________________
૧૩૯
તી રક્ષાના આધાર-શાસનસમ્રાટ્રૂ
હવે-શુકલ બેરિસ્ટરની ઈચ્છા એવી કે-સમાધાન કરીએ તે ઘણું સારૂ. કારણ કે એક વખત હાર્યાં, તે! આગળ પણ હારવાના સંભવ રહે. પાતાને આ વિચાર તેમણે શેઠ આ. કે. ના પ્રતિનિધિ શેઠશ્રી અંબાલાલ સારાભાઈ ને જણાવ્યેા, ત્યારે શેઠે તેમને કહ્યું: તમારી વાત સાચી હશે. પણ એ વાત અમારા વિદ્વાન્ ધ ગુરૂને તમે સમજાવા. તેઓશ્રી જે સમત થાય, તે તેમ કરીશું.
એટલે શ્રી શુકલ શેઠ અંબાલાલભાઈની સાથે પૂજ્યશ્રી પાસે આવ્યા, અને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને બેઠા. તેમના મનમાં એવુ ખરૂં કેઃ- સાધુમહારાજ આવી કાયદાની વાર્તામાં શુ' સમજે ? તેમને સમજાવતાં કેટલી વાર ? આ સમજીને જ તેએ પૂજ્યશ્રી પાસે આવેલા,
આવતા વેંત તેમણે પેાતાની વાત શરૂ કરી કેઃ અત્યારે હાર્યા, તા આગળ પણ હારવાના સંભવ રહે, વિ. વિ. કારણેાસર આપણે સ્ટેટ સાથે સમાધાન કરવું ચેાગ્ય છે.
આ વખતે પૂજ્યશ્રી કઈક ખેલવા ગયા, કે તરતજ શ્રીશુલે કહ્યું: આપ તે સાધુ છે, કાયદાની ખાખતમાં આપને સમજ ન પડે.
આ સાંભળીને અંબાલાલભાઈ મેલ્યાઃ “મિ. શુકલ ! આવી ભાષા બંધ કરેા. મહારાજશ્રી કહે તે સાંભળીને દલીલથી સવાલ-જવાબ કરો.”
આથી એરિસ્ટર ધીમા પડ્યા, અને પેાતાની વાત દલીલથી રજૂ કરી.
તેમની બધી વાત સાંભળ્યા પછી પૂજ્યશ્રીએ હાસ્યપૂર્વક (શુકલને ઉદ્દેશીને) કહ્યું: “તમે કહેા છે. કે– સાધુઓ કાયદાની વાતમાં શું સમજે પણ હું તમને પૂછું કે-કાયદો એટલે શું ? what is law? કાયદા એટલે સમાન્ય-સ્વાભાવિક બુદ્ધિ (Comman sence). એ સ્વાભાવિક બુદ્ધિ જેમનામાં કુદરતી રીતે નહેાતી, તેમને આ વકીલાતનું ભણવા અને ઉપાધિએ (Degrees) લેવા જવું પડ્યું. અને જેને એ ‘કામન સેન્સ’સ્વભાવતઃ જ હતી તેમને ભણવા જવાની જરૂર ન પડી.”
શ્રી શુકલ તે આ વાત સાંભળીને છક્ક થઈ ગયા. સસ્મિત–વશ્વને તેમણે પૂજ્યશ્રીની આ આ વાત કબૂલી.
ત્યારપછી પૂજ્યશ્રીએ કહ્યું: “રાજ્યપ્રકરણી કાઢે જે ચુકાદો આપ્યા, તે જ ચુકાદો ઉપરની હજુર અદાલતમાં પણ મળશે, એમ માનવાને કોઇ કારણ નથી. કારણકેનીચલી (રાયપ્રકરણી) કાટ જે ચુકાદો આપે, તે હ ંમેશાં સાચા જ હાય, એવી સરકારને ખાત્રી હેાત તા તેની ઉપર મેાટી અપીલ કાટ ન રાખત. અને સમાધાન એટલે શુ ? પાંચમી ટુક અને ખીજા સ્થાનક સ્ટેટને સોંપી દેવા એ જ કે ખીજું કાંઈ ?
માટે અમારે એવું સમાધાન નથી કરવું. અમારા વૃદ્ધ પુરૂષોએ-પૂર્વની ડાશીઓએ પેટે પાટા આંધીને આ તીથૅ -ટુક અને દેરાસરા માટે પૈસા અને પ્રાણ આપ્યા છે. એ કાઈ ને સોંપી દેવા માટે નથી આપ્યા. પણ એના સંરક્ષણ માટે આપ્યા છે. માટે ચાહે તે થાય, પણ આપણે હજુર અદાલતમાં અપીલ તેા કરવી જ છે. તમને એમ લાગતું હાય, કે એમાં હારવાનો સંભવ છે, તે આપણે બ્રિટિશ ગવર્ન્મેન્ટને અપીલ કરીશુ, અને છેવટે ‘પ્રીવી કાઊન્સીલ’ સુધી પણ જઇશું. પણ સમાધાનની વાત તેા કરશેા જ નહિ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org