________________
સિદ્ધહેમકુમાર સંવત
“ભારતીય પ્રાચીન લિપિમાલા'માં આજ સુધીમાં પ્રચલિત થયેલ વૈદિકસંવત, કલિયુગસંવત, વીર સંવત, વિક્રમસંવત, શાલિવાહન-શકસંવત, ગુપ્તસંવત, સિંહસંવત વગેરે અનેકાનેક સંવતને પરિચય કરાવવામાં આવ્યો છે, જે પૈકીના ઘણાખરા સંવતો તો આજે જનતાના સ્મૃતિપટ પરથી ભૂંસાઈ ગયા છે. માત્ર વીરસંવત, વિક્રમ સંવત, શાલિવાહન-શકસંવત જેવા ગણતરીના જ સંતો જનતામાં એકધારી રીતે આદરપાત્ર રહ્યા છે. તેમ છતાં એટલી વાત તો ચોકકસ જ છે કે, જે જે વ્યક્તિઓનાં નામના સંવત ચાલુ થયા હશે–છે, તેમના પ્રત્યે કોઈ ખાસ કારણને લઈને જ જનતાને પક્ષપાત બંધાયો હશે અને તે તે સંતો તેમના અનુયાયીઓની વિદ્યમાનતા પર્યત ચાલીને છેવટે ભૂંસાઈ ગયા હશે. એ બધું ગમે તેમ હો તે છતાં સંતોની ઉત્પત્તિએ ઈતિહાસમાં મોટામાં મોટું સ્થાન પ્રાપ્ત કર્યું છે એટલે એ સંવત કોના કોના નામે અને ક્યારે ક્યારે ચાલુ થયા છે એને લગતી મૌલિક હકીકતોને શોધવા અને મેળવવા પાછળ વિદ્વાનોએ અતિ ઝીણવટભરી રીતે પ્રયત્ન અને શ્રમ સેવ્યા છે. આજના આ સંક્ષિપ્ત લેખમાં એવા જ એક વિશિષ્ટ સંવતનો પરિચય કરાવવામાં આવે છે, જેનું નામ વિક્રમ સંવત છે. આ સંવતને ઉલ્લેખ ક્યાંથી મળે છે એને લગતો પરિચય આપ્યા પછી સંવતના અંગે વિચાર કરવામાં આવશે.
ઉપર જણાવેલ “સિદ્ધ-હેમ–કુમાર' સંવતનો ઉલ્લેખ ગિરિરાજ શ્રી શત્રુંજ્યના શિખર ઉપરની ચમુખજીની ટૂંકના મૂળ મંદિરના મુખ્ય દરવાજાની ડાબી બાજુને મંદિરમાં રહેલ એક ધાતુની પ્રતિમા ઉપરના લેખમાંથી મળી આવ્યો છે. એ લેખ આખો અહીં આપવામાં આવે છે:
श्रीसिद्धहेमकुमार सं ४ वैशाष व २ गुरौ भीमपल्ली सत्क व्यव० हरिश्चंद्र भार्या गुणदेवि श्रेयोर्थं श्रीशांतिनाथबिंबं कारितं ।।
ઉપર આપેલ ધાતુપ્રતિમાલેખમાં કઈ ખાસ મહત્તવને ઐતિહાસિક ઉલ્લેખ નથી, તેમ નથી એ લેખમાં પ્રતિષ્ઠા કરાવનાર આચાર્યાદિના નામનો ઉલ્લેખ, તેમ છતાં આ અતિસંક્ષિપ્ત પ્રતિમાલેખ તેમાં મળતા શ્રીમિર ૪ એટલા ઉલ્લેખને પરિણામે અતિગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરી લે છે કે જે સંવતનો ઉલ્લેખ આજ સુધી ક્યાંય જોવામાં કે નોંધવામાં આવ્યો નથી.
પ્રસ્તુત પ્રતિમાલેખમાં તેની પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય દિના નામનો ઉલ્લેખ નથી એટલે. પ્રસ્તુત સંવત ક્યારે ચાલ્યું હશે ? એ સંવત ચલાવવા પ્રત્યે કેને સવિશેષ પક્ષપાત હશે ? તેમ જ એ સંવત ચલાવનાર અનુયાયી વર્ગ સબળ કે નિર્બળ હશે?-ઈત્યાદિ હકીકતનું આપણે માત્ર અનુમાન જ કરવાનું રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org