________________
૧}
શાસનસમ્રાટ્
માટી અને જાડી શાખા આકસ્મિક રીતે તૂટી પડી હતી. આ ભયાનક કડાકા પણુ એના જ સભળાયા હતા. મયાં લેાકેાને ત્યાંથી ઉઠવામાં થોડા વિલંબ થયેા હાત, તા કદાચ ૨૦ થી ૨૫ માણુસેાની જાનહાનિ એ શાખા વડે જરૂર થઈ હોત. પણુ રે ! શાસન દેવની કૃપાનું અને પના આરાધનનું માહાત્મ્ય અનેરૂં જ છે. આ પછી સૌ શાસનદેવની કૃપાનું ફળ સમજીને ત્તચિત્તે પ્રતિક્રમણમાં લીન મની ગયા, પણ—
આ વખતે કાઈની કલ્પનામાંય નહાતું કે-જિનશાસનરૂપ કલ્પવૃક્ષની એક મહાન શાખા આ વખતે જગમાંથી અદૃશ્ય થવાની છે. અને એની જ આ એક નિશાની છે.
પર્યુષણુ પૂરાં થયાં. હવે શ્રીસ ંઘ નૂતન જિનાલયેાની પ્રતિષ્ઠા અગેની વ્યવસ્થા વિચારવા લાગ્યા. પૂજ્યશ્રીની સૂચના અને પ્રેરણા અનુસાર ચામાસા પછી તરત પ્રતિષ્ઠા કરવાના નિય થયા. આ અરસામાં જ (પ્રાયઃ ભા. સુ. ૧૧ શે) અમદાવાદથી શેઠ ભગુભાઈ સુતરિયા, ભાગી. લાલ ચુનીલાલ દીપચંદ, શકરચંદ મણિલાલ વગેરે ૩૨ જેટલાં અગ્રણી શ્રેષ્ઠિવો પૂજ્યશ્રીને વંદન કરવા માટે આવ્યાં. તે વખતે પૂજ્યશ્રીએ પ્રેરણા આપતાં તેઓએ પ્રતિષ્ઠાની ટીપમાં રૂ. ૧૮ હજાર નોંધાવ્યાં.
આ બધાંની સાથે મગનલાલ હરજીવનદાસ ભાવનગરી ફોટોગ્રાફરના દીકરા શ્રી ખાણુભાઈ પણ આવેલા. તેમણે પૂજ્યશ્રીને વિનંતિ કરી કે ; સાહેબ ! આપના એક ફોટોગ્રાફ મારે લેવા છે. પૂજ્યશ્રી સંથારામાં સૂતાં હતાં. તેઓશ્રીએ ના ફરમાવી. પણ શેઠ ભગુભાઈ વગેના વિશેષ આગ્રહ થતાં શ્રીનંદનસૂરિજી મ. એ વિનંતિ કરીને પૂજ્યશ્રીને ધીમે ધીમે એઠાં કર્યા, તેઓશ્રી કપડાં પહેરીને સ્વસ્થ રીતે બેઠાં બાદ ખાબુભાઈ એ ફોટો પાડી લીધે. ત્યારે કાને કલ્પના હતી કે—પૂજ્યશ્રીને આ અંતિમ ફોટોગ્રાફ બની રહેશે ?
સમયને વીતતાં કાઈ વાર લાગે છે ? જોતજોતામાં ભાદરવા વિક્રે॰)) આવી. આજે પણ એક આશ્ચર્યકારી વસ્તુ ખની, શત્રિના નવ વાગે એકાએક આકાશમાંથી એક માટે તારો ખો. આંખને આંજી નાખે એવા તેજવાળા એ તારા પશ્ચિમમાંથી પૂર્વ તરફ જતા જણાય. એ વખતે આકાશમાં પથરાયેલું અજવાળું સચ લાઇટ કે કિટ્સનલાઈટના પ્રકાશથી ચે ઝાઝુ હતુ. તારા ખર્યાં, એની સાથે જ આકાશમાં એક ભયજનક અવાજ પણ થયા. એક તાપના ધડાકા જેવા એ અવાજ હતા. શાસ્ત્રમાં આવા અવાજને નિશ્ચંત કહે છે ૧
આ આશ્ચર્ય કર ઉલ્કાપાત અને નિર્થાત જાણે સૂચવી ગયાં કે– આ દુનિયાને કાઈ એક મહાન્ આત્માના ચિરવિયેાગ નિકટના ભવિષ્યમાં સાંપડવાના છે.
ભાદરવા વિદ અમાસની કાજળઘેરી રાત્રિએ એક બીજી પણ વૈચિત્ર્ય બન્યું. એક પાન સાપારીની હાટઢીના માલિકને એક સ્વસ લાધ્યું. ખીજે દિવસે સવારે જાહેર માર્ગ પરની ૧. જ્યેાજ ધી ફ્રીથે (પંચમ જ્યા) આ દુનિયાના ત્યાગ કર્યાં, તેના થાડા દિવસ પૂર્વે આવે જ ઉલ્કાપાત અને નિર્ભ્રાત થયેલા. એડવર્ડ ધી સેવન્થ (સાતમા એડવર્ડ) ના મૃત્યુ પૂર્વે પશ્ચિમ દિશામાં માટે પૂછડિયા તારા ઉગેલા, અને મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પૂર્વે પણ આવેા જ એક મોટા તારા ખરી પડવાનું ચિહ્ન થયેલું. આ ચિહ્નો થયા પછી થોડા જ સમયમાં તે તે મહાન વ્યક્તિના અવસાન થયેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org