________________
તીર્થરક્ષાના આધાર-શાસનસમ્રાદ્
૧૩૭
પંન્યાસજી મ. પણ આ સાંભળીને વિચારમાં પડી ગયા. તેમણે બોલવાની ઝડપ વધારી, અને એ છેલ્લે આલા બેલા, મુનિશ્રીએ એને અર્થ કહ્યો, અને એ પૂર્ણ થતાંની સાથે જ મુનિશ્રીના અમર આત્માએ અરિહંતના ઉચ્ચાર સાથે સ્વર્ગપુરીના પંથે પ્રયાણ આદરી દીધાં.
સૌ કોઈને મસ્તક ઝૂકી પડ્યા. સૌ બોલી રહ્યાં=ધન્ય મૃત્યુ ! ધન્ય સમાધિ ! - અમદાવાદથી સવારે નીકળીને એકધાર વિહાર કરી રહેલા પૂજ્યશ્રી અત્યારે અમદાવાદથી ૧૮ માઈલ દૂર આવેલાં ‘નાયકાનું પાદર ઓળંગવાની તૈયારીમાં હતા. પણ ગુરૂ-શિષ્યનું મિલન કાળદેવને મંજૂર નહોતું. એ જ વખતે શેઠ પ્રતાપસીંહભાઈ એ આવીને આ આઘાત જનક સમાચાર આપ્યા અને કહ્યું કે-“સાહેબ ! હવે આપશ્રી અહીં જ સ્થિતા કરે.” - પૂજ્યશ્રી પણ શોકમગ્ન હેયે ત્યાંનાયકા ગામમાં પધાર્યા. દેવવંદનાદિ ક્રિયા કરી. તેઓશ્રીના એક અતિપ્રિય અને આશાસ્પદ વિદ્વાન્ શિષ્યને આજે વિયેગ થયો હતો. રે કાળ ! ખરે જ, તું દુરતિકમ છે.
ત્યારપછી અમદાવાદથી નગરશેઠ કસ્તૂરભાઈ મણિભાઈ શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ જમનાભાઈ ભગુભાઈ વિગેરે ત્યાં આવ્યા, અને પૂજ્યશ્રીને આશ્વાસન આપવાપૂર્વક અમદાવાદ પધારવા વિનંતિ કરી. પૂજ્યશ્રી પણ ત્યારપછી અમદાવાદ પધાર્યા.
ખેડાથી પં. શ્રી પ્રતાપવિજયજી મ. આદિ મુનિવરે પણ થોડા દિવસમાં અમદાવાદ આવી ગયા. તેમણે પૂજ્યશ્રીની આજ્ઞાથી માળવા તરફ વિહાર કર્યો. માર્ગમાં વળાદ મુકામે તેમણે બોટાદનિવાસી શા. હેમચંદ શામજીના ૧૫ વર્ષની વયના પુત્રરત્ન શ્રી નરેન્તમભાઈને દીક્ષા આપી. તેમને પૂજ્યશ્રીના શિષ્ય પં, શ્રીઉદયવિજ્યજી મ, ના શિષ કરીને તેમનું નામ મુનિશ્રીનન્દનવિજયજી મ. રાખ્યું.
આ અગાઉ બીજા પણ બે ગૃહસ્થને પૂજ્યશ્રીએ દીક્ષા આપી. તેમના નામ મુનિશ્રી કીર્તિવિજયજી તથા મુનિશ્રી નિધાનવિજયજી રાખીને અનુક્રમે પં. શ્રી ઉદયવિજયજી મ. ના, તથા મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. ના શિષ્ય કર્યા.
આ બધાં શાસન-પ્રભાવનાના કાર્યોની સાથે સાથે આપણું પવિત્ર અને મહાન તીર્થોશ્રી શત્રુંજય, સમેતશિખર, ગિરનાર, તારંગાજી, વિગેરેના કેસોના કામ પણ ચાલુ જ હતા. પૂજ્યશ્રીનું માર્ગદર્શન–સલાહસૂચન એ બાબતમાં ઘણું જ કિંમતી બનતું. શ્રીગિરનાર તીર્થને કેસ શેઠશ્રી લાલભાઈ દલપતભાઈના સમયથી ચાલુ હતું. એમાં બનેલું એવું કે
સેંકડો વર્ષોથી ગિરનાર તીર્થ ઉપર આપણે-વેતાંબર જૈનોન અબાધિત અને સ્વતંત્ર હકક-વહીવટ હતે. ગિરનાર પર્વત ઉપરના દેરાસ-ધર્મશાળાઓ-દેરીઓ-કંડ-ઓટલાપડતર જમીન–વા-ગુફા, એ તમામ વસ્તુઓના સર્વેસર્વા આપણે . જૈન જ હતા. એ બધી વસ્તુઓ નવી કરાવવી, તેનું સમારકામ કરાવવું, વિ. બધાનો ખર્ચ આપણે–વે. જેને જ ભોગવતા અને કરતા. તેમાં કેઈની દખલગીરી નહોતી. આમ ગિરનાર પર્વતની આપણી સ્વતંત્ર માલિકી હોવાથી આપણે પણ એક સ્ટેટ (state) જેટલી સત્તા ભેગવતા હતા. અને જુનાગઢ-સ્ટેટ તરફથી પર્વત પર ફેઈવાર કાંઈક અડચણ થાય, તે આપણે
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org