SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ-સ્તવાદિ સાહિત્યમાં ક્રમિક પરિવર્તન [૧૫૮ જીવનવિકાસની ઈચ્છુક તે યુગની જનતા મહાવિભૂતિઓના પુનિત પણે વિચરી જીવનને વાસ્તવિક સ્તુતિમય બનાવતી હતી. પરંતુ કુદરતના અટલ નિયમને આધીન જગત અને જનતા ક્યારે પણ સ્થિરસ્થાયી નથી રહ્યાં, નથી રહેતાં અને રહેશે પણ નહિ. દેશકાળને પલટાવા સાથે જનસાધારણની અભિરુચિ બદલાઈ અને સ્તુતિ-સાહિત્યના નવીન સર્જનની આવશ્યક્તા આગળ વધી. પરિણામે જૈનધર્મના પ્રાણ સમા ગણતા આચાર્યશ્રી સિદ્ધસેન દિવાકર અને તેમની સમકક્ષામાં જ કદમ રાખનાર સ્વામી શ્રી સંમતભદ્રાચાર્ય જેવા ધર્મધુરંધર આચાર્યવોને સ્તુતિ-સાહિત્યના નવસર્જનની આવશ્યકતા જણાઈ અને એ આચાર્ય યુગલે ગંભીરાતિગંભીર, તાત્ત્વિક જ્ઞાનપૂર્ણ સ્તુતિ-સાહિત્યને ઝરે વહાવ્યો, જેનાથી જૈનદર્શન અને જૈનસાહિત્ય આજે ગૌરવવંતું છે. ઉપર્યુક્ત બે મહાપુરુષના સ્તુતિસાહિત્યની તુલનામાં મૂકી શકાય એવા સ્તુતિ-સાહિત્યનો ઉમેરે કરનાર પાછલા સમયમાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્ર અને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજયજી એ બે મહાપુરુષો ખાસ ધ્યાન ખેંચે છે, જેમણે ગંભીર તત્ત્વજ્ઞાનથી ભરપૂર વિપુલ સ્તુતિ-સ્તોત્ર, સાહિત્ય સર્યું છે. આશ્ચર્ય અને દિલગીરીનો વિષય એ છે કે ઉપર્યુક્ત મહાપુરુષની ગંભીર કૃતિઓ તરફ આપણું લક્ષ્ય જરા સરખુંય જતું નથી. અસ્તુ. આચાર્ય શ્રી સિદ્ધસેનની કાત્રિશિકાઓ, સ્વામી શ્રી સમંતભદ્રનું સ્વયંભૂ સ્તોત્ર, આચાર્ય શ્રી હેમચંદ્રની અયોગવ્યવચ્છેદકાચિંશિકા, અગવ્યવહેદકાચિંશિકા અને વીતરાગસ્તોત્ર, ન્યાયાચાર્ય શ્રી યશોવિજયોપાધ્યાયકૃત વીરરસ્તુતિ, શંખેશ્વર પાર્શ્વજિનસ્તુતિ, પ્રતિમા શતક, પરમાત્મસ્વરૂપ પંચવિંશતિકા–આ બધી સ્તુતિઓનું સ્થાન જૈન સાહિત્યમાં અતિ ગૌરવભર્યું છે, પરંતુ એ બધીઓને ચર્ચવાનું તેમ જ તેનો પરિચય આપવાનું આ સ્થાન નથી. ઉપર જણાવેલ હતુતિઓ પછી આચાર્ય શ્રી સિદ્ધસેનકૃત કલ્યાણુમંદિર સ્તોત્ર અને આચાર્ય શ્રી ભાનતુંગકૃત ભક્તામર સ્તોત્ર આદિ સ્તોત્રો આવે છે. આ સ્તોત્રોમાં ગૌરવભર્યા અને સૂક્ષ્મ બુદ્ધિગમ્ય તત્વજ્ઞાનનું સ્થાન ભક્તિરસે લીધું છે. અને આ જાતની અભિરુચિ વધતાં મહાકવિ શ્રી ધનપાલ, મહાકવિ બિહૂણ, કવિચક્રવતી શ્રીપાલ, ગૂર્જરેશ્વર મહારાજા શ્રી કુમારપાલ, મહામાત્ય શ્રી વરતુપાલ આચાર્ય શ્રી જિનપ્રભ, આચાર્ય શ્રી મુનિસુંદર આદિએ ઋષભ પંચાશિકા આદિ જેવી અનેકાનેક ભક્તિરસભરી કૃતિઓ જેનદર્શનને અથવા જેન સાહિત્યને અર્પણ કરી છે. આ પછી ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યનું સ્થાન આવે છે. આ વિભાગમાં સેંકડો જેનાચાર્ય તેમ જ જૈન મુનિઓએ ફાળો આપ્યો છે. તેમ છતાં ખરતરગચ્છીય આચાર્ય શ્રી જિનપ્રભે વિધવિધ ભાષામય અને વિધવિધ છંદમય ચિત્રવિચિત્ર સ્તુતિ-સ્તોત્ર-સાહિત્યના સર્જનમાં જે વિશાળ ફાળો આપે છે એ સૌથી મોખરે આવે છે. આ આચાર્યના જેટલું વિપલ અને વિધવિધ પ્રકારનું સ્તુતિસ્તોત્ર-સાહિત્ય કેઈ એ સર્યું નથી એમ કહેવામાં અને જરાયે અતિશક્તિ થતી નથી. ઉપર્યુક્ત સ્તુતિ-સ્તોત્રાદિને લગતું સમગ્ર સાહિત્ય મોટે ભાગે સંસ્કૃત ભાષામાં ગૂંથાયું છે. જોકે મહાકવિ શ્રી ધનપાલ, આચાર્ય શ્રી જિનદત્તસૂરિ વગેરે વિદ્વાનોએ પ્રાકૃત, અપભ્રંશ આદિ ભાષામાં કેટલાંક સ્તુતિ-સ્તોત્રોની રચના કરી છે પણ તેનું પ્રમાણુ સંસ્કૃત–ભાષાબદ્ધ સ્તોત્રો કરતાં બહુ જ ઓછું છે. લગભગ આચાર્ય જિનપ્રભસૂરિના જમાના પહેલાંથી સ્તુતિ-સ્તોત્રાદિ સાહિત્યમાં ભાવવાહી ભક્તિરસ આણવાને બદલે એનું સ્થાન પાંડિત્યદર્શને લીધું, અર્થાત વિધવિધ ભાષા, વિધવિધ છંદો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy