SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ ] જ્ઞાનાંજલિ कुरु संशयम् ॥ अथादृष्टाश्रुतनामगोत्राभिमाषण-हृदयस्थार्थप्रकटीकरणविस्मापनानंतरं देवाभावप्रतिपादकहेतोरसिद्धतोद्भावनार्थं प्रत्यक्षप्रमाणसिद्धतां प्रकाशयन् भगवानाह-मा० गाहा । (પ્રવર્તપ્રત, પૂત્ર ૬-ર) ઉપર ભગવાન શ્રી કાર્યવાદિગણિએ પૂર્વ ટીકાકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના નામનો અને એ અપૂર્ણ ટીકાના અનુસંધાનકાર તરીકે પોતાના નામ આદિનો જે નિર્દેશ કર્યો છે, તે નોંધવામાં આવ્યો છે. આ ઉલ્લેખથી એ હકીકત સ્પષ્ટ થાય છે કે, ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે વિશેષાવશ્યક મહાભાષ્યની ટીકા પૂર્ણ નથી કરી, પરંતુ છ ગણધરની વ્યાખ્યા સુધી જ તે થઈ શકી છે થઈ છે. અને તે સમય દરમિયાન તેઓશ્રી સ્વર્ગવાસી થયા છે. ઉપર જે ઉલ્લેખ નોંધવામાં આવ્યું છે તેમાં શ્રી કટ્ટાર્યવાદિગણિ મહારાજ મહત્તર હતા તેવો ઉલ્લેખ જોકે નથી, પરંતુ પ્રસ્તુત ટીકામાં તેમણે બે ઠેકાણે પોતે મહત્તર હવાની સાબિતી આપતા ઉલ્લેખ કરેલા છે. એક નમસ્કારની વ્યાખ્યા પૂર્ણ થાય છે ત્યાં અને બીજો ગ્રંથને અંતે १. धर्मकथादिवदिति नमस्कारनियुक्तिभाष्यव्याख्यानं समाप्तम् ॥ छ ॥ ॥कृतिः कोटार्यवादिगणिमहत्तरस्य ॥ अथ सूत्रस्पर्शिकनियुक्तिः क्रमप्राप्ता, तस्याः संबंधार्थ गाथा । कयपंचणमोक्कारो० इत्यादि। [વર્ણપ્રતિ, પત્ર ૭૦] ૨. સંવાોિનમૂર્ત મર્સ સામથર TIT | होइ परिकम्मियमई जोग्गो सेसाणुओगस्स ॥ सर्वसूत्रार्थकन(म)यस्य अनुयोगस्य मूल(लं) कारणं भाष्यं सामायिकस्य गाथानिबद्धं 'ज्ञात्वा' गुरूपदेशात् स्वयं वा शब्दार्थन्यायसिद्धान्तप्रावीण्यादवगम्ये( म्य अ) र्थम् , अनेन परिकमितबुद्धिर्योग्यो भवति सामायिकानुयोगव्यतिरिक्तस्य शेषानुयोगस्य श्रवणेऽनुप्रवचने चेति । परमपूज्यजिनभद्रगणिक्षमाश्रमणकृतविशेषावश्यकप्रथमाध्ययनसामायिकभाष्यस्य विवरणमिदं समाप्तम् ॥छ॥ सूत्रकारपरमपूज्य श्रीजिनभद्रगणिक्षमाश्रमणप्रारब्धा समथिता श्रीकोट्टाचार्यवादिगणिमहत्तरेण श्रीविशेषावश्यकलघुवृत्तिः ॥ छ । [પ્રવર્તાવ પ્રતિ, પત્ર ૨૬] ઉપર કઢાર્યવાદિગણિ મહારશ્રીએ સ્પષ્ટ કરી દીધું છે કે પોતે જે ટીકા રચી છે તે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણીની અપૂર્ણ ટીકાના અનુસંધાનરૂપે છે. એટલે આ ટીકાનો છઠ્ઠા ગણધરવાદ સુધીનો પૂર્વ અંશ અને અંશ જ ભગવાન શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણવિરચિત છે એ નિર્વિવાદ છે. આ રીતે વિશેષાવશ્યક મહાભાષ્યની પણ અપૂર્ણ અથવા ખંડ ટીકાનું અસ્તિત્વ અને તેને કોટ્ટાર્યવાદિગણિમહત્તરે પૂર્ણ કર્યાનું જાણ્યા પછી, કેટવાચાર્યકૃત ટીકા સહ મુદ્રિત થયેલી વિશેષાવશ્યક મહાભાષ્યટીકાના પ્રણેતા કોટયાચાર્ય કણ અથવા કયા?—એ આદિ અનેક પ્રશ્નો આપણું સામે આવીને ઊભા રહે છે. ખાસ કરી મુકિત ટીકાના આધારે પૂજ્યપાદ પ્રવચનિકાચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજશ્રીએ ઉપરોક્ત મુકિત ટીકાની પ્રસ્તાવનામાં અને શ્રીમાન મુનિ શ્રીજિનવિજયજીએ જતકલ્પચૂર્ણિની પ્રસ્તાવનામાં પોત-પોતાનાં મંતવ્યના સમર્થનમાં જે અનેકવિધ અનુમાનો દોર્યા છે, તેમને તો એ અંગે નવેસર જ ઊહાપોહ કરવાનો ઊભો રહે છે. અસ્તુ ! એ ગમે તે હે, અહીં આપણે પ્રસંગોપાત્ત પજ્ઞ ટીકા અંગે કેટલુંક અવલોકન અને વિચાર કરી લઈએ. ૧. અહી પ્રતિમાં વોટ્ટાવાર્ય છે પણ એ લેખક્ની ભૂલથી જ લખાયેલ છે. વાસ્તવિક રીતે વોટ્ટાર્થ જ હેવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy