________________
૨૫૦
સોસનસમ્રાટ
અત્ર એગ્ય કાર્યસેવા લખશોજી.
સેવક મોતીચંદની વંદણા.” આ પત્રને શબ્દેશબ્દ તત્કાલીન કલેશમય વાતાવરણને તાદશ ચિતાર રજુ કરે છે.
એક તરફ આ બધું ધાંધલ ચાલી રહ્યું હતું, ત્યારે બીજી તરફ–
શાસનના સમર્થ હિતચિંતક અને અજોડ દૂરદર્શિતાવાળા સાધુસંઘના નાયકે અને શ્રાવકસંઘના અગ્રણીઓ પણ સંપૂર્ણ સજાગ હતા. શાસનના નામે થઈ રહેલી અવહેલનાઓ તેમના લક્ષ્ય બહાર ન હતી. તેઓ એગ્ય અવસરની રાહમાં હતા.
છેલ્લાં કેટલાંક વર્ષો થયા સંધનાયકે એક વ્યવસ્થિત મુનિમેલનની યોજના વિચારી રહ્યા હતા. હવે તે મુનિસંમેલન જ આ પરિસ્થિતિના પ્રતિકાર માટે શક્તિમાન નીવડે તેમ હતું. આ માટે વડીલમાં પરસ્પર વાટાઘાટે ચાલતી હતી. શાસનમાં સર્વોચ્ચ આપણે પૂજ્યશ્રી હતા. સૌની મીટ તેમના તરફ મંડાયેલી હતી. સૌ દઢપણે માનતા કે-પૂજ્યશ્રી જે આ કાર્ય હાથમાં લે, તે તે અવશ્ય થાય અને સફળ થાય. એ માટે સૌ વારંવાર પૂજ્યશ્રીને વીનવતાં પણ ખરા.
પણ પૂજ્યશ્રી દીર્ઘદૃષ્ટા હતા. કોઈ બાબત તેમની નજર બહાર ન હતી. તેઓશ્રી અવસરની રાહમાં હતા. પરિપકવ અવસરે કરેલા કાર્યનું ફળ પરિપકવ નીપજે છે, એમ તેઓશ્રી દઢપણે માનતા.
અવસરને પરિપકવ બનાવવા માટે તેઓશ્રીના પ્રયાસ ચાલુ જ હતા. અન્ય આચાર્ય મહારાજે સાથે તથા સંઘના અગ્રણીઓ સાથે પત્રવ્યવહાર વગેરે દ્વારા વિચારોની આપ લે તેઓશ્રી કરી રહ્યા હતા.
છેલ્લાં બેએક વર્ષથી તેઓશ્રીએ જોયું કે-હવે આ કાર્ય કરવાનો અવસર આવી પહોંચે છે. તરત જ તે અંગેના સક્રિય પ્રયાસો શરૂ થયા. ૮૯ ની સાલમાં સંમેલન ભરાય, એવો તેઓશ્રીને વિચાર હતો. પણ એ વર્ષમાં પૂ. આચાર્ય શ્રીવિજયવલ્લભસૂરીશ્વરજી મ. વગેરે અનેક મુનિવરે દૂરપ્રદેશમાં વિચરતા હોવાથી નિશ્ચિત સ્થાને સૌનું પહોંચવું અશક્ય જણાતાં એ વિચાર મુલતવી રખા. અને ૯૦ ની સાલમાં સંમેલન ભરવાના ચક્રો ગતિમાન્ થયા. ભાવનગરના ગત ચાતુર્માસમાં આ અંગેના પ્રયત્ન ચાલુ હતા. જુદા જુદા ગૃહસ્થાદિ દ્વારા અન્ય વરિષ્ઠ સૂરિવર્યોના અભિપ્રાય મેળવવામાં આવ્યા.
અમદાવાદના નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈએ ભાવનગર આવીને સંમેલન માટે પૂજ્યશ્રીને વિનંતિ કરી. તેમની સાથે પૂજ્યશ્રીએ સંમેલન અંગેનાં સઘળાં પાસાઓની ઝીણવટભરી વિચારણા કરી અને નક્કી કરવામાં આવ્યું કે વિદ્યમાન તમામ ગચ્છના અગ્રણી આચાર્ય-ઉપાધ્યાયાદિ મુનિરાજે પાસે નગરશેઠ જાતે જઈ આવે, અને સંમેલન માટે વિનંતિ કરી આવે. આ રીતે સંમેલનના વિચારને મૂર્તરૂપ આપવાનો નિર્ણય લેવાઈ ગયે. ૧. એક વાત અહીં દયાનમાં રાખવી ઘટે કે-સર્વ ગચ્છના સર્વ મુનિરાજે તથા સાધ્વીજીઓ પ્રત્યે
નગરશેઠનું હૃદય પૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા ધરાવતું હતું. અને એ અતીવ અનુમોદનીય ગણાય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org