________________
૩૨૪
શાસનસમ્રાટું
હવે અમારૂં કોણ ?? અને સમજુના આશ્વાસને માંડમાંડ થંભેલાં આંસુના પૂર નિબંધપણે વહેવા લાગતાં.
દીવાળીની આ રાત સૌને ભેંકાર ભાસી રહી હતી. દીવડા તો ઘણાં પ્રગટ્યા હતાં, પણ એ બધાંય આજે નિસ્તેજ દીસતાં હતાં. એમનું તેજ આજે હણાઈ ગયું હતું. કારણ –
–(મા) દીવાળીનો એક જોતિર્મય દીવડે આજે અલોપ બન્યો હતો–ઓલવાઈ ગયેા હતો. રે ! અનેક દીવાઓમાં અખૂટ નૂર પૂરનાર એ દીવડાની દિવ્ય જ્યોત હવે કયાં જોવા મળશે ?
ભગ્નહૃદય બનેલા પૂજ્યશ્રી ઉદયસૂરિજી મહારાજ આદિએ શ્રી સંઘની વિનંતિથી પૂજ્યશ્રીના સંયમપૂત દેહને વોસિરાવવાની ક્રિયા કર્યા બાદ ગૃહસ્થોએ ઉચિત સ્નાનવિલેપનાદિ કર્યું. બાદ શુદ્ધ નૂતન વ પરિધાન કરાવીને પૂજ્યશ્રીના દેહને તે જ સ્થાને પદ્માસને પધરાવવામાં આવ્યો.
એના અંતિમ દર્શન માટે આખું ગામ ઉમટયું. એક માણસ એના દર્શન વિનાનો ન રહ્યો. આખી રાત ઉપાશ્રયમાં લોકોની અવરજવર ચાલુ જ રહી. સૌ “દાદાના દર્શન કરીને ગમગીન હૃદયે અને આંસુભીની આંખે પાછા વળતા હતાં.
બીજી તરફ–આંસુના વેગને કઈ રીતે ન રોકી શકવા છતાં પણ પૂ. શ્રી નંદનસૂરિજી મહારાજે નગરશેઠ. હરિભાઈ સાથે બેસીને પૂજ્યશ્રીના સંસારી ભાણેજ છે. હઠીચંદ જીવણલાલ પાસે ભારતભરમાં તમામ ગામના સંઘ, પૂ. મુનિવરે તથા ભક્ત ગૃહસ્થ વગેરે ઉપર પૂજ્યશ્રીના સમાધિમય કાળધર્મના સમાચાર જણાવતા તાર શરૂ કરાવ્યા. લગભગ ૪૫૦ તાર તે રાત્રે જ થઈ ગયા. બીજે દિવસે પણ ૩૦૦ જેટલાં બાકીના તાર થયા.
આ તાર જ્યાં જ્યાં પહોંચ્યા, ત્યાં ત્યાં ઘેરા શેકનું વાતાવરણ છવાવા લાગ્યું. તે તે ગામના શ્રાવકો–સંઘે જે મળે તે સાધનમાં બેસીને વહેલી તકે મહુવા રવાના થવા લાગ્યા. એ જમાનામાં આજના જેવી ટ્રેઈન અને બસની સવિસ દુર્લભ હતી. રસ્તાઓ પથરાળ, કાચા હતા. રાતનો સમય હતો એટલે મેટર–ગાડી વગેરે સાધનો મળવા પણ ઘણાં મુશ્કેલ હતાં, તો પણ ભક્તિવાળા શ્રાવકો સેંકડોની સંખ્યામાં ગમે તે રીતે મહુવા આવી પહોંચવા લાગ્યા. તારને તો જાણે દરોડો પડ્યો. દિલગીરી દર્શાવતાં સેંકડે તાર મહુવાની પોસ્ટ ઓફિસે ઉતરવા લાગ્યા. • ભાવનગરમાં ખાંતિભાઈ વોરાને આ ખબર મળ્યા, ત્યારે તેમના દુઃખ-શાકનો પાર ન રહ્યો. તેમને હવે સમજાયું કે પૂજ્યશ્રીએ તે દિવસે જવાની ના કેમ પાડેલી ? તેમના હૈયામાં પારાવાર પસ્તાવો થવા લાગ્યો. પણ હવે શું થાય ?
પૂજ્યશ્રીના પરમ અનુરાગી અને શ્રી કદંબગિરિ તીર્થના પુનરુદ્ધારના પાયાથી માંડીને આજ સુધી અને આજીવન પિતાના તન-મન-ધનને સમપ દેનાર કામદાર અમરચંદભાઈ ચૌદશના દિવસે જ પૂજ્યશ્રીની તબિયત સારી જણાયાથી દર બેસતા મહિને યાત્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org