SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ [૧] સોહામણે સોરઠ, ને મને હર મહુવા સહામણે સોરઠ દેશ છે. અદ્ભૂત એની શેભા છે. અજબગજબને એને ઇતિહાસ છે. શૂરવીરતા, દાનવીરતા, ને ધર્મવીરતાભર્યા એના ઇતિહાસની એક એક વાત જીવનમાં અપૂર્વ તાજગી સાથે ઉત્સાહ જન્માવે છે. શ્રીકૃષ્ણ વાસુદેવની જગપ્રસિદ્ધ સુવર્ણનગરી દ્વારકા સોરઠમાં જ હતી. ભગવાન શ્રી નેમિનાથની તપોભૂમિ-કલ્યાણકભૂમિ પણ સોરઠમાં જ છે. આજે પણ એ જુગજુની ઘટનાને અમરસાક્ષી ગરે ગિરનારગિરિ સેરઠની પર્વતમાળામાં એક ચમકતા મેતીની જેમ વિલસી રહ્યો છે. આ ગરવા ગઢની છાયામાં રહીને જ જુના'ણા (જીર્ણ દુગ)ના ર” નવઘણ, રા' ખેંગાર વિગેરેએ ગુજરાત-કચ્છ-સિંધના સમ્રાટને ને ગઝનવીના સુલતાનને હંફાવેલા. તીર્થાધિરાજ શ્રી શત્રુંજય, ને એના અંગસમા શ્રીકદંબગિરિ-શ્રી તાલધ્વજગિરિ વિગેરે પર્વતે-ટુક-સેરઠની આંતર-સમૃદ્ધિની અલૌકિકતા અને પવિત્રતાનું ભાન કરાવે છે. પૂર્વધર ભગવંત શ્રી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણ-મહારાજાની જન્મભૂમિ વેરાવળ પત્તન પણ સેરઠનું જ સમૃદ્ધ બંદર હતું, અને છે. તેઓશ્રીના નેતૃત્વ હેઠળ મળેલી ૫૦૦ આચાર્યોની પર્ષદામાં થયેલી વાચના, કે જે વલભી–વાચનાના નામે સુપ્રસિદ્ધ છે, અને જેમાં સિદ્ધાન્તને-આગમને પુસ્તકારૂઢ કરવામાં આવ્યા હતા, તે (વાચના) પણ સૌરાષ્ટ્રના મહાન સમૃદ્ધ ને ઐતિહાસિક નગર વલભીપુરની પુણ્યભૂમિમાં થઈ હતી. ભૃગુકચ્છ-ભરૂચની રાજસભામાં અખંડવાદ વડે બૌદ્ધાચાર્યને પરાભવ કરનાર તાર્કિક શિરોમણિ આચાર્યશ્રી મલવાદીસૂરિજી મહારાજ આ વલભીપુરના રાજા શિલાદિત્યના ભાણેજ હતા. આવા આ સોરઠ દેશની રમણીય ધરણીમાં તિલકસમી છે મધુમતી–મહુવા નગરી. અલબેલી ને રળીયામણી એ નગરી છે. ચારે તરફ ખીલી નીકળેલી લીલીછમ વન–રાજિને લીધે એ નગરી સોળ શણગાર સજેલી નમણી નારી શી શોભી રહી છે. રનાકર-સાગરદેવની એના ઉપર સંપૂર્ણ માહેર છે. પિતાના વેત અને નિર્મળ નીર–સભર મેજાં ઉછાળતે ઉછાળ સાગરદેવ મહુવાના પાદરને પખાળે છે, એથી એ મહુવાબંદર પણ કહેવાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy