SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૫ બૂછત્કલ્પસૂત્ર’ : પ્રાસ્તાવિક (1) ઓઘનિર્યુક્તિ ગાથા ૨ માં એનો સમાવેશ ચરણકરણાનુયોગમાં હોવાનું જણાવ્યું છે. (ઉલ્લેખ ૪. આવ. નિ. ગાથા છ૭૮ થી ૭૮૩માં અને ઉત્તર નિ ગાથા ૧૬૪ થી ૧૭૮ સુધીમાં સાત નિવો અને આઠમા દિગંબરમતની ઉત્પત્તિ અને તેમની માન્યતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાંના ઘણાખરા ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુવામી પછી થયેલા છે. અર્થાત એકંદર શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછીના સાત સૈકા સુધીમાં બનેલ પ્રસંગે આ બન્ને નિયંતિગ્રંથમાં નોંધાયેલા છે. (જુઓ ઉલ્લેખ ૧ તથા ૫ ). ૫. સૂત્રકૃતાંગનિ ક્તિ ગાથા ૧૬૪માં દ્રવ્યનિક્ષેપને લગતા ત્રણ આદેશો અર્થાત ત્રણ માન્યતાએનો ઉલ્લેખ છે, જે ચતુર્દશપૂર્વધર ભગવાન ભદ્રબાહુ પછી થયેલ સ્થવિર આર્ય સુહસ્તી આદિ અર્વાચીન સ્થવિરોની માન્યતારૂપ હોઈ તેનો ઉલ્લેખ નિર્યુતિગ્રન્થમાં સંગત ન હોઈ શકે. (ઉલ્લેખ ૬). ઉપર જણાવેલ બાબતો ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુકૃત નિયંતિગ્રન્થોમાં હોય એ કોઈ પણ રીતે ઘટમાન ન કહેવાય. પૂજ્ય શ્રી શાંત્યાચાર્યના કહેવા પ્રમાણે “નિયુક્તિકાર ત્રિકાળજ્ઞાની હતા એટલે નિર્યુક્તિમાં એ બાબતનો ઉલ્લેખ હે અયોગ્ય નથી.” એ વાતને આપણે ઘડીભર માની લઈએ તેમ છતાં નિર્યુક્તિગ્રન્થોમાં નામ લઈને શ્રી વજસ્વામીને નમસ્કાર, અનુગની પૃથફતા, નિદ્વવાદિની ઉત્પત્તિ, પોતાના પછી ઉત્પન્ન થયેલ આચાર્યોની માન્યતાઓનો સંગ્રહ આદિ બાબતોને ઉલ્લેખ કોઈ પણ રીતે સંગત માની શકાય નહિ. કારણ કે– () કોઈ પણ મહાન વ્યક્તિ “નમો તિસ્થરસ, નો પ્રાથરિયા, નમો ઉવજ્ઞાથા, Rો નોઇ સવસાહૂ'' ઇત્યાદિ વાક્યો દ્વારા ધર્મ પ્રત્યે અથવા ગુણે પ્રત્યેનો આદર પ્રગટ કરવા માટે સામાન્ય નમસ્કાર કરે એ અયોગ્ય નથી, પણ એ જ વ્યકિત પિતાના કરતાં લઘુ દરજે રહેલ વ્યક્તિને નામ લઈને નમસ્કાર કરે એ તો કોઈ પણ રીતે ઉચિત ન ગણાય અને એમ બની શકે પણ નહિ. ચૌદપૂર્વધર ભગવાન ભદ્રબાહુસ્વામી, ઘનિર્યુક્તિના મંગલાચરણમાં કર્યું છે તેમ, ગુણે પ્રત્યે બહુમાન દર્શાવવા ખાતર દશપૂર્વધર આદિને કે સામાન્યતયા સાધુસમુદાયને નમસ્કાર કરે એમાં અણઘટતું કશું જ નથી, પણ તેઓશ્રી સ્થવિર આર્ય વજીસ્વામીને “ રૂરિસ, નમrfમ, વંfમ ઝઝવફર” એ રીતે સાક્ષાત નામ લઈ નમસ્કાર કરે અથવા પોતાના શિષ્યને “મરવં ઘુત્તમો” એમ વ્યક્તિગત નામ લઈ “માવ'' તરીકે લખે એ ક્યારે પણ બની ન શકે; અને એ પદ્ધતિ વિનયધર્મની રક્ષા ખાતર કોઈ પણ શાસ્ત્રકારને કે મૃતધરને માન્ય ન જ હોઈ શકે. (૪) ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભદ્રબાહુસ્વામી, જેમણે અનુગની અપૃથફ દશામાં નિયુક્તિગ્રંથની રચના ક્યનું કહેવામાં આવે છે, તેઓશ્રી ૧. પિતા પછી લગભગ ચાર સિકા બાદ બનનાર અનુયોગપૃથફત્વની ઘટનાનો ઉલ્લેખ કરે, ૨. તેમના પિતાના પછી થનાર વિરોની જીવનકથા અને માન્યતાઓની નેંધ લે, અને ૩. કેટલાક નિકો અને દિગંબરમત, જે તેમના પોતાનાથી કેટલેય કાળાંતરે ઉત્પન્ન થયેલા છે, તેમની ઉત્પત્તિ અને માન્યતાઓને નિયુક્તિગ્રંથોમાં વર્ણવે,એ કઈ પણ પ્રકારે સ્વીકારી કે કલ્પી શકાય તેમ નથી. જે ઉપર્યુક્ત ઘટનાઓ બન્યા અગાઉ જ તેનો ઉલ્લેખ નિર્યુક્તિગ્રંથોમાં કરી દેવામાં આવે તો તે તે માન્યતા કે મત અમુક પુરુષથી રૂઢ થયાનું કહેવામાં આવે છે એ શી રીતે કહી શકાય ? (૪) જે દશ આગમો ઉપર નિર્યુક્તિઓ રચાયાનો ઉલ્લેખ આવશ્યકનિર્યુક્તિમાં છે, એ પૈકીનાં આચારાંગ અને સૂત્રકૃતાંગ એ બે અંગ આગમો ચૌદપૂર્વધર આર્ય ભદ્રબાહુસ્વામીના જમાનામાં જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy