________________
કરવા
કરી કે એક છે અને બીજા પક્ષે પૂ. લબ્ધિસૂરિ મહારાજે સંમતિ મેળવી લઈ. આ પ્રશ્નનો ઉકેલ લાવ. . છે આ પ્રસંગે શ્રી સાગરાનંદસૂરિજીએ વિના સંકોચે પૂજ્યશ્રીને સંમતિ લખી મોકલી છે.
વિ.સં.૧૯૯૨માં તિથિમતભેદ ઊભો થયો, તે વખતે પ.પૂ. આચાર્યદેવ અમદાવાદમાં પાંજરાપોળના ઉપાશ્રયે બિરાજતા હતાં. પૂ.આ. સિદ્ધિસૂરીશ્વરજી મ. વિદ્યાશાળે છે બિરાજતાં હતાં. આ વખતે પૂ. સિદ્ધિસૂરિજી મ. પાંજરાપોળે પધાર્યા. અને આચાર્ય પુંગવોએ વિચારવિનિમય કર્યો. અને છેવટે પૂ. સિદ્ધિસૂરિજી મહારાજે પૂજ્યપ્રવરને આ જણાવ્યું કે : “આપ જે રીતનો સંવચ્છર સંબંધમાં નિર્ણય કરશે, તે રીતે હું કરીશ. અમદાવાદમાં ભેદ પડે તેમ નહિ બને.” અર્થાત્ – પૂજ્ય પ્રવરના વચન ઉપર અટલ છે વિશ્વાસ હતે.
પૂ. આચાર્ય શ્રી નીતિસૂરીશ્વરજી મહારાજને તો તેમના ઉપર અત્યંત સદભાવ હતો. તેમણે વિ.સં. ૧૯૭૧નું ચામુર્માસ પાંજરાપોળે પૂ. આચાર્ય મહારાજની સૂચનાથી કર્યું છે. તે
એક પ્રસંગ મને બરાબર યાદ છે કે- કોચીનવાળા જીવરાજ ધનજીભાઈ તરફથી સિદ્ધહેમબૃહપ્રક્રિયા ગ્રંથ છપાયેલે. આ ગ્રંથમાં છેલે
मयाशंकरपुत्रेण, गिरिजाशंकरेण वै। कृतेयं प्रक्रिया नित्यं, यावच्चन्द्रदिवाकरौ ।।
આ લેક છાપેલે. આ વાતની જાણ પૂજ્ય આચાર્યદેવને થતાં તેમણે પૂ. નીતિ છે એ સૂરીશ્વરજીને જણાવ્યું કે – ગિરિજાશંકર પંડિતે આ કઈ નવું પ્રક્રિયા વ્યાકરણ બનાવ્યું છે નથી. કલિકાલ સર્વજ્ઞ ભગવંતનું આ વ્યાકરણ આ રીતે આપણે હાથે છપાય તે વ્યાજબી નથી.
તુર્ત પૂ. નીતિસૂરીશ્વરજી મહારાજે તે લોક ઉપર કાપલી ચાંટાડી દેવરાવી. અને હું કે ધ્યાન દોરવા બદલ લાગણી બતાવી. આમ આ બે આચાર્યો વચ્ચે ખુબ જ પ્રેમ અને કે લાગણી હતાં.
પ. પૂ. આ. શ્રીવલ્લભસૂરિજી મહારાજ તો પૂજ્યશ્રી પ્રત્યે અત્યંત પૂજ્યભાવ રાખતાં. ઉદેપુરમાં સૌ પ્રથમ મળેલ તે વખતના ઉદગાર તેમજ તેમની આ ગ્રંથમાં આપેલી અંજલિ દ વગેરે તે વાતને પ્રકાશિત કરે છે.
પ. પૂ. આ મેઘસૂરિજી મહારાજ વારંવાર જણાવતાં કે-“શાસનના આગેવાન બનવું ? ન હોય, અને શાસનમાં કોઈપણ સક્રિય કામ કરવું હોય તો પૂ. આચાર્ય શ્રીનેમિસૂરી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org