________________
૨૦૦
શાસનસમ્રા,
સં. ૧૯૮૨ના આ વર્ષે –નગરશેઠ પ્રેમાભાઈ વગેરે જૈન સંઘના આગેવાનોએ કર્નલ જે. ડબલ્યુ. વોટસન (પિ.એ. કાઠિયાવાડ)ની દરમ્યાનગીરીથી પાલિતાણાના ના. ઠાકર શ્રી માનસિંગજી સાથે કરેલા સં. ૧૯૪૨ના રોપા કરારની ૪૦ વર્ષની મુદત પૂરી થતી હતી. તેની વિચારણા અંગે તથા દિગંબર સાથે ચાલતા સમેતશિખર વિ. તીર્થોના કેસ આદિને અંગે નગરશેઠ શ્રી કસ્તૂરભાઈ મણિભાઈ વગેરે આગેવાની કમિટિ પૂજ્યશ્રી પાસે વારંવાર આવતી અને ગ્ય માર્ગદર્શન મેળવતી.
રખેપા કરારમાં નક્કી થયા મુજબ-મુદ્દત પૂરી થયે એ રકમમાં ફેરફાર કરાવવાને બન્ને પક્ષકારો પૈકી હરકેઈ પક્ષકારને છૂટ હતી.” આથી આપણે મુદત પૂરી થવાના એક વર્ષ પૂર્વે જ રખોપું રદ કરાવવા માટે પ્રયાસો શરૂ કરેલા. પણ ઠાકોરશ્રીએ પણ રખેપાની ચાલુ રકમમાં વધારો કરવા માટે ગવર્મેટમાં માગણી કરી હતી. એટલે ગવટે પણ મુદત પૂરી થયેથી રખપા અંગે નિર્ણય જાહેર ન થાય, ત્યાં સુધી યાત્રિની બેંધ કરવાની રજા ઠાકરશ્રીને (તેમની-માગણી મુજબ) આપી.
આથી જૈનો અને ઠાકરશ્રી વચ્ચેને વર્ષોથી બગડતો આવેલે સંબંધ વધારે બગડવા લાગ્યું. સમસ્ત ભારતવર્ષીય જૈન સંઘ સરકારના તથા ઠાકરના આ પગલાંની વિરુદ્ધ બન્યા. વળતાં પગલાં લેવા માટે શેઠ આ. ક. ની પેઢીએ પૂજ્યશ્રીના કુનેહભર્યા માર્ગદર્શન તળે જોરદાર કાર્યવાહી શરૂ કરી. સરકારને અરજીઓ તથા મેરિઅલ મેકલવા શરૂ થયા. અને સરકારે ઠાકરને યાત્રાળુઓ પાસેથી મુંડકાવેરો લેવાને આપેલી રજાના વિરોધમાં–તીર્થના સુરક્ષણાર્થે સમગ્ર જૈનસંઘે એકમતે નિર્ણય લીધે-કે- જ્યાં સુધી આ અન્યાયી રિવાજ બંધ ન થાય, ત્યાં સુધી શત્રુંજય મહાતીર્થની યાત્રાર્થે જવું નહિ.
આ અપૂર્વ અને જબરદસ્ત અસહકાર તા. ૧ લી એપ્રિલ સને ૧૯૯૨ થી શરૂ થયો. પ્રત્યેક જૈન આ અસહકારના પાલનમાં ચુસ્ત અને મકકમ રહ્યો.
આપણું આ અસહકારનું ફળ એ આવ્યું કે–પો. એજ ઠાકરશ્રીને યાત્રિકોની સંખ્યા નોંધવાને આપેલી રજા, તેમજ યાત્રિકોની ગણત્રી માટે ઠારશ્રીએ ગઠવેલાં થાણું-અફસરે, ઘડેલા નિયમ-ધારાઓ, વિ. સર્વ તદ્દન નિરુપયેગી થઈ પડયું. કારણકે-પાલિતાણામાં યાત્રા માટે એક પણ યાત્રાળુ આવતું ન હતું. સાધુ-સાધ્વીઓ પણ ત્યાંથી વિહાર કરી ગયા હતા. હમેશાં યાત્રિકોથી ઉભરાતાં ગામના રસ્તાઓ, ધર્મશાળાઓ, તળાટીને વિભાગ, તથા ગિરિરાજના માર્ગો, અત્યારે સૂમસામ-નિર્જન અને નીરવ બની ગયા હતા. આપણું પૂજ્યશ્રી ઉપરના એક પત્રમાં આ. શ્રી વિજય મેહનસૂરિજી મ., કે જેઓ યાત્રા-ત્યાગના પૂર્વ દિવસે જ યાત્રા કરીને પાલિતાણુથી વિહાર કરી ગયા હતા, તેઓ લખે છે કે –
તા. ૧ લી એપ્રિલથી પાલિતાણામાં એક પણ જાત્રાળુ નથી. તેમ હજુ સુધી એક પણ પાસ થયેલ નથી. સાધુ-સાધ્વીઓ પણ બધા વિહાર કરી ગયા છે. કોઈ ઘરડી–ન ચાલી શકે તેવી બે પાંચ સાધ્વીઓ બાકી હશે.”
અને આ રહ્યો રાણપુરથી પ્રગટ થતાં તે વખતના) “સૌરાષ્ટ્ર” પત્રને ૩૧ મી માર્ચ તથા ૧ લી એપ્રિલને આંખે દેખ્યા અને વાસ્તવદર્શી અહેવાલને એક ભાગ –
૧ ૪-૪-૧૯૨૬ને અંક,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org