________________
૧૭૨
શાસનસમ્રાટ આવી અલૌકિક અને ચમત્કારિક મૂર્તિ મળવાથી ભંડારીજીના હર્ષને પાર ન રહ્યો. એ મૂર્તિને મૂળનાયક તરીકે સ્થાપવાનું નક્કી થયું. પ્રતિષ્ઠા પ્રસંગે દેશ-દેશાવરના લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યા, અને મહત્સવ શરૂ થયે.
સકળસંઘની સંમતિ અને સહાયતાથી સં. ૧૬૭૮ની વૈશાખી પૂનમે મહાન ઉત્સવ સહિત એ જિનમંદિરની તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી. પ્રભુ-પ્રતિષ્ઠાને મહાન લાભ શ્રીભંડારીજીએ લીધે.
જોકે સૌ કોઈની ઈચ્છા અને કાળજી નિયત મુહૂર્ત અને નિયત શુભલગ્ન પ્રતિષ્ઠા કરવાની હતી. પણ ભવિતવ્યતાના કેઈ વિચિત્ર સંગે પ્રતિષ્ઠાના શુભલગ્નમાં કંઈક ફેરફાર થઈ ગયા, જેને ખ્યાલ કેઈનેય રહ્યો નહિ.
ભંડારીજી તથા યતિવરની ભાવના આમ સફળ બની. કાપરડાજી એક મહાન અને બેનમૂન તીર્થ તરીકે વિખ્યાત થયું.
વીસમા સિકાના અમુક વર્ષ સુધી આ તીર્થની અને આ નગરની આબાદી સારી રહી. પણ ત્યારપછી એની પડતી થવા લાગી. નગર ગણાતું કાપરડા ગામડું બન્યું. સમૃદ્ધ શ્રાવકેના આવાસોથી રમણીય કાપરડામાં ફકત એક જ જૈનનું ઘર રહેવા પામ્યું. વ્યાપારવણજ ભાંગી પડ્યા. તીર્થની દેખરેખ જોઈએ તેવી નહોતી થતી. દેરાસર અતિજીણું થતું ગયું, અને તીર્થની આશાતના પણ વધતી ગઈ.
દેરાસરના પૂર્વ દિશાના મંડપમાં ઉત્તર-દક્ષિણમાં બે મોટી દેરી હતી. તેમાં ચામુંડા માતાની અને ભૈરવજીની મૂર્તિઓ ખરતરગચ્છવાળાએ અધિષ્ઠાયક તરીકે પધરાવેલી, પણ કાલાંતરે તે અધિષ્ઠાયક-બિંબે જાટકોના પરિગ્રહીત અને માન્યતાવાળા થઈ ગયા. જાટમાછીમારે વિ. લોકો પોતાના બાળકના વાળ ત્યાં-ભૈરવજી સામે જ ઉતરાવવા લાગ્યા. એટલું જ નહિ, પણ પિતાના તહેવારના દિવસે ભૈરવજીને દારુ (મદિરા) પણ ચડાવવા લાગ્યા. વળી ચામુંડા આગળ બકરાનો વધ કરીને તેને ભેગ પણ ધરાવવા લાગ્યા. દેરાસરની આનાથી વધુ ભયાનક આશાતના શી હેઈ શકે ?
ઘોર અંધકારમાં ઝબુઝબુ થતાં ટમટમિયાની જેમ ક્યારેક બિલાડા તથા પીપાડ ગામના શ્રાવકે અહીં આવતા અને પ્રભુપૂજાદિ કરી જતા. એટલું વળી સારું હતું. એમને આ ઘેર આશાતના નિવારવાની ભાવના ઘણી થતી, પણ તેઓ કંઈ કરી શકતા ન હતા. કારણ કેજાટકની વાતમાં માથું મારવાની કોઈની તાકાત નહોતી. એટલે આવી આશાતના સાંખ્યા સિવાય છૂટકે જ નહોતો.
પણ પ્રકૃતિનો નિયમ છે કે વદ પછી શુદ આવે જ આવે.” અહીં પણ એમ જ બન્યું પૂજ્ય પંન્યાસ શ્રી હર્ષમુનિજી મ. એકવાર અહીં પધાર્યા. તીર્થની આ અવદશા જોઈને તેમના દિલમાં પારાવાર ખેદ થયો. તેમણે તીર્થોદ્ધારપ્રેમી શેઠ લલ્લુભાઈને ઉપદેશ આપીને આ તીર્થના ઉદ્ધાર માટે દશેક હજાર રૂપિયા અપાવ્યા. જોકે–આટલા રૂપિયાથી કાંઈ ઉદ્ધાર થાય તેમ નહોતે, તેય સમયસર આવેલા એ રૂપિયા ઘણું ઉપયોગી થઈ પડ્યા. પણ એથીય એ તીર્થની આશાતના ન જ નિવારાઈ તે તો પૂર્વવત્ ચાલુ જ રહી. અને આથી વધુ દ્રવ્યસહાય ન મળવાથી જિનચૈત્ય વધારે જીર્ણ થતું ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org