________________
મહાયાત્રા
૩૨૫
કરવાના પેાતાના નિયમ પ્રમાણે કદ બગિરિની યાત્રાએ ગયા હતા. તેમના મનમાં એમ કે બેસતા વર્ષોંની યાત્રા કરીને તરત મહુવા પહેાંચીશું. પણ જ્યારે તેએ મહુવા આવી પહેાંચ્યા, ત્યારે તેમણે આ વજ્રાઘાતજનક બનાવ નિહાળ્યો, પછી તે પૂછવું જ શું ? નિરવિવિધ દુઃખની લાગણી અંતસ્તલને હતવિહત બનાવી રહી.
શ્રીસંઘે રાતેારાત સાચા કિનખાબથી મઢેલી સુંદર પાલખી તૈયાર કરી.
સં. ૨૦૦૬ ના પ્રારંભના દિવસે--કાક દિ એકમ શનિવારે ૯-૦ વાગે પૂજ્ન્મશ્રીના દેહને એ પાલખીમાં બિરાજમાન કરાયા. અને તરત અંતિમ મહાયાત્રા શરૂ થઈ. હજારાની મેદનીથી સા યે માગ ચિક્કાર હતા. અઢારે આલમ પેાતાના દાદા’ ને અંતિમ વિદાય આપવા માટે આંસુભીના ચહેરે એકત્ર મળ્યા હતાં.
‘જય જય નંદા, જય જય ભદ્દા'ના ગગનભેદી અવાજ સાથે પૂજ્યશ્રીના કુટુંબી જનેાએ અને સંઘના આગેવાને એ જ્યારે પાલખી ઉપાડી, ત્યારના કરુણ દેખાવ હૃદયદ્રાવક બની ગયા. શિષ્યગણુનુ મૂક રુદન, એથી જન્મતી હૃદયસ્પર્શી કરુણા, અને એનાથી વ્યાપતી સ્તબ્ધતા પાષાણુ દિલને પણ પાણી મનાવવા સમર્થ હતી. રે કાળ ! તું કેવા નિષ્ઠુર છે ?
અતિમયાત્રાની આગલી હરોળમાં બેન્ડ વાગી રહ્યું હતું. એના કરુણુ વૈરાગ્યપ્રેરક સરાદા હૈયા સોંસરવા ઉતરતાં હતાં. ત્યારખાદ ગ્રૂપના ગોટેગોટાં ઉડાડતાં કુંડાએ, ગુલાલના ઉછળતાં ઢગલાંએ, અને હજારાની મેદની વચ્ચે ચાલી રહેલી ભવ્ય જરિયાન પાલખી નજરે પડતી હતી. પાલખીની પાછળ દીનજનાને અનુકપાદાનરૂપે અનાજ, લાડુ, કેળાં, મેાસ`ખી વગેરે ખાદ્ય પદાર્થો તથા રોકડ નાણાંનું છૂટે હાથે દાન આપતાં ભાવિકજના નજર પડતાં હતાં.
જય જય નંદા, જય જય ભદ્દા'ની ઘેાષણાએથી આખું ગામ શબ્દમય બની ગયું હતું. એ શબ્દો જાણ સૂચવતાં હતાં કે—આવાં મહાપુરુષને મન તે મૃત્યુ પણ એક વિજયયાત્રા છે.
આ મહાયાત્રા ફરતી ફરતી જાહેર રસ્તા પર આવી કે જ્યાં પેલા પાન–સેાપારીવાળાની દુકાન આવેલી. ભા.વ. અમાસે તેને આવેલું સ્વમ અત્યારે અક્ષરશઃ સત્યસ્વરૂપે તેણે નિહાળ્યું. એ જ—સ્વપ્નામાં દીઠેલી પાલખી, હજારાની મેદની અને ગુલાલના ઢગલા અત્યારે તેને જોવા મળ્યા. ફક્ત તેણે કેાઈ ને ચ્હા ન પીવડાવી. (સ્વપ્નમાં બધાંને રચ્હા પીવડાવેલી.) આટલે! તફાવત સ્વપ્નમાં અને સત્યમાં રહ્યો.
મહાયાત્રા ગામમાં ફરીને ગામ બહાર વાશીતળાવના ઝાંપે આવેલા ખાલાશ્રમના મકાનની ઉત્તરદિશાએ ખાલાશ્રમની જગ્યાના જ એક ભાગમાં ભૂમિ-પ્રમાર્જન કરવાપૂ કે પાલખીને પધરાવવામાં આવી. પછી પૂજ્યશ્રીના આખા દેહને ફરતાં શુદ્ધ ચંદનના કાષ્ઠ ગેાઠવવામાં આવ્યા. ફકત મુખારવિંદને ભાગ ખુલ્લા રખાયેા. પણ એ વખતે મુખારવિંદ પર એવુ... અલૌકિક તેજ અને પ્રસન્નતા છવાયેલાં કે—જોનારાને લાગે કે—હમણાં જ મહારાજજી ખેાલી ઉઠશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org