________________
(૨) “વહીવંચાની વહી માટે સ્પષ્ટતા કરવી જરૂરી છે. ચરિત્રનાયકના સંસારીભાઈ શ્રી બાલચંદભાઈએ કઈ વહીવંચા પાસેથી અક્ષરશઃ મેળવેલી–ઉતારેલી આ વંશાવલી | રે છે. એમાં આવતાં નામો, સંવત વગેરેની ઇતિહાસમાં તપાસ કરી. પણ કાંઈ મેળ ન બેસતાં એ નોંધને જેમની તેમ રાખી છે. વિજ્ઞપુરુષો આ બાબત વિશેષ પ્રકાશ પાડે, તેવી અપેક્ષા.
(૩) ચરિત્રનાયક માટે આ ગ્રંથમાં ‘પૂજ્યશ્રી” શબ્દ વાપર્યો છે. તેનો પ્રયોગ ૨ ૧૧ માં પ્રકરણથી શરૂ થાય છે.
(૪) ચરિત્રનાયકના જીવનના કેટલાંક પ્રસંગે નોંધપાત્ર છતાં મારાં અજ્ઞાનના કારણે રહી જવા પામ્યાં છે. જો કે – કેટલીક વાતની ટૂંક નોંધ મેં પરિશિષ્ટમાં લીધી છે.
(૫) ફેટાએ ખાસ પસંદ કરીને લીધાં છે. હજુ પણ કેટલાંક રાજાઓ-અધિકારીઓ છે અને શ્રેષ્ઠિશ્રાવકોના ફોટા મૂકવા ભાવના હતી. પણ કાં તો તે ફેટાના અભાવે અને છે કાંતો કેટલાંક ફેટાઓ અન્યત્ર હોવા છતાં ન મળી શકવાથી એ ભાવના સફળ ન થઈ.
(૬) વીસમી સદીના અન્ય અનેક સૂરિપંગની સરખામણીમાં ચરિત્રનાયકના જીવનમાં અપાર વિશિષ્ટતાઓ જોવા મળે છે. એ વિશિષ્ટતાઓના આ ચિત્રમાં – એક જીવનચરિત્રમાં ન હોવા જોઈએ તેવાં – ત્રુટિ, અને અધૂરપ વ. દોષની સંભાવના ખરી. મારી ઉમેદ છે કે – ભવિષ્યમાં ખીલેલાં દૃષ્ટિબિંદુ” ના આધારે આવાં દોષ વિનાનું આ જ ચરિત્ર પુનઃ લખવું. ગુરુભગવંતના શુભાશીર્વાદ આ આશાને ફલવતી બનાવે. - “બનેલાં બનાવેલું કશી રંગપૂરણી વગરનું પ્રામાણિક વર્ણનઃ સત્ય.”
ગુજરાતના એક સાક્ષરબ્બે સત્યનો એક અર્થ આ કર્યો છે. એ અર્થને અનુસરવાનો મેં આમાં પૂરતો પ્રયત્ન કર્યો છે, એમ હું માનું છું. છતાં લેખનકલાની મારી છે છે અનભિજ્ઞતા અને રાત્રિનાયક પ્રતિ એમના એક શિષ્ય તરીકેની પૂજ્યબુદ્ધિને કારણે કયાંક 3. રંગપૂરણી થઈ હોય. હકીકત દોષ સંભવ્યા હોય, તો સુજ્ઞપુરુષો ક્ષમા કરે. અને એ કરે તરફ મારું લક્ષ્ય વિનાસંકેચ ખેંચે, જેથી મારાથી ફરી એવી ભૂલ થવા ન પામે.
કેટલાંક આંગળી ચીંધણ” માં પુણ્ય માનનારાં પણ હોય છે. એમણે પેલી દર્પણની વાત વિચારવા જેવી છે. પણ જવા દો. એમને વળી ઉપદેશ શો? એમનું એ “સુ”પુણ્ય એમને જ મુબારક હો.
અંતમાં– સૌરાષ્ટ્રની એક મહાન વિભૂતિનું, માત્ર સૌરાષ્ટ્રની જ શા માટે? ગુજરાતની. ના ! ભારતવર્ષની એક મહાન્ વિભૂતિનું જીવંત વ્યકિતત્વ આ જીવનમાં છે.
એ જીવન અનેકની જીવન–ઈમારતના ઘડતરમાં પાયાની જેમ આધાર બની રહે, એવી એ અભિલાષા સાથે. ... ... ......
શ્રીવિજ્યનેમિસુરિ જ્ઞાનશાળા, પાંજરાપોળ, રિલીફરોડ, અમદાવાદ–૧. માગશર શુદિ ૧૨ રવિ. તા. ૧૭-૧૨-૧૯૭ર.
રાde-94
A SAPA A APPS
૪
ર
ર
ર
ર
છે
એ
જ
છે
તે
જ
.
આ ઇ
.
.
.
. .
-
1
-
છે
કે '
'
-
-
-
/
9
/
/
. ૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org