________________
શાસનસમ્રાટું
શક્તિ મળે. લગ્નેશ શનિ લાભસ્થાનમાં ગુરુની રાશિમાં અને લાભેશ ગુરુની દષ્ટિમાં રહેલો હોવાથી વિશાળ ક્ષેત્રમાં આગળ આવે. બહાળા મંડળમાં આગળ પડતું સ્થાન મેળવે અને જીવનની આશા-આકાંક્ષાઓ જીવનના ઉત્તરાર્ધમાં પૂર્ણ થાય.
જન્મ કુંડલીનું તૃતીય સ્થાન લખાણે, વાંચન, પ્રવાસ તથા બ્રાતૃવર્ગને નિર્દેશ કરે છે. આ સ્થાન પર સૂર્ય તથા ગુરૂની દષ્ટિ છે. તૃતીયેશ મંગળ તૃતીય સ્થાનથી નવપંચમમાં ગુરુ સાથે રહેલા હોવાથી વિશાળ વાંચન અને ઘણું લેખન કાર્યો કરવામાં સફળતા મળે. પોતાની બુદ્ધિશક્તિ તથા કુદરતી ગુણેથી સમાજમાં અગ્રપદ મેળવે અને મોટા જનસમુદાય દ્વારા માન મળે. * જન્મકુંડલીનું ચોથું સ્થાન સુખ-વૈભવ, ઘર–જમીનનો નિર્દેશ કરે છે. આ સ્થાનમાં રાહુ છે તે સાંસારિક સુખ માટે અનુકૂળ બનતો નથી. સુખેશ શુક દશમ કેન્દ્રમાં વૃશ્ચિક રાશિમાં ચંદ્ર-બુધ સાથે અને મંગળની દ્રષ્ટિમાં રહેલો હોઈ દશમ સ્થાનમાં ચાર ગ્રહની હાજરી અને પાંચમાં મંગળની દૃષ્ટિ તેમજ મોક્ષકારક કેતુનું આ રોગમાં સાથે લેવું પ્રવજ્યા ચગ દર્શાવે છે. તેથી સાંસારિક સુખનો ત્યાગ અને ત્યાગી તરીકેના જીવનમાં ઉત્તમ સફળતા મળે. ચતુર્થ સ્થાનને સ્વામી શુક્ર હોવાથી જીવનના પૂર્વાર્ધમાં સંસાર ત્યાગ કરવાનો રોગ અને, અને ત્યાગમાર્ગમાં દેવી અનુકૂળતાને કારણે ઉત્તમ પ્રગતિ સાધી યશકીર્તિ મેળવે. જન્મ સમયે વિશેત્તરી ગુરુ મહાદશા ૬ માસની બાકી છે. ત્યારબાદ ૧૯ વર્ષની શનિ મહાદશા શરૂ થાય છે. શનિ આ કુંડલી માટે લગ્નેશ તથા વ્યયેશ હાઈ લાભસ્થાનમાં શુભગ્રહ ગુરુની દૃષ્ટિમાં રહેલો હોવાથી આ મહાદશા પૂરી થતાં પહેલાં જ સંસાર ત્યાગ કરવાને ચગ બને છે. સામાન્યપણે સોળમા વર્ષે ગુરુ જ્ઞાનમાં આગળ વધારવાનું બળ મેળવતો હોઈ દીક્ષા લેગ થાય.
જન્મકુંડલી પાંચમા સ્થાનમાં પૂર્વ પુણ્ય, વિદ્યા, બુદ્ધિ, સાહસ, સંતાન તથા શિષ્ય વિશે જોવાય છે. આ સ્થાન પર શનિની દૃષ્ટિ છે. શનિ ભેગને માટે અનુકૂળ નથી. પરંતુ ત્યાગને માટે અને સેવાને માટે ખૂબ જ અનુકૂળ બનતો હોવાથી તેમજ તે વ્યયેશ પણ હેવાથી દીક્ષા ગ્રહણ કર્યા બાદ વિદ્યાકારક બુધની મહાદશા આવતી હોવાથી વિદ્યાભ્યાસમાં સારી સફળતા મળે. બુધ એ દશમકેન્દ્રમાં રાજગકારક શક સાથે રહેલે હોવાથી આ સમય દરમ્યાન ત્યાગમાર્ગની ઉચ્ચ પદવી મળે. આ દશા પૂરી થતાં પહેલાં ઉચ્ચ કક્ષાનું માન, ઉપરાંત શિષ્ય સમુદાય પણ મળે. અને જનસમાજમાં અગ્રગણ્ય ધર્મગુરુ તરીકેનું સ્થાન મળે.
જન્મકુંડલીના સાતમા સ્થાનમાં લોકસંપર્ક, જનસમુદાય, તથા જાહેર જીવન વિશે જોવાય છે. અહીં સિંહ રાશિ છે. સિંહ રાશિ એ સૂર્યના આધિપત્યની રાજરાશિ હોઈ તેમાં સૂર્યના મિત્રગ્રહ ગુરુ તથા મંગળ રહેલા છે. ગુરુ આ કુંડલી માટે લાભેશ તથા કુટુંબેશ અને વાણીસ્થાનનો અધિપતિ હોઈ તેમજ મંગળ પરાક્રમેશ તથા કર્મેશ હાઈ આ સ્થાનમાં આ બને ગ્રહોની યુતિ રાજગકારક બનતી હોવાથી જનસમૂહની ધાર્મિક આગેવાની લેનાર, ધાર્મિક નેતા બને. ગુરુ જ્ઞાનનો કારક હોવાથી, જ્ઞાનના પ્રચાર માટેના ઘણાં પ્રકાશને બહાર પાડવાનું તથા લખવાનું બને. અને જનસમૂહમાં ધાર્મિક જ્ઞાનને પ્રચાર કરવામાં તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org