SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનાંજલિ ૭૪] (ग) रहवीरपुरं नयरं, दीवगमज्जाण अज्जकण्हे य । सिवभूइस्सुवहिम्मि पुच्छा थेराण कहणा य ॥ १७८ ॥ उत्तराध्ययनसूत्रनिर्यक्ति । एगभविए य बद्धाउए य अभिमुहियनामगोए य । एते तिन्नि वि देसा, दव्वम्मि य पोंडरीयस्य ॥ १४६ ॥ वृत्तिः- 'एगे' त्यादि । एकेन भवेन गतेन अनन्तरभव एव यः पौण्डरीकेषु उत्पत्स्यते स एकभविकः । तथा तदासन्नतरः पौण्डरीकेषु बद्धायुष्कः । ततोऽप्यासन्नतमः ‘अभिमुखनामगोत्रः' अनन्तरसमयेषु यः पौडरीकेषु उत्पद्यते । एते' अनन्तरोक्ताः त्रयोऽप्यादेशविशेषा द्रव्यपौण्डरीकेऽवगन्तव्या इति ।। सूत्रकृतांगनियुक्ति श्रुत० २, अध्य० १, पत्र २६७-६८ । । આ વિભાગમાં આવેલ આધારે “નિક્તિકાર ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી” હોવાની માન્યતાનો વિરોધ કરનારા છે, જે ખુદ નિયુક્તિ અને શૂર્ણિન્થમાંના છે, એટલું જ નહિ, પણ નિર્યુક્તિકાર “ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી” હોવાની માન્યતાને લગતા પ્રથમ વિભાગમાં આપેલ પુરાવાઓ કરતાં વધારે પ્રાચીન તેમ જ વિચારણીય છે. હવે અમે આ પ્રમાણોની ચર્ચા કરતી વિચારસરણી રજૂ કરીએ છીએ. નિર્યુક્તિકાર ભદ્રબાહુસ્વામી, એ જે ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુ સ્વામી જ હોય તો તેમણે રચેલા નિક્તિગ્રંથમાં નીચેની બાબતો ન જ હોવી જોઈએ, જે અત્યારે નિર્યુક્તિગ્રંથોમાં પ્રત્યક્ષપણે જોવામાં આવે છે. ૧. (૪) આવશ્યકનિયુક્તિ ગાથા ૭૬૪ થી ૭૬ સુધીમાં સ્થવિર ભગુપ્ત (શ્રી વજસ્વામીના વિદ્યાગુરુ), આર્ય સિંહગિરિ, શ્રી વજસ્વામી, તોસલિપુત્રાચાર્ય, આર્યરક્ષિત, ફલ્યુરક્ષિત આદિ અર્વાચીન આચાર્યોને લગતા પ્રસંગોનું વર્ણન. (જુઓ ઉલ્લેખ ૧ રવ). (ર) પિંડનિયુક્તિ ગાથા ૪૯૮માં પાદલિપ્તાચાર્યને પ્રસંગ અને ગાથા ૫૩ થી ૫૦૫માં વસ્વામીના મામા આર્ય સમિતસૂરિને સંબંધ, બ્રહ્મદીપિક તાપસેની પ્રત્રજ્યા અને બ્રહ્મદીપિક શાખાની ઉત્પત્તિનું વર્ણન. (જુઓ ઉલ્લેખ ૪). (૪) ઉત્તરાધ્યયનનિયુક્તિ ગાથા ૧૨૦ માં કાલિકાચાર્યની કથા ( જુએ ઉલ્લેખ ૫ ). ૨. ઓઘનિર્યુક્તિ ગાથા ૧માં ચૌદપૂર્વધર, દશપૂર્વધર અને અગિયારસંગજ્ઞાતાઓને સામાન્ય નમસ્કાર કર્યો છે, એ પૂજ્ય શ્રી દ્રોણાચાર્યે જણાવ્યું છે તેમ, અણઘટતો નથી પણ આવ. નિ. ગાથા ૭૬૪થી ૭૬૯ સુધીમાં દશપૂર્વધર શ્રી વાસ્વામીને નામ લઈને નમસ્કાર કરવામાં આવ્યો છે, તે ઉચિત નથી. (જુઓ ઉલ્લેખ ૧ તથા ૨ ). ૩. (૪) આવ. નિ. ગાથા ૭૬ ૩ અને ૭૭૪માં જણાવ્યું છે કે આર્ય વજીસ્વામીના જમાના સુધી કાલિસૂત્રાદિની જુદા જુદા અનુયોગરૂપે વહેંચણી થઈ ન હતી, પણ તે બાદ એ વહેંચણી થઈ છે, અને એ દેવેંદ્રનંદિત ભગવાન આર્યરક્ષિતે કાળ અને પોતાના દુર્બલિકા પુષ્યમિત્ર નામના વિદ્વાન શિષની સ્મરણશક્તિના હાસને જોઈને કરી છે. (જુઓ ઉલેખ ૧ ૧ અને T). - (૪) દશવૈકાલિકનિર્યુકિત ગાથા ૪માં અનુગના પૃથકૃત્વ-અપૃથકૃત્વનો ઉલ્લેખ છે, અને જણાવ્યું છે કે આ શાસ્ત્રને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. (જુઓ ઉલ્લેખ ૩). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012058
Book TitleGyananjali Punyavijayji Abhivadan Granth
Original Sutra AuthorN/A
AuthorRamnikvijay Gani
PublisherSagar Gaccha Jain Upashray Vadodara
Publication Year1969
Total Pages610
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth & Articles
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy