SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસમ્રા આ નગરીનું કુદરતી સૌન્દર્ય તે વળી અતિ અદ્દભુત છે. અનિમેષ આંખેથી એ સૌન્દર્યને જોયા કરે, બસ ! જોયા જ કરે. ને થાકશે જ નહિ. એક તરફ શ્રીફળના ભારથી લચી રહેલા નાળિયેરી-વૃક્ષોની ઘટાથી ભરપૂર વાડીઓ જુઓ, તે બીજી બાજુ વળી બગીચાઓમાં સોપારી-જામફળ-રામફળ ને આમ્રફળ જેવાં વિધવિધ ફળ ભરપૂર વૃક્ષો નીરખે. તમે થાકશે, પણ તમારી આંખો નહિ થાકે-જોતાં નહિં ધરાય, એવી એની નિસર્ગસુન્દરતા છે. મહવાની આબેહવા પણ સમશીતોષ્ણ-માણવા જેવી છે. ભર ઉનાળો હોય, પણ મહવા ગયા એટલે જાણે શિયાળાના પ્રારંભ-કાળને અનુભવ થાય. ન મળે પ્રસ્વેદ કે ન થાય બફારો. એ તે જે માણે એ જ જાણે. - નગરીની પૂર્વ ને ઉત્તર દિશામાં છે માલણ-માલિની નદી. પ્રશાંત-ગંભીર એ નદીનું નિર્મળ જળ ખળખળ કરતું વહ્યું જાય છે, ને એના વહેણને કર્ણપ્રિય નિનાદ કઈ મધુરા સંગીતની ભ્રાન્તિ કરાવે છે. આ શુભ્ર–સલિલા નદીના જળકણના સંપર્કથી શીતલ બનેલ પવન સંતપ્ત હૈયાને સંતૃપ્ત બનાવીને વાતાવરણમાં અનુપમ રમણીયતા ફેલાવે છે. અને આ બધી નિસર્ગ સુન્દરતાને કારણે જ આ મહુવા નગરી “સૌરાષ્ટ્રના કાશમીર”નું ગૌરવવંતુ ઉપનામ-બિરૂદ પામી છે. સૌરાષ્ટ્ર એ વીર-ભૂમિ છે. એણે સારાયે આર્યાવર્તને દાખલા પૂરા પાડે એવા ધર્મશ્રા, રણશરા, ને દાનશૂરા નર-રત્નો આપ્યા છે. એ વીરેની મંગલ-નામાવલિમાં મહુવા નગરીને ફાળે નાનોસૂને નથી. એણે પણ એમાં મહત્ત્વને હિસે આપ્યું છે. શ્રી શત્રુંજય મહાતીર્થોદ્ધારક જાવડશાહ, આ મહુવાના જ નર-રત્ન હતા. સંવત્ પ્રવર્તક સમ્રાટ વિકમે એમને મધુમતીનું આધિપત્ય સેપેલું. પરમહંત મહારાજા કુમારપાલના સંઘમાં શ્રી સિદ્ધગિરિજી, શ્રીગિરનારજી અને શ્રી પ્રભાસપાટણ, એ ત્રણેય જૈનતીર્થોમાં સવાઝોડ-સેવાકોડ નૈયાની કિંમતના ત્રણ રને ઉછામણીમાં બોલીને તીર્થ–માળ પહેરવાને અણમોલ લ્હાવો લેનાર શ્રેષ્ઠિ-રત્ન જગહૂ પણ આ મધુમતીના જ પનોતા પુત્ર હતા. આ તો જુગજુની વાત થઈ. નજીકની-ગઈકાલની જ વાત કરે ! ૮૭ વર્ષ પહેલાં તે મહુવામાં નર-રનનો અદ્ભુત દાયકો પાડ્યા હતા. તે વખતે ત્યાં દેદીપ્યમાન સૂર્યમંડળ સોળે કળાએ પ્રકાશી રહેલું. એ સૂર્યમંડળને એક એક તારલે નીરખ, એનાં વર્ણન સાંભળો, ને આફરીનના પિોકાર કરતા જાવ. ગુજરાતના વિશાળ સાહિત્ય-વિપિનમાં “કેસરી”નું ગૌરવ પમેલા “મસ્ત-કવિ શ્રી ત્રિભુવન પ્રેમશંકર, પ. પૂ. શ્રી આત્મારામજી મહારાજની સત્યેરણાથી ચીકાગ (અમેરિકા)માં ભરાયેલ વિશ્વધર્મ પરિષદુમાં અને યુરોપના અન્ય દેશોમાં જૈનધર્મની મહત્તા સ્થાપનાર, ને સ્વામી વિવેકાનન્દની સમકક્ષ ગણાતા બાહોશ બેરિસ્ટર શ્રી વીરચંદ રાઘવજી ગાંધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy