SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Ar શાસનસમાધ માટે ખરા અંતરથી ઉત્સુક અને અભિલાષી છે. પણ તમે દીક્ષા માટે તમારા માતા-પિતાની અનુમતિ લઈને આવ્યા છે ને ?” “ગુરુદેવ! આપશ્રી અમારાં માતા-પિતાથી સારી રીતે પરિચિત છે. તેઓ કોઈ રીતે અમને દીક્ષાની રજા આપે એમ નથી. અરે! હું દીક્ષા લઈ લઈશ, એવા ડરથી તેા મને આપની પાસેથી ઘેર મેાલાવી લીધેા હતા. પછી રજા આપવાની તે વાત જ કયાંથી હાય ! આ દુલભજીની પરિસ્થિતિ પણ એવી જ હતી. તેથી અમે બન્ને નક્કી કરીને કોઈ ને કહ્યા સિવાય અહી ભાગી આવ્યા છીએ. નેમચંદભાઈ એ સ્વસ્થતાથી પાતાની વાત પૂ. ગુરુમ.શ્રીને નિવેતિ કરી. સાથે પેાતે કઈ રીતે નીકળ્યા; રસ્તામાં કઇ રીતે એ દિવસે વીતાવ્યા. વિગેરે વાતપણ સવિસ્તર જણાવી. અને છેલ્લે વિનીતભાવે વિનંતિ કરી કે–સાહેબ ! હવે કૃપા કરીને અમને પ્રવ્રજ્યા આપા, અને અમારા ઉદ્ધાર કરો.” અન્ને મુમુક્ષુઓની સાહસવૃત્તિ અને નિર્મળ ત્યાગભાવના જોઈ ને ગુરુ મહારાજ ખૂબ રાજી થયા. પણ તેઓશ્રી મા-આપની રજા સિવાય ક્રીક્ષા ન અપાય એવી પાતાની મર્યાદા સમજતા હતા. એટલે તેઓશ્રીએ નેમચંદભાઈ ને કહ્યું : “નેમચંદ! તમારી બન્નેની ભાવના ઘણી ઉત્તમ, સુન્દર અને અનુમેદનીય છે. પણ હું તમારા માતા-પિતાની અનુમતિ સિવાય તમને દીક્ષા ન આપી શકું ! તમે અને અહી રહેા-ભણેા જરૂર. પણ દીક્ષા તા તમારાં માતા-પિતાની સંમતિ મળ્યા પછી જ આપી શકાય.” આ સાંભળતાં જ આપણા ચરિત્રનાયકશ્રી ખિન્ન અની ગયા. પગ તળેથી ધરતી સરી રહી હૈાય એવું એમને લાગ્યું. તેએ વિચારમાં પડી ગયા કે ગુરુમહારાજની વાત સંપૂર્ણ રીતે વ્યાજખી હતી. બીજી તરફ પોતાની ભાવના પણ અટલ હતી. માતા--પિતાની રજા તા હવે કાઈ પણ હિસાબે મળી શકે તેમ ન હતી. અને એ વિના ગુરૂમહારાજ દીક્ષા આપી શકે તેમ પણ ન હતુ. હવે શું કરવું ? તેએના મનમાં જખ્ખર મન્થન ચાલ્યું. એમના મનમાં એ વાત તેા વજ્રની જેમ જડાઈ ગયેલી –(૧) કે ઘરે પાછાં જવું નથી, અને (૨) કોઈ પણ ઉપાયે પ્રવ્રજ્યા લેવી છે. એટલે હવે તેા પ્રવ્રજ્યા માટે કાઈ ઉપાય શેાધી કાઢવા જ રહ્યો. એને માટે એમના મનમાં જોશભેર મન્થન ચાલ્યું. આ બાજુ–મહુવામાં તેમના ઘેર સૌના હૈયામાં ભારે ખળભળાટ મચી ગયેા છે. નેમચંદ્નભાઈ એ રાત્રે કહ્યું કે, હું બહાર જઈને આવુ છુ.' પછી ઘેાડીવાર રાહ જોઈ, છતાં ન આવવાથી શ્રીલક્ષ્મીચ ંદભાઈ ને એમ લાગ્યુ એના કાઈ ભાઈમ ધને ત્યાં કે રૂપશંકરભાઈને ત્યાં જ સૂઈ રહ્યો હશે, એટલે તત્કાળ ખીજી કોઈ ચિન્તા કરવા જેવું હતું નહીં. પણ સવાર પડી ગઈ, ને સૂર્યનારાયણ આકાશમાં રાશવા ચડી ગયા છતાંય નેમચંદભાઈ ઘરે ન આવ્યા, એટલે લક્ષ્મીચંદભાઈના મનમાં બીક પેઢી, કે કચાંય જતા તે નહિ રહ્યો હાય ને! તેમણે તરત જ સૌ પ્રથમ રૂપશંકરભાઈ ને ત્યાં તપાસ કરી. પણ ત્યાં જાણવા મળ્યું કે – નેમચંદ અહી. બે-ત્રણ દિવસ થયા આવ્યો જ નથી. ખીજા સગાં-સંબંધીઓને ત્યાં અને નેમચંદભાઈના મિત્રોને ત્યાંય તપાસ કરી. પણ એમાંના કોઈ કહેતાં કોઈને એને વિષે કાંઈ ખબર નહેાતી. દુલ ભજીના ઘરે તપાસ કરી, તે ત્યાં તે વળી તેમને જ સામેથી પૂછાયું': અમારા દુલભજી કાલ રાતના નથી, તેા તમારા ઘરે આવ્યો છે ? દુ ભજીને ત્યાંય એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy