________________
૨૨૭
આપને ઉચિત લાગે છે. પ્રતિમા ભરાવવાને નિર્ણય લેવાયો. એ પ્રતિમા બનાવવાનો ઓર્ડર જયપુરના કુશળ શિલ્પીને આપવામાં આવ્યું. એણે પણ ઓર્ડર અનુસાર શુભ દિવસે શુદ્ધિ અને વિધિપુરઃસર એ પ્રતિમા ઘડવાને મંગલ પ્રારંભ કરી દીધો.
આ તરફ મહુવામાં પૂજ્યશ્રીના પવિત્ર જન્મસ્થાનમાં ખાતમુહૂર્ત થયા પછી દેરાસરનું બાંધકામ શરૂ થયું. ત્યાં પણ નાનું અને સાદું દેરાસર બાંધવાને જ વિચાર હતા. પણ પછીથી પૂજ્યશ્રીના પટ્ટધર આ. શ્રીવિજયસૂરિજી મ. તથા તેમના પટ્ટધર આ. શ્રીવિજયનંદનસૂરિજી મ. ની શુભપ્રેરણાથી ભક્તશ્રાવકની ભાવનામાં વૃદ્ધિ થતાં બાવન જિનાલયયુકત ચાર મજલાનું શિખરબંધી દેરાસર બાંધવાને નિર્ણય થયે અને એ મુજબ પ્લાન કરીને કામ આગળ ધપાવવામાં આવ્યું.
આ ચાતુર્માસની શરૂઆતમાં પૂજ્યશ્રીએ પિતાના વિદ્વાન શિષ્ય મુનિશ્રી અમૃતવિજયજી મહારાજને ગણિપદ તથા પંન્યાસપદ અને મુનિશ્રી લાવણ્યવિજયજીને પ્રવર્તકપદ આપ્યાં. શ્રીઅમૃતવિજયજી મ. ગયા મહા મહિનાથી શ્રીભગવતીસૂત્રના પેગ વહી રહ્યા હતા. પદવીપ્રસંગે શ્રીસંઘે ભવ્ય મહોત્સવ .
ચાતુર્માસ પછી દેરાસરના કામકાજને અંગે કેટલાક સમય મહુવામાં સ્થિરતા કરી. તે દરમ્યાન–શેઠ કસળચંદ કમળશીના કુટુંબમાં વ્યાવહારિક કારણોસર વિખવાદ થતાં તેના છાંટા જ્ઞાતિમાં તથા સંઘમાં પણ ઉડ્યાં. આથી સંઘમાં પણ વિખવાદનું વાતાવરણ સર્જાયું. બે પો પડી ગયા.
પણ પૂજ્યશ્રીએ બન્ને પક્ષને એકત્ર કરીને શાંતિ તથા સંપ જાળવવાને ઉપદેશ કર્યો. અને નાના નાના હેતુઓને આગળ ધરીને સંઘમાં તથા જ્ઞાતિમાં વિખવાદ ઊભે ન કરવા સમજાવ્યા. બન્ને પક્ષવાળા પિતાની ભૂલ સમજ્યા, કબુલ થયા, અને પૂજ્યશ્રી સમક્ષ પરસ્પરની ક્ષમા યાચીને વિખવાદને અંત આણ્યો.
મહવામાં શ્રીયશોવિજ્યજી જૈન બાલાશ્રમ બાંધવા માટે કસળચંદભાઈએ ઉદારદિલે સારી રકમ આપી હતી. એ બાલાશ્રમનું બાંધકામ આ વિખવાદને લીધે અટકેલું. પણ હવે તે પૂરું કરવાનું સંઘે કબૂલ્યું.
હવે પૂજ્યશ્રીએ વિહારની તૈયારી કરી. એ પ્રસંગે આ સમાધાનથી ખૂબ આનંદ પામેલા શ્રીસળચંદભાઈને શ્રીસિદ્ધગિરિરાજને છરી પાળતો સંઘ કાઢવાની ભાવના થઈ. પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને એ ભાવનાને દઢ બનાવી. એ દઢ ભાવનાનુસાર તેમણે પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘ કાઢ્યો.
સંધમાં જોડાયેલા સેંકડે યાત્રાળુઓ તપ-જપ-પ્રભુભક્તિ-ગુરૂસેવા આદિ ધર્મકાર્યો કરતાં કરતાં ઉમણીયાવદર, કુંભણ, ખુંટવડા, સેદરડા, છાપરીયાળી, જેસર, રાજપર, ચોક થઈને કદંબગિરિજી આવ્યા, ગિરિવરની યાત્રા કરી. પૂજ્યશ્રીના શ્રીમુખે આ તીર્થને મહાન મહિમા શ્રવણુ કરીને સકલ સંઘ પુલકિત બન્યું. ગિરિરાજની છાયામાં નિર્માઈ રહેલાં ભવ્ય દેરાસરને જેઈને સૌ કઈ પૂજ્યશ્રીના તીર્થોદ્ધારમય આત્માને અભિનંદી રહ્યા. પૂજ્યશ્રીના કલ્યાણકર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org