________________
૨૦૪
શાસનસમ્રાટું
વળી સોરઠદેશના બંધુ સમા અને સોરઠ જેવા જ ગૌરવશાલી કચ્છ દેશનું મહાન તીર્થ ભદ્રેશ્વર છે.
એનું અસલ નામ ભદ્રાવતી નગરી. ચરમતીર્થપતિ શ્રી મહાવીરદેવના જીવનકાળ દરમ્યાન એ નગરીનું કચ્છમાં આગવું સ્થાન હતું. સર્વ રીતે સમૃદ્ધ એ નગરી હતી. આ નગરીમાં શ્રીદેવચંદ્ર નામના એક શ્રાવકે ભવ્ય જિનાલય બંધાવી, તેમાં પ્રભુની ગણસંપદાના
સ્વામી શ્રી સુધર્માસ્વામી ભગવંતના પવિત્ર હસ્તે અંજનશલાકા કરાયેલ શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરી. ત્યારથી એ નગરી તીર્થ તરીકે વિખ્યાત બની.
ત્યારબાદ એ નગરીએ ઘણી ચડતી-પડતીઓ જોઈ. ભદ્રાવતીમાંથી ભદ્રેશ્વર થયું. દેરાસર ઉપર પણ વિવંસના પડછાયા પડયા.
જગતિ જગડુશાહના વખતમાં આ નગરી પુનઃ સમૃદ્ધ થઈ અને સં. ૧૯૨૨માં શ્રીસંઘ નૂતન જિનાલયમાં મૂળનાયક તરીકે શ્રી મહાવીર પ્રભુની સ્થાપના કરી. પ્રાચીન મૂળનાયક શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા કે-જે પડતીના કાળમાં એક બાવાના હાથમાં જઈ પડી હતી, તેની પાસેથી મેળવીને નૂતન જિનાલયની ભમતીમાં (૫૧ દેરીઓની મુખ્ય દેરીમાં) સ્થાપવામાં આવી. આ દેરાસરને છેલ્લે ઉદ્ધાર સં. ૧લ્લલ્માં થયે.
આબુદેલવાડાની તુલનાએ આવે એવી આ તીર્થની કલા કારીગરી છે.
ચાલુ કાળમાં (સં. ૧૯૮૨-૮૩) વિકટમાર્ગ, દૂર દેશ, પૂરતી પ્રતિકૂળતા વગેરે કારણોસર સાધુ-સાધ્વીજીઓ તથા એકલદોકલ ભાવિક ગૃહસ્થો કચ્છના આ પુણ્યતીર્થની યાત્રાએ ન જઈ શકતા. એટલા માટે આ તીર્થની યાત્રા કરવાનું પણ નિણીત થયું. ગામોગામ નિમંત્રણપત્રિકા પાઠવવામાં આવી. અને માગસર વદિ ૧૩ના મંગલદિને શેઠશ્રી નગીનદાસ કરમચંદ ભાઈએ પૂજ્યશ્રીની પવિત્ર નિશ્રામાં ચતુર્વિધ શ્રીસંઘ સહિત તીર્થયાત્રા માટે મંગલ પ્રસ્થાન કર્યું. નગરબહાર સંઘ ચારેક દિવસ રોકાયે. પૂજ્યશ્રીને વિવિધ વિષયોને લગતા વ્યાખ્યાને સમસ્ત સંઘને ભારે આલ્હાદ ઉપજાવવા લાગ્યા.
આ સંઘને આંખે દેખે અહેવાલ લખનાર શ્રીયુત મોહનલાલ ચુનીલાલ ધામી લખે છે કે–પિષ શુદિ એકમને દહાડે શાસનપ્રભાવક આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજીનું મહત્ત્વપૂર્ણ વ્યાખ્યાન થયું. આ વ્યાખ્યાન સાંભળવા માટે માનવમેદનીને પાર ન હતું. કેઈ તેમના દર્શનાર્થે, કેઈ વચનામૃતની આશાએ, તો કેઈ તેમને પડકાર ઝીલવા, એમ ઘણા ભાઈઓ આવ્યા હતા. અમદાવાદના તેમજ બીજા ગામના શેઠીયાઓ પણ આ વ્યાખ્યાનમાં આવ્યા હતા. જેનેતરવર્ગને પણ સારો જમાવ થયો હતો. મહારાજશ્રીએ આત્મશકિતને વિકાસ અને પ્રતિમાપૂજન ઉપર સચોટ દલીલ સહિત લગભગ ત્રણ કલાક સુધી સુંદર વ્યાખ્યાન આપ્યું હતું.'
પિષ સુદ બીજે સંઘ આગળ વધ્યા. કુણઘેર-જમણપુર-હારજ-મુંજપુર થઈને શ્રીશંખેશ્વરતીર્થો આવ્યો. સંઘમાં પૂજ્યશ્રી સપરિવાર, તેમજ પૂ. આ. શ્રી વિજયનીતિસૂરિજી મ. ૧ ક૭-ગિરનારની મહાયાત્રા-પૃ. ૪૪, લેખક શ્રીધામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org