SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શંકા જાગે, ત્યાં મૂળ લખાણને જોઈને એની શુદ્ધિ-અશુદ્ધિની ખાતરી કરી લેવી. કેટલીક વાર તો મૂળ લખાણમાં જ અશુદ્ધિ રહી ગયાનું પણ જોવામાં આવ્યું છે. જોકે આવાં સ્થાને બહુ જ ઓછાં છે, છતાં એને શુદ્ધ કરી લેવાને અમે શક પ્રયત્ન કર્યો છે. (૫) વસ્તુ-નિરૂપણમાં કોઈક વાર એક જ વાત કે વિચાર જુદા જુદા લેખોમાં બેવડાતાં લાગવા છતાં, એની પ્રસંગે ચિતતા અને ઉપયોગિતાને મહત્વ આપીને, એમાં અમે કશી જ કાપકૂપ ન કરતાં એ જેમના તેમ કાયમ રાખેલ છે. (૬) ગ્રંથના બીજા ખંડના અભિવાદન વિભાગમાંનાં શરૂઆતનાં અંગ્રેજી લખાણોમાં અમે, પરિસ્થિતિની પરવશતાને કારણે, ડાયાક્રિટિકલ માસવાળા (ઉચ્ચારચિહ્નોવાળા) અક્ષરો નથી આપી શક્યા તે માટે વિદ્યા અને વાચકો અમને દરગુજર કરે. (૭) આ ગ્રંથમાં આપવામાં આવેલ “મારા દાદાગુરુ પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ' શીર્ષક લેખ, અમારી આગ્રહભરી વિનતિથી, પૂજ્ય મહારાજશ્રીએ ન જ લખી આપેલ છે, એટલે આ લેખને પ્રથમ વાર જ પ્રગટ કરવાનું માન આ ગ્રંથને મળે છે. (૮) અભિવાદન વિભાગનાં લખાણો પહેલાં સંસ્કૃત, પછી અંગ્રેજી અને તે પછી ગુજરાતીહિંદી–એ ક્રમે આપવા છતાં પૂજ્ય મહારાજશ્રીને જીવન-પરિચય આપતો ડો. ઉમાકાંત શાહને “ Life and works of Agama Prabhakar Muni Punya vijayaji" enu's 2420 લેખ અમારે, મુદ્રણની સગવડની ખાતર, ગુજરાતી હિંદી વિભાગની સાથે આપવો પડ્યો છે, પણ તેમ કરતાં એ લેખમાં ડાયાક્રિટિકલ માર્કસવાળા અક્ષરોને ઉપયોગ થઈ શક્યો, એ એક લાભ થયો છે. (૯) “ જ્ઞાનાંજલિ” ગ્રંથની યોજના તૈયાર કરી ત્યારે, પૂજ્ય મહારાજશ્રીને અમે એવી વિનતિ કરી હતી કે તેઓશ્રીનાં લખાણો તપાસીને એમાં જે કંઈ ફેરફાર કે ઉમેરો કરવા જેવું લાગે તેની નોંધ તેઓ તૈયાર કરી આપે; અને એ નોંધ આ ગ્રંથને અંતે પૂર્તિરૂપે આપી દેવામાં આવે, જેથી ગ્રંથમાંના સંશોધનને લગતા મુદ્દાઓ છેલલામાં છેલ્લી શોધને આવરી લેતા (up-to-date) બની શકે. મહારાજશ્રીએ આ અંગે પોતાની સંમતિ પણ દર્શાવી હતી. છતાં સમય ખૂબ ઓછો અને તેઓશ્રીની વિદ્યાપ્રવૃત્તિને વિસ્તાર બહુ મોટે, એટલે એમ કરવું શક્ય બન્યું નથી. આમ છતાં આ બધાં લખાણે એક જ ગ્રંથમાં સુરક્ષિત બની ગયાં છે, એટલે ભવિષ્યમાં પણ ક્યારેક આવી પૂર્તિની શક્યતા ગણી શકાય ખરી. પૂ. મહારાજશ્રીનાં લખાણોને સંભારી-સંભારીને એની યાદી તૈયાર કરવામાં પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી રમણીકવિજયજી મહારાજે ખૂબ મહેનત કરી; એ યાદી મુજબની સામગ્રી ભાઈશ્રી લમણભાઈ ભેજકે ખૂબ ધ્યાન આપીને ચોમેરથી એકત્ર કરી આપી; એ સામગ્રીમાંથી જેની જેની નકલ કરવાની જરૂર જણાઈ એની ચોકસાઈપૂર્વક નકલ શ્રી મધુકાન્ત રાવળે કરી આપી; ડે. સોમાભાઈ પારેખ અને શ્રી જયંતભાઈ ઠાકરે લેખોના સંપાદનમાં કીમતી સહાય કરી; શ્રી. નવીનચંદ્ર શાહ રસ અને ઉત્સાહથી દફતરી કામ સંભાળ્યું; આરાના ડો. નેમિચંદ્ર શાસ્ત્રીએ એક મહત્તવના હિન્દી લેખની નકલ કરાવી મોકલી; શ્રી કાંતિલાલ દેસાઈ પં. શ્રી હરિશંકરભાઈ શાસ્ત્રી, પં. શ્રી અમૃતલાલભાઈ ભોજક, ડો. નગીનદાસ જે. શાહ, ડો. કે. આર. ચંદ્રા અને શ્રી ચંદ્રકાન્ત શાસ્ત્રીએ પૂના ઝડપી નિકાલમાં જરૂરી સહાય આપી; શારદા મુદ્રણાલય અને વસંતપ્રિન્ટિંગ પ્રેસે ગ્રંથમુદ્રણની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy