SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ગ્રંથોનું સંપાદન (૧૫૭ ઇંચ છે. દરેક પાનામાં ૧૫ પંક્તિઓ છે અને પંડિત દીઠ ૫૩ થી ૬૦ અક્ષરો લખાયેલા છે. પ્રતિ ઘણી સારી સ્થિતિમાં છે. અંતમાં ખાસ પુપિકા જેવું કશુંય નથી. પ્રતિઓની શુદ્ધાશુદ્ધિ અને સંશોધન—ઉપર અમે જે સાત પ્રતિઓનો પરિચય આપ્યો છે તે પૈકી વધારે સારી અને શુદ્ધ પ્રતિઓ તાડપત્રની જ ગણાય; કાગળ ઉપર લખાયેલી પ્રતિ તાડપત્રીય પ્રતોથી સાધારણ રીતે બીજે નંબરે જ ગણાય. તે છતાં એ પ્રતોએ સંશોધનકાર્યમાં પૂરેપૂરી મદદ આપી છે. આ સાત પ્રાચીન–પ્રાચીનતમ પ્રતિઓને સામે રાખી પૂજ્ય ગુરુપ્રવર શ્રી ૧૦૦૮ શ્રી ચતુરવિજ્યજી મહારાજે પ્રસ્તુત કર્મગ્રંથના દ્વિતીય વિભાગનું અતિ ગૌરવતાભર્યું સંશોધન અને સંપાદનકાર્ય કર્યું છે અને એને પાઠાંતર વગેરેથી વિભૂષિત કર્યો છે. કર્મગ્રંથના પ્રથમ વિભાગની માફક આ વિભાગમાં પ્રત્યેક ફોર્મનાં પ્રફપત્રોને એક એક વાર આદિથી અંત સુધી મેં અતિ કાળજીપૂર્વક તપાસ્યાં છે તેમ જ પાઠાંતરાદિને નિર્ણય કરવામાં યથાશકર્થ સ્વલ્પ સહકાર પણ આવે છે. તે છતાં આ સમગ્ર ગ્રંથના સંશોધન અને સંપાદનને લગતો બધેય ભાર પૂજ્ય ગુરુવરે જ ઉપાડ્યો છે એ મારે સ્પષ્ટ રીતે કહી દેવું જ જોઈએ. આભાર આ વિભાગના સંશોધનમાં ઉપયોગી હસ્તલિખિત પ્રાચીન પ્રતિઓ, ભંડારના જે જે કાર્યવાહકોએ અમને આપવા માટે ઉદારતા દર્શાવી છે, જેમનાં નામો અમે ઉપર પ્રતિઓના પરિચયમાં લખી આવ્યા છીએ, તે સૌને આભાર માનીએ છીએ. આ પછી અમે સ્યાદ્વાર મહાવિદ્યાલય, બનારસના જૈન દર્શનાધ્યાપક દિગંબર વિદ્વાન શ્રીયુત મહેનદ્રકુમાર જૈન ન્યાયતીથ, ન્યાયશાસ્ત્રીને સવિશેષ આભાર માનીએ છીએ, જેમણે છે કર્મ ગ્રંથમાં આવતા વિષયે સમ કે વિષમ રીતે દિગમ્બરાચાર્યવિરચિત ગ્રંથમાં કયે કયે ઠેકાણે આવે છે તેને લગતો ગાથાવાર સ્થલનિર્દેશરૂપ સંગ્રહ તૈયાર કરી આપે છે. આ સંગ્રહને અમે પ્રસ્તુત વિભાગમાં પ્રારંભમાં પ્રકાશિત કર્યો છે. આ ઉપરાંત અમે પંડિતવર્ય શ્રીયુત ભગવાનદાસ હર્ષ ચન્દ્રના નામને પણ ભૂલી શકીએ તેમ નથી. કારણ કે પં. શ્રી મહેન્દ્રકમાર મહાશયે તૈયાર કરેલ ઉપર જણાવેલ નધની નકલ એટલી ભ્રામક હતી કે એ નકલ પ્રેસમાં ચાલી શકે જ નહિ. આ સ્થિતિમાં આ ગૌરવભર્યો સંગ્રહ મુદ્રણથી વંચિત જ રહી જાત; પરંતુ પં. શ્રીયુત ભગવાનદાસભાઈ એ તે તે દિગંબરીય ગ્રંથો જોઈને આ સંગ્રહની સુવાચ્ય અને પ્રેસને લાયક પાંડિત્યભરી કૅપી પિતાના હાથે નવેસર કરી આપી, જેને લીધે આ સંગ્રહ પ્રકાશમાં આવ્યો અને અમારું કર્મગ્રંથોનું નવીન સંસ્કરણ વધારે ગૌરવવંતું બન્યું. આ ગૌરવ માટેનો ખરો યશ પં. શ્રી ભગવાનદારાભાઈને જ છે એમ અમે માનીએ છીએ. ક્ષમાપ્રાર્થના–અંતમાં વિદ્વાનો સમક્ષ એટલું જ નિવેદન છે કે, પ્રરતુત સંસ્કરણના સંપાદન અને સંશોધનને નિર્દોષ બનાવવા તેમ જ ગૌરવયુક્ત કરવા અમે ગુરુ- શિષ્ય દરેક શક્ય પ્રયત્નો કર્યા છે. તે છતાં આમાં જે ખલના કે ઊણપ જણાય તે બદલ વિદ્રાને ક્ષમા કરે એટલું ઇઝી વિરમું છું. [ પંચમ-પષ્ટ કર્મગ્રન્થ પ્રસ્તાવના, સને ૧૯૪૦ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy