________________
બૃહક૯પસૂત્ર' : પ્રાસ્તાવિક
[૧૦૯ છે તેને ઈતિહાસ મળી જાય છે. તેમ જ તેવા ન્યાયનું વિવેચન પણ આવા ગ્રંથમાંથી પ્રાપ્ત થઈ જાય છે.
૮. આઠમા પરિશિષ્ટમાં વૃત્તિકાએ વૃત્તિમાં દર્શાવેલા સૂત્ર તથા ભાગવિષયક પાઠભેદોનાં સ્થળોની નોંધ આપવામાં આવી છે.
૯-૧૦, નવમા-દશમા પરિશિ ટામાં વૃત્તિકારીએ વૃત્તિમાં ઉદ્ધિખત ગ્રંથ અને ગ્રંથકારોનો નામની યાદી આપવામાં આવી છે.
૧૧. અગિયારમા પરિશિષ્ટમાં કલ્પભાષ, વૃત્તિ, ટિપ્પણી આદિમાં આવતાં વિશેષ નામના અકારાદિકમથી કોશ આપવામાં આવ્યો છે.
૧૨. બારમે પરિશિષ્ટમાં કલ્પશાસ્ત્રમાં આવતાં અગિયારમા પરિશિષ્ટમાં આપેલાં વિશેષનામોની વિભાગવાર નોંધ આપવામાં આવી છે.
૧૩. તેરમા પરિશિષ્ટમાં આખા કપમહાશાસ્ત્રમાં આવતા, પુરાતત્વવિદોને ઉપયોગી અનેકવિધ ઉલ્લેખની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે. આ પરિશિષ્ટ અતિઉપયોગી હોઈ એની વિસ્તૃત વિષયાનુક્રમણિકા, ગ્રંથના પ્રારંભમાં આપેલ વિષયાનુક્રમમાં આપવામાં આવી છે. આ પરિશિષ્ટને જેવાથી પુરાતત્ત્વવિદોના ધ્યાનમાં એ વસ્તુ આવી જશે કે જેને આગના વિસ્તૃત ભય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, ટીકા વગેરેમાં તેમને ઉપગી થાય તેવી ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, સાંપ્રદાયિક તેમ જ વિવિધ વિષયને લગતી કેવી અને કેટલી વિપુલ સામગ્રી ભરી પડી છે, અને કથાસાહિત્ય, ભાષાસાહિત્ય આદિને લગતી પણ ઘણી સામગ્રી છે. પ્રસ્તુત પરિશિષ્ટમાં મેં તો માત્ર મારી દષ્ટિએ જ અમુક ઉલ્લેબેની તારવણી આપી છે, પરંતુ, હું પુરાતત્ત્વવિદોને ખાતરી આપું છું કે, આ મહાશાસ્ત્રનાકરમાં આ કરતાંય વિપુલ સામગ્રી ભરી પડી છે.
અંતમાં ગીતાર્થ જૈન મુનિવર અને વિદ્વાનોની સેવામાં પ્રાર્થના છે કે, અમે ગુરુ-શિષે પ્રસ્તુત મહાશાસ્ત્રને સગપૂર્ણ બનાવવા કાળજીભર્યો પ્રયત્ન કર્યો છે, તે છતાં અમારી સમજની ખામીને લીધે જે જે ખલનાઓ થઈ હોય તેની ક્ષમા કરે, સુધારે અને અમને સૂચના પણ આપે. અમે તે તે મહાનુભાવોના સદા માટે ઋણી રહીશું. સંવત ૨૦૦૮, કાર્તિક શુદિ ૧૩; બિકાનેર (રાજસ્થાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org