________________
ઐતિહાસિક મુનિસંમેલન
૨૫૧
શ્રાવકસંઘના આગેવાન નગરશેઠ કસ્તૂરભાઈ તથા શેઠ કસ્તૂરભાઈ લાલભાઈ આ કાર્યના સૂત્રધાર હતા. તેઓ બંને સંમેલન ભરવામાં સહમત હતા. પણ ક્યાં ભરવું ? તેમાં મતભેદ થતો હતો.
નગરશેઠનું કથન હતું કે અમદાવાદમાં જ ભરવું. જ્યારે શેઠ કસ્તૂરભાઈનું કહેવું હતું કે-જે અમદાવાદમાં ભરાય, ને તેમાં કદાચ સફળતા ન મળે, તે અમદાવાદને શિરે નામોશી આવે. માટે કે તીર્થસ્થળમાં સંમેલન જવું.
બને અગ્રણીઓના વિચાર એક ન થાય ત્યાં સુધી કામ આગળ ધપે તેમ ન હતું. એ એય લાવવા માટે નગરશેઠને લઈને શેઠ પ્રતાપસિંહ મેહલાલભાઈ પૂજ્યશ્રી પાસે ઘેઘા બંદરે આવ્યા. તેમના વિચારે પૂજ્યશ્રીએ બરાબર સાંભળ્યા-જાણ્યા.
પછી શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ તથા શેઠ કરતુરભાઈ પૂજ્યશ્રી પાસે આવ્યા. તેઓની સાથે પણ પૂજ્યશ્રીએ વિચાર વિનિમય કર્યો. જુદાં જુદાં ક્ષેત્રોની વિચારણા કરતાં અમુક પ્રકારની પ્રતિકૂળતા સર્વત્ર જેવામાં આવી. પૂજ્યશ્રીએ તેમના વિચારો જાણ્યા પછી તેમને સમજાવ્યાં કે–“સંમેલન પ્રસંગે સેંકડો સાધુ-સાવીઓ આવે, તેઓને માટે ગેચરી–પાણી વગેરેની સર્વ વ્યવસ્થા અમદાવાદને સંઘ જ સાચવી શકે. આ અને આવી સર્વ સગવડ અમદાવાદમાં છે. માટે સંમેલન ત્યાં ભરવું, એ જ બરાબર જણાય છે.” શેઠે પણ આ વાતમાં સહમતિ આપી. એટલે અમદાવાદને નિર્ણય થઈ ગયે.
આ પછી સંમેલનનું શુભમુહૂર્ત કાઢી આપવા નગરશેઠે વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ ફાગણ વદ ૩ ના શુભ દિવસ ફરમાવ્યો. દિવસ નક્કી થતાં જ શ્રીનગરશેઠ સ્વયં તે તે સ્થળે બિરાજતાં તે તે ગચ્છ અને સમુદાયના આગેવાન આચાર્યાદિ મુનિરાજે પાસે જઈ આવ્યા. સંમેલનમાં તેઓની સંમતિ તેમજ સંમેલનમાં પધારવાની વિજ્ઞપ્તિ કરવાપૂર્વક તેઓના પધારવાનો નિર્ણય મેળવી આવ્યા. સંમેલનને હજી ચાર માસની વાર હતી. એટલે દર રહેલા મુનિરાજે પણ નિરાંતે આવી શકે તેમ હતું.
હવે ઘોઘામાં પૂજ્યશ્રીના પવિત્ર ઉપદેશના પરિણામે શા. રાયચંદ લલ્લુભાઈને સંઘ કાઢવાના ભાવ થયા. તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં છે “રી પાળતો સંઘ કાઢ્યો. સંઘ પાલિતાણા આવતા ત્યાં ગિરિરાજની યાત્રા કરી, તીર્થમાળા પહેરાવીને પૂજ્યશ્રી કદંબગિરિજી પધાર્યા. થોડા દિવસ રહીને ઘેટી આવ્યા.
નગરશેઠ શ્રીકસ્તૂરભાઈ સંમેલનના નિમંત્રણપત્રને કાચો મુસદ્દો તૈયાર કરીને અહીં લાવ્યા. પૂજ્યશ્રીએ તે બરાબર તપાસી લીધા પછી તેઓએ તે આકર્ષક ઢબે છપાવીને સર્વત્ર મુનિવરોને મોકલી આપ્યું. મુનિરાજે પણ તે મળતાં પિતાપિતાની અનુકૂળતા પ્રમાણે અમદાવાદ ભણી વિહાર કરવા લાગ્યા.
પૂજ્યશ્રી પણ ઘેટીથી નેંધણવદર-સણોસરા-વળાના રસ્તે પેલેરા આવ્યા. આ. શ્રીવિજયનંદન સૂરિજી મ. આદિ સાત મુનિવરો કંદબગિરિથી શ્રીરવતગિરિની યાત્રાએ ગયેલા, તેઓ ત્યાંથી યાત્રા કરીને ગંડલના રસ્તે પૂજ્યશ્રીની સેવામાં આવી ગયા. અહીંથી અનુક્રમે અમદાવાદ પધાર્યા. સંમેલનની હજી વાર લેવાથી થોડા દિવસ શેઠ ભગુભાઈ સુતરિયાના બંગલે બિરાજ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org