SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જવાબદારી પૂરી કરી; રામાનંદ પ્રેસ અને એમ. વાડીલાલની ક ંપનીએ પણ જરૂરી સહકાર આપ્યા આમ અનેક શક્તિએ, વ્યક્તિએ અંતે ભાવનાઓના ત્રિવેણીસ ગમને લીધે જે સુ ંદર પરિણામ આવ્યું તે ‘ જ્ઞાનાંજલિ'રૂપે જનસમૂહ સામે રજૂ થાય છે. આ કામાં એક યા ખીજી રીતે સાથ આપનાર સહુના અમે કૃતજ્ઞ છીએ. મહારાજશ્રીની જ્ઞાનેાપાસનાને બિરદાવતા આ ગ્રંથને અભિવાદન વિભાગ અતરને ગદ્ગદ બનાવી મૂકે એવા હૃદયસ્પર્શી અને વાચનક્ષમ બની શકયો છે, તે એ લખાણા માકલનાર દેશ-વિદેશના વિદ્વાને અને અન્ય વ્યક્તિએને જ કારણે, એ કહેવાની જરૂર ન હોય. અમારા નિમંત્રણને ધ્યાનમાં લઈ, મહારાજશ્રી પ્રત્યેની સહજ ભક્તિથી પ્રેરાઈ, આ લખાણે। મેકલનાર સહુ કાઈ તેા અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અમારી સમજ મુજબ, પૂજ્ય આગમપ્રભાકરજી મહારાજની દીક્ષાપર્યાયની ષષ્ટિપૂર્તિની ઉજવણી નિમિત્ત, આ ગ્રંથ તૈયાર થઈ શકયો, એ ખૂબ ઉપયેાગી કા થયું છે: આ સમારેાહની આ એક નક્કર અને ચિરબ્બી ફલશ્રુતિ જ લેખી શકાય. એ માટે જરૂરી આર્થિક જોગવાઈ કરી આપવા બદલ વડેાદરાના શ્રી સાગર ગચ્છના જૈન ઉપાશ્રયના વહીવટદારે।તે અને મુંબઈના સગૃહસ્થાને જૈન સંધની વતી અને અમારી વતી અમે ધન્યવાદ આપીએ છીએ. આવેા પ્રસંગ યાજવા માટે વડાદરાના શ્રી સંધને પણ હાર્દિક ધન્યવાદ ધટે છે. આ ગ્રંથને તૈયાર કરવામાં અમે યત્કિંચિત્ નિમિત્ત બન્યા એ અમારે મન માટે લહાવા છે; અને એ માટે અમને ખૂબ આનંદ થાય છે. પણ અમારા એ આનંદ ઉપર ભારે વિષાદની ઘેરી છાયા ફરી વળી અમારા સ`પાદક-મ`ડળના સુકાની પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજ્યજી મહારાજના, તા. ૧૬-૧-૧૯૬૯ના પ્રાતઃકાળમાં, છાણી મુકામે, થયેલ અણુધાર્યાં સ્વર્ગગમનથી ! એમના આવા આકસ્મિક નિધનથી ચિત્તમાં એક પ્રકાર સૂનકાર વ્યાપી ગયેા છે; અને અમારા કામનેા હિસાબ જોઇને રાજી થનાર અને શાબાશી તથા પ્રેાત્સાહન આપનાર આદરણીય વડીલની ખેાટ પડી હોય એમ જ લાગે છે. આ સમારહ વખતે અને આ ગ્રંથના પ્રકાશન પ્રસંગે તેએ ઉપસ્થિત હેાત તે કેવા રાજી થાત! પણ કુદરતના ભાગ્યવિધાન સામે આપણે કેટલા લાચાર છીએ એને આ એક વધુ પુરાવા છે. એમના પ્રત્યેની આભાર અને આદરની લાગણી વ્યક્ત કરવા અમારી પાસે શબ્દો નથી. પરમ પૂજ્ય મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજની આ જ્ઞાનપ્રસાદી અભ્યાસી અને જિજ્ઞાસુએને માટે ખૂબ ઉપયોગી થવાની છે, એ નિઃશંક છે. આવી જીવનને ઉચ્ચાશયી બનાવી શકે એવી વિશેષ જ્ઞાનપ્રસાદી આપવા માટે તેએ આરેાગ્યપૂર્ણ દી જીવન ભાગવે એવી હાર્દિક પ્રાર્થના સાથે તેઓશ્રીને ભાવપૂર્વક વંદના કરી આ નિવેદન પૂરુ કરીએ છીએ. પ્રાચ્ય વિદ્યા મંદિર વાદરા; તા. ૨૬-૧-૧૯૬૯ પ્રાસત્તાક દિન Jain Education International For Private & Personal Use Only ભાગીલાલ જ. સાંડેસરા ઉમાકાંત પ્રેમાનઃ શાહ કાંતિલાલ ડાહ્યાભાઈ કારા રતિલાલ દીપચ'દ દેસાઈ સંપાદક www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy