SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રન્થનું સંપાદન ૧૪૭ સંશોધન માટે એકઠી કરેલી તાડપત્રીય વગેરે પ્રાચીન પ્રતોમાં પણ ઉપરોક્ત બંનેય ગાથાઓ નથી. ચૂર્ણિકાર ભગવાને ચૂર્ણિમાં “પંચ નવ” ગાથા લીધી છે ખરી, પણ તે માત્ર ઉત્તર પ્રવૃતિઓના વ્યાખ્યાનની સૂચના પૂરતી જ, નહિ કે સૂત્રકારની ગાથા તરીકે. ““મગઈ જાઇ ” ગાથાનો તો ચૂર્ણિકારે પ૮ મી ગાથાના સ્થાનમાં નિર્દેશ સરખાય કર્યો નથી, તેમ ટબાકારે પણ આ ગાથાનો નિર્દેશ કર્યો નથી. આ રીતે આ બંનેય ગાથાઓ સૂત્રકાર સંમત નથી. હવે રહી બારપણસયા ગાથાની વાત. આ ગાથા ઉપર અવતરણ તેમ જ ટીકા હોવા છતાં, અમે એને ચૂર્ણિકારના “ruff ૩રયfacqયવનિવસ્થામણ થા–વારTળસલ” આ કથનાનુસાર બીજી અન્તર્ભાષ્યગાથાઓની માફક મૂળ પ્રકરણની ગાથા તરીકે ગણતરીમાં લીધી નથી. આ રીતે પ્રસારક સભાની આવૃત્તિમાં મૂળપ્રકરણગાથા તરીકે પ્રકાશન પામેલી ત્રણે ગાથાઓ સિત્તરિપ્રકરણકારની નથી. સિત્તરિપ્રકરણની તો ૭૨ ગાથાઓ જ છે. મુદ્રિત પ્રકરણમાલા તેમ જ ટબ વગેરેમાં આ પ્રકરણની ૯૨ ગાથાઓ જેવામાં આવે છે; એ બધીયે વધારાની ગાથાઓ મોટે ભાગે અર્થની પૂર્તિ અને તેના સ્પષ્ટીકરણ માટે ચૂર્ણિકાર-ટીકાકારોએ કામાં આપેલી અન્તર્ભાગ્ય આદિની જ ગાથાઓ છે. આ વસ્તુ એના અંતમાં આવતી ગાથા ઉપરથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે: गाहग्गं सयरीए, चंदमहत्तरमयाणुसारीए । टीगाइ नियमियाणं, एगूणा होइ नउई उ ॥ ભાષા અને છંદ–જનકલ્યાણના ઈચ્છુક જૈનાચાર્યોએ કજિહવાને અનુકૂળ પ્રાકૃતભાષા અને ગ્રંથરચનાને અનુકૂળ આર્યા છંદને જ મુખ્યપણે પસંદ કરેલ હોઈ તેમની મૌલિક દરેક રચનાઓ પ્રાકૃતભાષા અને આર્યા છંદમાં જ થઈ છે. એ રીતે સિત્તરી કર્મગ્રંથની રચના પણ પ્રાકૃતભાષા અને આર્યા છંદમાં જ થઈ છે. વિષય—પાંચમા છઠ્ઠા કર્મગ્રંથના વિષયને પરિચય આ વિભાગમાં આવેલી વિસ્તૃત વિધ્યા નુક્રમણિકા જેવાથી વાચકોને મળી રહેશે. ગ્રંથકારો નવ્ય પાંચ કર્મ ગ્રંથ અને તેની પણ ટીકાના પ્રણેતા આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિવરનો વિસ્તૃત પરિચય પૂજ્યપાદ ગુરુદેવ શ્રી ચતુરવિજયજી મહારાજે પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં આપેલો હોઈ અહીં માત્ર સપ્તતિકા પ્રકરણ અને તેની ટીકાના પ્રણેતાઓ વિષે જ વિચાર કરવામાં આવે છે. સંતતિકાના પ્રણેતા સપ્તતિકા પ્રકરણકારને લગતા પ્રશ્ન વિવાદગ્રસ્ત છે. સામાન્ય પ્રચલિત માન્યતા એવી છે કે એના પ્રણેતા શ્રી ચન્દ્રષિ મહત્તર છે, અને માત્ર આ રૂઢ માન્યતાને અનુસરવા ખાતર પૂજ્ય ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજશ્રીએ પણ કર્મગ્રંથના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં અને આ વિભાગમાં સપ્તતિકાના શીર્ષકમાં “ટોચન્દ્રષિમહત્તરવિરચિત” એમ જણાવ્યું છે, પરંતુ વિચાર કરતાં આ રૂઢ માન્યતાના મૂળમાં કઈ પણ આધાર જડતો નથી. સપ્તતિકા પ્રકરણ મૂલની પ્રાચીન તાડપત્રીય પ્રતોમાં ચર્ષિ મહત્તર નામ ગર્ભિત “Trg Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy