SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ સીમલા કરાર આ પછી શ્રીસ ંધની વિનતિથી સ. ૧૯૮૪નું એ ચેામાસુ` પૂજ્યશ્રી ખંભાતમાં ખિરાજ્યા. શ્રીસિદ્ધગિરિજીની યાત્રાના ત્યાગ બે વર્ષથી ચાલુ હતા. આ બે વર્ષ દરમિયાન એક પણ જૈન યાત્રિકે પાલિતાણામાં પગ નહેતા મૂકયા. આ અકલ્પ્ય અસહકારથી પાલિતાણાના ઠાકારશ્રીની અકળામણુના કોઈ પાર ન હતા. નામદાર બ્રિટિશ સરકારને પણ આ અસહકારથી ભારે ચિન્તા થઇ હતી. સી. સી. વેટસન દ્વારા અપાયેલા ફ્ેસલાની અયોગ્યતા સરકારની સમજમાં આવી ગઈ હતી. હવે સરકાર ઈચ્છતી હતી કે જેના તથા ઢાકેરશ્રી વચ્ચેની આ તકરારના ત્વરિત અંત આવવા જ જોઈએ, અને આ અસડુકાર હટાવવા જ જોઈ એ. આમ ન થાય તે પરિસ્થિતિ વધારે કથળવાના પૂરેપૂરા સંભવ હતે. કારણ કે--અપીલેા કરી કરીને થાકેલા આપણા પક્ષ હવે ઈંગ્લાંડ પ્રીવી કાઉન્સીલમાં અપીલ કરવાને તૈયારી કરતા હતા. અને એની જવાખદારી હિંદી સરકારને માથે આવી પડે તેમ હતી. તે વખતના બ્રિટિશ હિંદના વાઈસરેય લેા ઈરવીને આ જવાખદારીથી મુક્ત રહેવા માટે બન્ને પક્ષેા વચ્ચે સમજૂતી સાધવા માટે સીમલા ખાતે એક ગેાળમેજી પરિષદ (Round Table Conferance) ગઢવી. તેમાં ભાગ લેવા જેનાને અને ઢાકેારશ્રીને તેડાવ્યા. એ કોન્ફરન્સમાં બન્ને પક્ષેાએ એકદિલીથી માંત્રણા કરીને પારસ્પરિક મતભેદોનું નિરાકરણ આપ્યું. રખેાપાની રકમ પેટે જૈનો ઢાકારશ્રીને પ્રતિવષ ૬૦ હાર રૂપિયા આપે, એવુ લાડ ઇરવીનની સમજાવટથી ઠાકારશ્રી સાથેના સંબધા સુધરવાની આશાથી આપણા પક્ષે માન્ય કર્યુ. આ કરારની સમયમર્યાદા ૩૫ વર્ષીની હતી. આમાં આપણા પક્ષે-શેઠ કીકાભાઈ પ્રેમચંદ્ગુ રાયચંદ, નગરશેઠ કસ્તૂરભાઇ મણિભાઇ, શેડ માથુલાલ મનસુખભાઇ, શેઠ સારાભાઈ ડાહ્યાભાઈ, શેઠ અમૃતલાલ કાળીદાસ, શેઠ પ્રતાપસિહ માહાલાલભાઈએ તથા સામા પક્ષે ડાકોરથી બહાદુરસિ’ગજીએ સહી કરી. વિખ્યાત ધારાશાસ્ત્રીઓ સર સી. એચ. સેતલવાડ, તથા શ્રી ભુલાભાઈ જે. દેશાઈની હાજરીમાં આ સહી કરવામાં આવી, અને આ કરારને હિન્દુસ્તાનના વાઈસરોય લાડ ઈરવીને મજુરી આપી. જો કે–આ કરારથી આપણને થયેલું નુકશાન ઓછુ ન હતું. છેલ્લાં ૪૦-૪૦ વર્ષથી ફ્ક્ત રક્ષણને માટે ૧૫ હજાર રૂ. ની રકમ આપણે ઠાકારશ્રીને આપતા હતા. (રક્ષણ માટે દરખારશ્રીએ અમુક ખાસ પોલિસના બ ંદોબસ્ત કરેલા. ખાસ કરીને આ બંદોબસ્તના ઉપયાગ કરવાની જરૂર પડી જ નહેાતી. એટલે હવે આ ઘેાડા બંદોબસ્તની પણુ આપણુને જરૂર નહાતી જ. તેથી તે પેટે હવે એક પાઈ પણ આપવાની રહેતી જ નહેાતી.) અને હવે જેની આપણને જરૂર નથી, તે રક્ષણના બ ંદોબસ્ત માટે થઈને આપણે ઠાકારશ્રીને ૧૫ ને બદલે ૬૦ હજાર રૂપિયા ૩૫-૩૫ વષઁ સુધી આપવા પડે, એ દેખીતું નુકશાન હતું. અને આટલી રકમ પ્રતિવર્ષ ભરીએ તાય મૂળ ગરાસિયા હક્ક કે જેને માટે આપણે વર્ષોથી લડતા આવ્યા છીએ, તે તે અલભ્ય જ રહ્યો. આપણને તે અમુક મર્યાદિત હક્ક જ મળ્યું. આ બધુ નુકશાન ઘણુ જ ખેદજનક હતું. પણ અન્ય કાઈ ઉપાય ન હેાવાથી આપધ તરીકે આ કરારને સ્વીકાર્યા સિવાય આપણા આગેવાનાને ચાલે એવું નહેાતું જ. ૨૧૩ આ વાત પૂજ્યશ્રી પણુ સારી રીતે સમજતા હતા. આપણા આગેવાન શ્રેષ્ઠિવા સવ ખાખતમાં પૂજ્યશ્રીના અનુભવ અને બુદ્ધિના નિચેાડસ્વરૂપ માર્ગદર્શન-મેળવતાં. તે અનુસાર જ સં કાર્ય કરતાં, અને તેમ કરવાથી જ તે ક્રૂત્તેહ મેળવતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy