________________
પં
શાસનસમ્રાટું
શ્લેક-અક્ષર વિ. ની ગણત્રી કરવા માટે બીજા માણસની ગોઠવણી કરી. આ રીતે શ્રી ધોળશાજીની પરમ-ભક્તિને લીધે પૂજ્યશ્રી પાસે સારો એ પુસ્તક-સંગ્રહ થયો.
માસું પૂર્ણ થયા બાદ પૂજ્યશ્રીના વિહાર-સમયે ઘોળશાજીએ આ બધાં પુસ્તકે અન્યત્ર મોકલી આપવા માટે પૂજ્યશ્રીને વિનંતિ કરી. પૂજ્યશ્રીની સંમતિથી તેમણે તે સર્વ પુસ્તકે કપડવણજ મોકલી આપ્યા, અને ત્યાંથી ખંભાત મોકલી આપવામાં આવ્યા. આ બધાં પુસ્તકો આજે પણ ખંભાતના જ્ઞાનભંડારમાં સુરક્ષિત-વ્યવસ્થિત છે.
નગરશેઠ શ્રી મણીભાઈને પૂજ્યશ્રી પ્રત્યે ખૂબ ખૂબ અનુરાગ હતો. પૂજ્યશ્રી જ્યારે જ્યારે વિહારની વાત કરે, ત્યારે તેઓ અત્યાગ્રહ કરીને વિહાર કરવા ન દેતા. પણ “સાધુ તે ચલતા ભલા. એટલે એકવાર નગરશેઠ મુંબઈ ગયા હતા, ત્યારે પૂજ્યશ્રીએ અમદાવાદથી વહાર કર્યો. અને કપડવણજ પધાર્યા.
[૧૭]
સ્તબ્બતીર્થમાં બે ચોમાસાં -
મસ્થણ વંદામિ, સાહેબખંભાતના આગેવાન શ્રેષ્ઠિ શ્રી પોપટભાઈ અમરચંદ વગેરેએ કપડવંજમાં બિરાજમાન-આપણું પૂજ્ય ચરિત્રનાયકશ્રીને ભાલ્લસિત હૈયે વન્દન કર્યા.
ધર્મલાભ !” પ્રભાવના-પુંજ શા પૂજ્યશ્રીએ પ્રસન્ન-વદને આશીર્વચન ઉચ્ચાર્યા.
દયાળુ !” શેઠશ્રી પોપટભાઈએ વન્દન કરીને બેઠા પછી કહ્યું: “અમારા ખંભાતના શ્રીસંઘની ભાવના અને વિનંતિ છે કે-આપ સાહેબ ખંભાત પધારે. અને આ ચોમાસું ત્યાં જ કરે. આપના પધારવાથી ત્યાં ધર્મને ઘણે ઉદ્યોત થશે.”
પૂજ્યશ્રીએ લાભાલાભને વિચાર કરીને તેમની વિનંતિને સ્વીકાર કરતાં કહ્યું: “વર્તમાન ગ.” અને ખંભાતના શ્રીસંઘમાં આનંદનું ભેજું ફરી વળ્યું.
થોડા દિવસ કપડવંજ સ્થિરતા કરીને વૈશાખમાસ લગભગ પૂજ્યશ્રી ખંભાત પધાર્યા. અને ૧૯૫૪નું ચાર્તુમાસ ત્યાં કર્યું. - આ ચાતુર્માસમાં પૂજ્યશ્રીને જ્ઞાનના પઠન-પાઠન માટે શેઠશ્રી અમરચંદ પ્રેમચંદભાઈને ઉપદેશ આપ્યું. તેમણે એ ઉપદેશ ઝીલી લીધે, અને પૂજ્ય મહારાજશ્રીના ઉપદેશથી પાઠશાળા સ્થાપવી, ને તેમાં પિતાના તરફથી ૧૦ હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું.
શ્રી અમરચંદભાઈનું જીવન-શુદ્ધ દેશવિરતિધર શ્રાવકનું જીવન હતું. પિતાના જીવનમાં તેમણે અઢળક ધર્મ-કાર્યો કર્યા. એક વર્ષ પણ એવું ન હોય, કે જેમાં તેમના તરફથી ધાર્મિક-મહોત્સવ ન થયું હોય. તેમણે તીર્થયાત્રાના છ “રી પાળતા સંઘ પણ કાઢેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org