________________
શાસનસમ્રાટું
- વઢવાણમાં સથરા કુટુંબના એક યુવાન ભાઈને ચાતુર્માસ પહેલાં પૂજ્યશ્રી પાસે દીક્ષા લેવાની ભાવના થઈ. પણ તેનું કુટુંબ બહાળું હોવાને કારણે પૂજ્યશ્રીની ઈચ્છા એવી કેઉતાવળથી કાર્ય ન કરવું. હવે બન્યું એવું કે-પૂજ્યશ્રીને ગુરુભાઈ પૂજ્ય મુનિવર શ્રી હેમવિજયજી મ. તથા મુનિશ્રી વીરવિજયજી મ. આ અરસામાં ત્યાં પધાર્યા. તેમને આ વાતની ખબર પડી. અને એકવાર પૂજ્યશ્રી અન્ય સ્થળે પધારેલા ત્યારે તેમણે ઉપાશ્રયમાં પેલા મુમુક્ષુને દીક્ષા આપી દીધી. અને પૂજ્યશ્રીના શિષ્ય મુનિશ્રી સુમતિવિજયજી મ. ના શિષ્ય તરીકે મુનિશ્રી વલ્લભવિજયજી” નામ રાખ્યું. દીક્ષા આપીને તેમને એક ઓરડામાં બેસાડીને બહારથી દ્વાર બંધ કરી દીધું.
દીક્ષાથીના કુટુંબીઓને આ વાતની ખબર પડતાં જ તેઓ આવ્યા અને તોફાન શરૂ કર્યું. તેઓ પિોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટને બેલાવી લાવ્યા ને ધમાલ મચી ગઈ. આ બધું જોઈને શ્રી સુમતિવિજયજી મહારાજે પૂજ્યશ્રી હેમવિજયજી મ. ને સૂચના કરી કે, “મહારાજજીને અહીં બોલાવો, તેમનાથી બધું થાળે પડશે.” તરત જ પૂજ્યશ્રીને બોલાવ્યા. તેઓશ્રીએ તે આવતા વેંત જ પોલીસ સુપ્રી. નો ઉધડો લીધે કેઃ “કેની રજાથી અને ક્યા કાયદાની રૂએ તમે અહીં પ્રવેશ કર્યો છે? વગર રજાએ કાયદા વિરૂદ્ધ તમે અહીં આવી જ કેમ શકે ?”
સુધી. ગભરાયે. તેણે હાથ જોડીને કહ્યું કે-હું તો સ્વાભાવિક વિનંતિ કરવા આવ્યો છું.
“શું વિનંતિ આ વેષમાં, આવી રીતે થાય? સામો માણસ સાંભળીને જ થરથરી જાય એ રીતે પૂજ્યશ્રીએ પ્રશ્ન કર્યો.
સુપ્રી. એ કહ્યું-હું બહાર ચાલ્યો જાઉં છું, સાહેબ! તેણે જોયું કે કાયદા વિરૂદ્ધ એક વાત પણ અહીં ચાલે તેમ નથી.
પૂજ્યશ્રીએ કહ્યું: બહાર જઈને જે કહેવું હોય તે કહે.
બધા બહાર ગયા, એટલે પૂજ્યશ્રીએ પૂ. હેમવિજયજી મ. ને કહ્યું કે-નવદીક્ષિતને અંદર બેસાડી રાખવાથી તે આપણી ઉપર શંકા આવે. માટે તેને બહાર રાખો. બધાં જુએ તેમ.
એમ જ કરવામાં આવ્યું.
નવદીતિને જોતાં જ તેમના કુટુંબીઓ શાન્ત થયા. અને તેમને ઘરે આવવા માટે ખૂબ ખૂબ સમજાવ્યા. પણ તેમનું કાંઈ ન વળ્યું. નવદીક્ષિત મમ જ રહ્યા. છેવટે એ બધાં સમજી, ક્ષમા યાચીને ચાલ્યા ગયા.
આ પ્રસંગમાં આપણું ચરિત્રનાયકશ્રીની નાનપણથી ઘડાયેલી રાજદ્વારી બુદ્ધિના પ્રત્યક્ષ દર્શન થાય છે. તેઓશ્રીની કાયદાબાજ-તાર્કિક બુદ્ધિમત્તા આમાં સુંદર રીતે ઝળકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org