SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ] જ્ઞાનાંજલિ કર્મગ્રંથને અંગે અમારું વક્તવ્ય–શ્રી આત્માનંદ જૈન ગ્રંથરત્નમાલાના મુખ્ય સંચાલક અને એના પ્રાણસ્વરૂપ પૂજ્ય ગુરુવર શ્રી ચતુરવિજયજી મહારાજે સ્વસંપાદિત કર્મગ્રંથના પ્રથમ વિભાગની પ્રસ્તાવનામાં આચાર્ય શ્રી દેવેન્દ્રસૂરિ અને તેમના નવ્ય પાંચે કર્મગ્રંથોનો વિસ્તૃત પરિચય આપે છે, એટલે આ વિભાગની પ્રસ્તાવનામાં મારે જે કાંઈ કહેવાનું છે એ મુખ્યત્વે કરીને છઠ્ઠા કર્મગ્રંથ અને તેના કર્તા આદિને અંગે જ કહેવાનું છે. છઠ્ઠ કર્મગ્રંથનું નામ–આ વિભાગમાં છપાયેલ છઠ્ઠા કર્મગ્રંથનું નામ સિત્તરિ છે. આ પ્રકરણની ગાથા સિત્તેર હોવાથી આને સિત્તરિએ નામથી ઓળખવામાં આવે છે. એક જમાનો એવો પણ હતો જ્યારે ગ્રંથને એના વિષય આદિ ઉપરથી ન ઓળખતાં માત્ર તેની પદ્યસંખ્યાને આધારે જ ઓળખવા–ઓળખાવવામાં આવતા હતા. આના ઉદાહરણ તરીકે આચાર્ય શિવશર્મકૃત શતક, આચાર્ય સિદ્ધસેનકૃત કાવિંશિકા પ્રકરણ આચાર્ય હરિભકૃત પંચાશકપ્રકરણુ, વિંશતિવિંશતિકા પ્રકરણ, ડશક પ્રકરણ, અષ્ટપ્રકરણ, આચાર્ય જિનવલભકૃત ષડશીતિપ્રકરણ આદિ અનેકાનેક પ્રાચીનતમ જેનાચાર્ય કૃત ગ્રંથનાં નામોનો નિર્દેશ કરી શકાય તેમ છે. આપણું ચાલુ પ્રકરણ પણ એ કોટિનું હેઈ એની ગાથાસંખ્યાને આધારે સિત્તરિ એ નામથી ઓળખવામાં આવે છે. ગાથાસંખ્યા–અમારા પ્રસ્તુત પ્રકાશનમાં સિત્તરિ કર્મગ્રંથની ૭૨ ગાથાઓ છે. અંતની બે ગાથાઓ મૂળ પ્રકરણના વિષયની સમાપ્તિ ઉપરાંતની હોઈ તેને ગણતરીમાં ન લઈ એ—અને ન લેવી જોઈએ—તો આ પ્રકરણનું આચાર્યે આપેલું સિત્તરિ એ નામ સુસંગત અને સાર્થક જ છે. શ્રી જૈનધર્મ પ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ દ્વિતીય વિભાગમાં, આ પ્રકરણની અમારા પ્રકાશનમાં આવતી ૭૨ ગાથા ઉપરાંત “Gર નવ ટૂન્નિ અટ્ટo '' Tre ૬ “વાસપાસફૂસવા” To ૪૮ અને “મપુથારૂ તજ'' ગાઇ ૫૮ આ ત્રણ ગાથાઓ વધારે છે. આ ત્રણ ગાથાઓ પૈકી “વંજ નવ ટૂન્નિ” ગાથા ૬ ટીકાકારે વર્ણવેલા આઠ કર્મની ઉત્તરપ્રકૃતિઓના સ્વરૂપના અનુસંધાનમાં કોઈ વિદ્વાને ટિપ્પણરૂપે નોંધેલી અંદર પેસી ગઈ છે. ૫૮ મી ગાથા તરીકે મુકાયેલી “મધ્યગઇ જાઇ0” ગાથા સિત્તેરમી ગાથા તરીકે બીજી વાર આવતી હોવાથી બે પૈકી ગમે તે એક ઠેકાણે એ ગાથા પુનરુક્ત અને નિરુપયોગી છે. અહીં જોવાનું એટલું જ રહે છે, કે બે સ્થાન પૈકી ક્યા સ્થાનની ગાથા વધારાની છે ? આનો ઉત્તર આપણને નાણુતરાયેદસંગગાથા ૫૭ની ટીકા જોતાં સહેજે મળી રહે છે કે, એકધારા ચાલતી ૫૭મી ગાથાની ટીકામાં ગાથાની અધૂરી ટીકાએ એકાએક વચમાં આવી પડતી “મણુયગઈ જાઇ0” ગાથા ૫૮ તદન અસંગત છે. એટલું જ નહિ, પણ જે ટીકાપ કિતઓને “મધ્યગઈ ' ગાથાની ટીકા તરીકે માની લેવામાં આવી છે એ પણ એક ભૂલ થઈ છે. અસ્તુ. ખરું જોતાં ગાથા ૫૭માં “નવનામ” ઉઍ ચ” અને ગાથા ૬૯માં “ઉગાય નવનામાં આ પ્રમાણે બે ગાથામાં “નવનામ પદને નિર્દેશ આવતો હોવાથી તેના સ્પષ્ટીકરણ માટે ટીમકારે “નવનામેધૂ તતસ્તા 4 નવ પ્રતીન્દ્રિયતિ ” એ પ્રમાણેનું અવતરણ મૂકી ૭૦મી ગાથા તરીકે જે “મણુયગઈ જાઇ૦ ગાથા સ્વીકારી છે એ જ સુસંગત અને સૂત્રકારસંમત ગાથા છે. ૧. અમારા પ્રકાશમાં આ ગાથા ૬૭મી છે. ૨. અમારા પ્રકાશનમાં આ ગાથા પામી છે. ૩. અમારા સંપ્રાદન પ્રમાણે ગાથા ૫૫. ૪. અમારા સંપાદનને આધારે ગાથા ૬૬. ૫. અમારા સંપાદન મુજબ ગાથા ૬૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy