SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ પુનિત પ્રેરણા અને ભવ્ય ભાવના ૨૭૧ ભગુભાઈના દવાખાનાના તેઓ મુખ્ય ડેકટર હતા. રહેવાનું પણ શેઠના બંગલામાં જ હતું. હોમિયોપેથીક ડોકટરોમાં તેઓ સર્વાધિક અનુભવી અને બાહોશ હતા બંગલેથી દવાખાના સુધી પણ તેઓ કદી મટર વિના-પગે ચાલીને ન જતા. અમદાવાદની બહાર કઈ વીઝીટે બેલાવે, તે એક દિવસની ફી તરીકે રૂ. ૨૦૦ તેઓ લેતા. આવા-નવયુગના રંગે પૂર્ણપણે રંગાયેલા એ ડોકટરના વડીલ ભાઈ મુનિ શ્રીસુભદ્રવિજયજી મ. સં. ૧૯૮૮માં કાળધર્મ પામ્યા, તે વખતે તેમની સમતા અને સમાધિ સૌ કેઈને અનુમોદના ઉપજાવનાર હતી. એ સમાધિએ ડેકટરના હૈયામાં વૈરાગ્યના વિચારે ઉત્પન્ન કર્યા. ડોકટરને લાગ્યું કેઃ “સાચે જ, આ સંસાર અસાર છે. બધા જ ભેગવિલાસે જોગવીશું, પણ અંતકાળે આવી સમાધિ નહિ મળે, તો જીવન અને મરણ બરબાદ થઈ જશે. માટે આત્મકલ્યાણ સાધવું જ જોઈએ. અને છેવટે–એક દિવસ પણ ચારિત્રનું આરાધન કરવું જ જોઈએ.” આ વિચાર હવે માત્ર વિચાર જ ન રહ્યો. તત્કાલ એને અમલ શરૂ થયું. ડોકટર ધીમે ધીમે વિશેષપણે ગૃહસ્થચિત ધર્મકાર્યો કરવામાં તત્પર બન્યા. ભગુભાઈ શેઠના વડે પૂ. આ. શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૧૯૮૯માં તેમણે ૪૫૦ ગૃહસ્થને ઉપધાન કરાવ્યાં. એમાં પોતે પણ સજોડે ઉપધાન કરીને માળ પહેરી. આ ઉપધાનમાં ૩૫૦ તે પ્રથમ ઉપધાનવાળા-માળ પહેરનારા હતા. આ પ્રસંગે તેમણે ઘણે ધનવ્યય કર્યો. આ બધી આરાધના કરતાં કરતાં તેમના ધર્મપત્ની શ્રી રતનબેન પણ વૈરાગ્ય રંગવાસિત બન્યા. તેમને પણ દીક્ષા લેવાના ભાવ જાગ્યા. બે વર્ષ સુધી ધર્મારાધના કર્યા પછી તેમને વિચાર દઢ બનતાં તેઓ આ ચોમાસામાં મહુવા આવ્યા, અને પૂજ્યશ્રીને વિનંતિ કરી કેઃ આપ અમદાવાદ પધારે, અને અમને બન્નેને દીક્ષા આપીને કૃતાર્થ કરો. પૂજ્યશ્રી પણ એ સ્વીકારી, અને ચોમાસા બાદ વિહાર કરી અમદાવાદ પધાર્યા. ડોકટર પાડાપોળના રહેવાસી હતા. ત્યાં તેમનું ઘર હતું. આથી તેઓ પૂજ્યશ્રીને પાડાપળ લઈ ગયા. પૂજા–પ્રભાવનાદિ કાર્યો કર્યા. પળમાં વિશાળ મંડપ બાંધે, તેમાં હંમેશા પૂજ્યશ્રી હજારો માનવને વ્યાખ્યાન દ્વારા સંસારની અસારતા અને ત્યાગની મહત્તા સમજાવતાં. મહા શુદિ છઠનું મુહુત હતું. એ દિવસે સવારે વાર્ષિકદાનને ભવ્ય વરઘોડા પાડાળથી ચઢ્યો. બને દીક્ષાથી છૂટે હાથે વષીદાન વરસાવીને જનતાને જાણે ત્યાગધર્મને મૂક ઉપદેશ આપી રહ્યા હતાં. વડો હઠીસિંહ કેસરીસિંહની બહારની વાડીએ ઉતર્યો. પૂજ્યશ્રી સપરિવાર ત્યાં પધાર્યા હતાં. વાડીમાં બંધાયેલા સુવિશાળ મંડપમાં દીક્ષા વિધિ શરૂ થશે. વિધિની વિશુદ્ધતા અન સર્વજનેને સુગમ અર્થ સમજાવટની પદ્ધતિ માટે પૂજ્યશ્રી પ્રખ્યાત હતા. એટલે શ્રોતાપ્રેક્ષક ગણને અપૂર્વ લ્હાવે મળી ગયો. ડોકટરનું સર્કલ બહોળું હાથી સેંકડો શિક્ષિત-શેઠિયાઓ-ડોકટરે આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઉચ્ચ કક્ષાનું વૈજ્ઞાનિક શિક્ષણ પામેલાં ડોકટર આવાં ત્યાગ માગે જાય, એ દશ્ય કેટલાંકને માટે નવી આંખે જૂનું જોવા જેવું હતું, ભારે આશ્ચર્યજનક હતું. મિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy