SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવશાળી વ્યક્તિત્વ ૧૮૯ અહીં અમદાવાદના સ’ઘ અમદાવાદ પધારવાની વિન ંતિ કરવા આવતા પૂજયશ્રી ભાયણીશેરીસા થઈને અમદાવાદ પધાર્યા. અને સોંઘ ઉપાધ્યાય શ્રી દર્શનવિજયજી મ. (આ. વિજય દર્શનસૂરિજી મ.)ની નિશ્રામાં પાલિતાણા ગયે. શેરીસા તીથે નૂતન જિનાલયનું કામ ચાલુ થઈ ગયું હતું. પૂજ્યશ્રીના કથનાનુસાર દેરાસરની ખાંધણી (ભૂમિગૃહ સમેત, થરવટવાળી) થતી હતી. શ્રી સંઘની વિન ંતિથી સ ૧૯૭૭નુ' આ ચાતુર્માસ તેએશ્રી અમદાવાદમાં બિરાજ્યા. આ વર્ષે–ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની અસહકારની ચળવળ હિંદભરમાં ચાલતી હતી. રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન અમદાવાદમાં થવાનું હતું. આ વખતે અમદાવાદના હાઈકમિશ્નર તરીકે પ્રાટ્ સાહેબ' નામે એક અંગ્રેજ અધિકારો હતા. તેમના સાંભળવામાં પૂજ્યશ્રીની ખ્યાતિ આવી. તેમણે પેાતાના અંગત સલાહકાર શ્રી વાડીલાલ કુસુમગર અને ચીમનલાલ કુસુમગર નામના બે ભાઈ એ કે જેએ જૈન શ્રાવક હાવા સાથે મુત્સદ્દી અને બુદ્ધિશાળી હતા, તેઓને પૂજ્યશ્રીને મળવાનું સૂચન કર્યું. તદનુસાર તેમણે પૂજ્યશ્રી પાસે આવીને વિનતિ કરી કે સાહેબ ! કમિશ્નર સાહેબ આપના દનની અભિલાષા રાખે છે. આપ તેમના ખ'ગલે પધારશે ? પૂજ્યશ્રીએ જવાઞમાં જણાવ્યું કે : “તેઓ રાજ્યના એક અધિકારી છે. તેઓને એવી જરૂર હોય નહિ. તેમ અમે પણ ત્યાગી સાધુ છીએ, અમારે પણ એવી જરૂર નથી.” આમ બે ત્રણ વાર તેઓએ પૂજ્યશ્રીને ત્યાં લઈ જવા માટે પ્રયાસ કર્યો. પણ પૂજ્યશ્રીએ સ્પષ્ટ ના જણાવી. આથી તેઓએ કહ્યું : તેા સાહેબ ! કમિશ્નર સાહેબ આપની પાસે આવવા ઇચ્છે છે. આપ પાટ ઉપર બિરાજો, અને તેએ ખુરશી પર બેસે એમાં કાંઈ ખાધ નથી ને ? હું તેા મારા જમીન પરના આસને જ બેસું છું. રાજા-મહારાજા, ૫. માલવીયાજી, ભૂલાભાઈ બેરિસ્ટર કે ચીમનલાલ સેતલવાડ વગેરે દનાથે યા મળવા આવે છે, તેઓ પશુ મારી સામે નીચે જ બેસે છે. હા ! અમારા શ્રાવકે તેમને વિવેક જરૂર સાચવે છે. જો કમિશ્નર સાહેખને અહીં આવવાની ઇચ્છા હોય તેા તેઓ ખુશીથી આવી શકે છે.” પૂજ્યશ્રીએ સ્પષ્ટ અને નિર્દભ પ્રત્યુત્તર આપ્યા. આ જવાબ લઈને તેએ ગયા. ત્યાર પછી ઘેાડા દિવસેા માદ પૂજ્યશ્રી મહારની વાડીએ બિરાજતા હતા, ત્યારે સવારના લગભગ દશ વાગે એકાએક કમિશ્નર સાહેબ આવ્યા. પૂજ્યશ્રી વાડીના પ્રવેશદ્વાર ઉપરના હુઠીભાઈ શેઠના બંગલાની ઉત્તર તરફની છેલ્લી ભુરજીમાં બિરાજેલા હતા. આ વખતે તેઓશ્રીની પાસે ઉપાધ્યાય શ્રી ઉયવિજયજી મ. તથા મુનિશ્રીનČદનવિજયજી મ., તેમજ શ્રાવકમાં શા. વાડીલાલ ખાપુલાલ કાપડિયા બેઠા હતા. કમિશ્નર તે। સડસડાટ ઉપર ચડી ગયા, અને તેઓ પેાતાની હૅટ (hat) ઉતારીને ખૂટ (Boot) પહેરેલે પગે એરડામાં પ્રવેશવા ગયા. એ જોઇને તે વખતે કુદરતી રીતે જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy