________________
[૫૮] મહાપ્રયાણ
ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એક સંધ્યા ઢળી રહી હતી. રાતરાણીની અંધાર-પછેડી આખા જગને વીંટળાવાની તૈયારી કરી રહી હતી. - ઉદર પિષણ માટે આખો દિવસ ભમીને શાંત બનેલાં પંખીઓ કિર્લોલ કરતાં ઘર તરફ આવી રહ્યાં હતાં. દુનિયાના છેડા જેવા ઘરની ઉષ્માભરી ઓથ અને પ્રાધિક પ્રિય બચ્ચાંઓનો મીઠો કલરવ એમને દૈનિક થાક નિવારતાં હતાં.
મખમલશી હરિયાળી ધરતીને દિવસભર ખૂંદી, મનગમતાં તૃણભજન વડે સાત્વિક પિષણ મેળવીને હવે પોતાનાં વહાલસોયાં વાંને ભેટવાને આતુર–ગાયનાં ઘણુ ગામ ભણ પાછાં આવી રહ્યાં હતાં. એના આગમનથી ઊડેલી ધૂળ વડે આખું આકાશ છવાઈ ગયું હતું. જાણે આકાશમાં પણ ધૂલિમાર્ગ તૈયાર થતું હોય તેમ દીસતું હતું. દિવસભરના દૂધવિહેણાં વછેરોને આશાભર્યો પિકાર સાંભળીને ગાયે ત્વરિત ગતિએ ઘરે પહોંચવા તત્પર બની હતી. એને માટે હવે એક એક ડગલું એક ગાઉ જેવું બન્યું હતું. એક એક ક્ષણ એક દિવસ જેટલી વીતતી હતી. પુત્રવત્સલ માતાને મન પુત્રને ક્ષણિક વિગ પણ આખા યુગના વિયોગથી અધિક વસમો નથી હોતે ?
- શ્રી કદંબવિહાર પ્રાસાદના ઉત્તગ શિખરની ભવ્ય વિજા મંદ-શીતલ વાયુની સાથે આમથી તેમ દોડવાની રમત રમી રહી હતી. પીતવણું દંડની પાટલી ઉપર એક મત્ત અને મસ્ત મયૂરરાજ ગમે તેવાં પ્રચંડ પવનની સામે પણ જાણે અડગતા દાખવવાને મક્કમ નિર્ધાર કરીને બેઠો હતે. દંડ ઉપર રહેલી-આંબે લચેલી કેરી સમી-કિંકિણુઓ મધુર રણઝણાટ કરી રહી હતી.
સાયં–પ્રતિકમણની તૈયારી કરી રહેલાં આપણુ પૂજ્યશ્રીના હૈયામાં એ ફરતી દવા નિહાળીને-એ કિંકિણ–નિનાદ સાંભળીને અપાર આલ્હાદ આવિર્ભાવ લઈ રહ્યો હતો. જીવનભરની જહેમતે કરેલી આ તીર્થની ઉદ્ધારરૂપ સેવાથી એમના ચિત્તમાં વ્યાપેલા અપૂર્વ આત્મસંતેષને પડશે એ કિકિણીઓના રણકારમાં એમને સંભળાતે જણાયો.
એ અપૂર્વ અને અપાર આલ્હાદે પૂજ્યશ્રીને આગામી ચાતુર્માસ અહીં જ કરવાની જાણે પ્રેરણા આપી. વાર્ધક્ય, નાજુક તબિયત, અને તે છતાં લાભાલાભને કારણે અનિચ્છાએ ડળીને વિહાર, એ બધાંય કારણે વિચારતાં પૂજ્યશ્રીને થયું કેઃ “આવાં આલ્હાદજનક તીર્થસ્થાનમાં આ માસું શાન્તિથી કરવું. આ સુંદર ભાવ તેઓશ્રીએ શિષ્ય સમૂહને જણાવ્યું.
રગેરગમાં ગુરુ આજ્ઞાને ને ગુરુસેવાને ધારનારાં શિષ્યોએ એને પૂરી હોંશથી વધાવી લીધે. ગૃહસ્થગણને આ વાતની જાણ થઈ. તે-જેસર, ચેક અમદાવાદ, પાલિતાણા વ. ગામોના ભાવનાશીલ શ્રાવકે એ પણ એ ચાતુર્માસ કદંબગિરિમાં પૂજ્યશ્રીના પુનિત સાંનિધ્યમાં કરવા નિર્ણય કર્યો. સ્થાવર અને જંગમ તીર્થનું એકી સાથે સાનિધ્ય ક્યારે મળે ભલાં ?
૪૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org