________________
અનુમોદનીય યાત્રા સંધ
૨૫ પૂ. આ. શ્રી વિજ્યભક્તિસૂરિજી મ., વાચનાચાર્ય શ્રીમાણિક્યસિંહસૂરિજી મ. પં. શ્રીભક્તિવિજયજી મ. (રાધનપુરવાળા) આદિ અનેક પૂજ્ય મુનિપુંગવા સપરિવાર પધાર્યા હતા.
ભાવેલ્લસિત હૈયે શંખેશ્વરતીર્થની યાત્રા કર્યા બાદ પૂજ્યશ્રીએ સંઘવીને વિધિપૂર્વક તીર્થમાળા-પરિધાન કરાવ્યું. ત્યારબાદ ત્યાંથી પંચાસર-દશાડા થઈને માંડલ-ઉપરીયાળાજી પધાર્યા. માંડળમાં શેઠ આ. ક. ની પેઢીની કમિટિ સિદ્ધાચલજીના પ્રશ્ન અંગે પૂજ્યશ્રી પાસે માર્ગ દર્શન મેળવવા આવી. કમિટિ અને પૂજ્યશ્રી વચ્ચે તે અંગે વિચારણું તથા વાટાઘાટે થઈ. કમિટિએ પૂજ્યશ્રીને સૂચવ્યું કે : “આપશ્રી ધ્રાંગધ્રા પધારશો, તે ત્યાંના દીવાન સાહેબ શ્રીમાનસિંહજી આપની સાથે શ્રીસિદ્ધાચલજી તથા શ્રીગિરનારજી સંબંધી વાટાઘાટ કરવાના છે. વળી-તીર્થના હક્ક વગેરે બાબતની માહિતી, તથા સામાને સમજાવવાની શક્તિ, જે આપશ્રીમાં છે, તેવી અન્ય કેઈમાં નથી જ. અને આપશ્રી જે કરશે તે પેઢીને તેમજ હિન્દુસ્તાનના સંઘને માન્ય કરવાનું હોય જ છે.”
સંઘ ધ્રાંગધ્રા તરફ આગળ વધ્યો. પિષ વદી ચેાથે ધ્રાંગધ્રામાં પ્રવેશ હતે. અહીં આજુબાજુના તથા દૂરના ગામમાંથી હજારો લોકો આ વિશાલ તીર્થયાત્રા સંઘના દર્શનાર્થે ઉમટયા હતા.
ગામ બહાર એક માઈલ દૂર સંઘ આવી પહોંચતાં, ત્યાં દિવાન સાહેબ શ્રીમાનસિંહજી કે જેઓ પૂજ્યશ્રીના પરમ અનુરાગી ભકત બન્યા હતા. અને પૂજ્યશ્રીને ગુરૂજી માનતા હતા, તેઓ અન્ય રાજ્યાધિકારીઓ તેમજ ધ્રાંગધ્રાને શ્રીસંઘ વિ. આવી પહોંચ્યા. પૂજ્યશ્રીના દર્શન-વંદન કરીને સંઘવીજીને મળ્યા. ત્યાર પછી વિશાળ છતાં સુવ્યવસ્થિત સામૈયું શરૂ થયું. એ સામૈયાનું વર્ણન કરતાં “શ્રી ધામી લખે છે –
ગામથી એક માઈલ દૂરથી વરડો ચડવાનું હોવાથી બે એક માઈલ સુધી સડક પર બંને બાજુ માણસની હાર ખડી થઈ ગઈ હતી. વડામાં પ્રથમ સંઘવીશ્રીનો નિશાનડ કે હતા. ત્યારપછી સ્ટેટનું વિશાળ મિલિટરી બેન્ડ હતું. એની પાછળ સ્ટેટના પાયલ સૈનિકની એક સશસ્ત્ર ટુકડી હતી. પાછળ કાઠિયાવાડના પાણીદાર ઘોડાઓ નચાવતા સ્ટેટના સ્વાર હતા. ત્યારપછી કુણઘેરીઆ ગુર્જરવીર, તેની પાછળ ઘોડાગાડીઓની લાંબી કતાર અને શણગારાયેલા સાંબેલાઓ પાછળ સંઘવીજીનો સુંદર સીગરામ ચાલતું હતું. એની પાછળ ધ્રાંગધ્રાના સ્વયંસેવકોની વિશાળ ટુકડી હતી. ત્યારબાદ સંઘપતિની પુત્રી શ્રી કલાવતીબેન સાંબેલા તરીકે શેભી રહ્યા હતા. આની પાછળ પચાસ વોલંટીયરની ટુકડી હતી. આ પછી વળી સ્ટેટનું એક સુંદર બેન્ડ હતું. અને પાછળ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી, આચાર્ય મહારાજ શ્રીવિજયનીતિસૂરીજી, આચાર્ય શ્રીદશનસૂરિજી, આચાર્યશ્રી ઉદયસૂરિજી, પં. શ્રીભકિતવિજયજી તેમજ બીજા મુનિમંડળ સહિત લગભગ પાસે સાધુમહારાજાઓને વિશાળ સમુદાય ચાલ્યો જતું હતું. ત્યાર પછી સંઘવીજી અને તેમના બંને ભાઈઓ તથા કુટુંબ, તેમની બાજુમાં ધ્રાંગધ્રા સ્ટેટના દિવાન સાહેબ તથા અન્ય અમલદારે, ત્યારબાદ ધ્રાંગધ્રાના આગેવાન જૈન ગૃહસ્થ અને ભાવનગર, જામનગર, વેરાવળ આદિ ગામોના શેઠીયાઓ, આ ઉપરાંત સંઘના તેમજ બીજા જેવા આવેલા ભાઈઓની અપાર સંખ્યા હતી. આ વરઘેડાની લંબાઈ એટલી વિશાળ થઈ હતી કે જાણે કેઈ નદી મંદ મંદ ગતિએ વહી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org