારીગરીવાળી ધાતુની પ્રતિમા ઊપડી ગઈ, તેમ –ગૂમ ન થાય. ખરે જ, મને તો આ પ્રતિમા જોઈને એને ચેરી લઈ કોઈ યોગ્ય સ્થાનમાં મૂકવાનું જ મન થયું હતું. પણ સાચે જ કઈ ઐતિહાસિક વસ્તુઓના વ્યાપારીને હાથે એ પ્રતિમા ચઢી ન જાય એ માટે શેઠ આ. ક. પ.ના કાર્યકર્તાઓએ ધ્યાનપૂર્વક વ્યવસ્થા કરવી ઘટે. આ “શ્રી જેન સત્ય પ્રકાશ, જુન, ૧૯૪૩] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy