________________
બૃહકલ્પસૂત્ર': પ્રાસ્તાવિક
[ ૯૭ અવચૂરી–બૃહત્કલ્પસૂત્ર ઉપર એક અવચૂરી (અતિસંક્ષિપ્ત ટીકા) પણ છે. એના પ્રણેતા શ્રી ભાગ્યસાગરસૂરિ છે અને એ ૧૫૦૦ શ્લોકપ્રમાણ છે. મૂળ ગ્રંથના શબ્દાર્થને સ્પષ્ટ રીતે સમજવા ઈચ્છનાર માટે આ અવચૂરી મહત્ત્વની છે અને એ ટીકાને અનુસરીને જ રચાયેલી છે. પ્રસ્તુત અવચૂરીની પ્રતિ સંવત ૧૬૨૮માં લખાયેલી હોઈ એ તે પહેલાં રચાયેલી છે.
આતર પરિચય પ્રસ્તુત બૃહત્કલ્પ મહાશાસ્ત્રના આન્તર પરિચય માટે અમે દરેક ભાગમાં વિરતૃત વિષયાનુક્રમણિકા આપી છે, જે બધાય ભાગોની મળીને ૧૫ર પૃષ્ઠ જેટલી થાય છે, તે જ પર્યાપ્ત છે. આ અનુક્રમણિકા જેવાથી આખા ગ્રંથમાં શું છે તે દરેકે દરેક વિધાન મુનિવર આદિ સુગમતાથી જાણી-સમજી શકશે. તેમ છતાં પ્રસ્તુત મહાશાસ્ત્ર એ, એક છેદશાસ્ત્ર તરીકે ઓળખાતું હોઈ તે વિષે અને તેના અનુસંધાનમાં જે જે ખાસ ઉચિત હોય તે અંગે વિચાર કરવો અતિ આવશ્યક છે.
છેદઆગમ—છેદઆગમો બધા મળીને છની સંખ્યામાં છે, જેનો ઉલ્લેખ અને તેને લગતા વિશાળ વ્યાખ્યા સાહિત્યની નોંધ અમે ઉપર કરી આવ્યા છીએ. આ છેદઆગમોમાં, મનસા, વાચા, કર્મણા અવિસંવાદી જીવન જીવનાર પરમજ્ઞાની તીર્થકર, ગણધર, સ્થવિર આદિ મહર્ષિઓએ જગતના મુમુક્ષુ નિર્ચ થ–નિર્ચથીઓને એકાંત કલ્યાણ સાધના માટે જે મૌલિક અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહવ્રતાદિરૂપ માર્ગ દર્શાવ્યો છે તે અંગે તે તે દેશ, કાળ તેમ જ તે તે યુગના માનવોની વાભાવિક શારીરિક અને માનસિક વૃત્તિઓ અને વલણને ધ્યાનમાં લઈ બાધક નિયમોનું વિધાન કરવામાં આવ્યું છે, જેને શાસ્ત્રીય પરિભાષામાં અપવાદ કહેવામાં આવે છે. આ અપવાદો અર્થાત બાધક નિયમ ઉત્સર્ગ એટલે કે મૌલિક માર્ગના વિધાન સામે હોવા છતાં એ, મૌલિક ભાર્ગના બાધક ન હતાં તેના સાધક છે. આથી સમજાશે કે છેદઆગમોમાં અતિગંભીર ભાવે એકાતું આત્મલક્ષી બનીને મૌલિક અહિંસાદિ નિયમો અંગે તે તે અનેકવિધ વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ બાધક નિયમો અંગે વિધાન અને વિચાર કરવામાં આવ્યા છે. તાવિક દષ્ટિએ વિચારતાં એમ કહી શકાય કે જૈન છેદઆગમો એ, એકાન્ત ઉચ્ચ જીવન જીવનાર ગીતાર્થ જૈન સ્થવિરો અને આચાર્યોની સૂમેક્ષિકા અને તેમની પ્રૌઢ પ્રતિભાનો સર્વોચ્ચ પરિચય આપનાર મહાન શાસ્ત્ર છે.
ઉસર્ગ અને અપવાદ–પ્રસ્તુત બૃહકલ્પસૂત્ર, એ છેદઆગમોમાંનું એક હેઈ એમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગનું અર્થાત સાધક-બોધક નિયમોનું વિધાન કરવામાં આવ્યું છે. એ ઉત્સ-અપવાદો કયા, કેટલા અને કઈ કઈ બાબત વિષે છે?—એ ગ્રંથનું અવલોકન કરનાર જોઈ-જાણી શકશે. પરંતુ એ ઉત્સર્ગ અને અપવાદના નિર્માણને મૂળ પાયો શે છે ? અને જીવનનું રહસ્ય સમજનારે અને તેનું મૂલ્ય મૂલવનારે પોતાના જીવનમાં તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે–કરવો જોઈએ ?–એ વિચારવું અને સમજવું અતિ આવશ્યક છે. આ વસ્તુ અતિ મહત્તવની હોઈ ખુદ નિર્યુક્તિ-ભાગ્યકાર ભગવંતોએ અને તદનુગામી પ્રાકૃત-સંસ્કૃત વ્યાખ્યાકારોએ સુધાં પ્રસંગ આવતાં એ વિષે ઘણું ઊંડાણથી અનેક સ્થળે વિચાર કર્યો છે.
જગતના કોઈ પણ ધર્મ, નીતિ, રાજ્ય, પ્રજા, સંધિ, સમાજ, સભા, સંસ્થા કે મંડળો–ત્યાગી હે કે સંસારી–એ તેના એકધારા મૌલિક બંધારણ ઉપર નભી કે જીવી શકે જ નહિ, પરંતુ એ સૌને તે તે સમ-વિષમ પરિસ્થિતિ અને સંગેને ધ્યાનમાં રાખીને અનેક સાધક-બાધક નિયમો ઘડવા પડે છે અને તો જ તે પોતાના અસ્તિત્વને ચિરકાળ સુધી ટકાવી રાખી પોતાના ઉદ્દેશોને સફળ કે ચિરંજીવ બનાવી જ્ઞાન ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org